વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત
માત્ર મૂઠ્ઠીભર ઉદ્યોગપતિનું ભલું થયું છે એવી ટીકા કરનારાને ભારત સરકારના અહેવાલે જવાબ આપ્યો
સમગ્ર ભારતમાં લઘુઉદ્યોગના વિકાસ વૃધ્ધિ દરમાં એકલા ગુજરાતના લઘુ ઉદ્યોગનો વૃધ્ધિ દર ૮પ ટકા
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે સુરતમાં હીરાઝવેરાતના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન સ્પાર્કલઇન્ટરનેશનલ એકઝીબિશનનું આજે ઉદ્દઘાટન કરતાં હીરાઝવેરાતમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાનો આગવો પ્રભાવ ઉભો કરે અને ડાયમંડ, જવેલરી, ટેક્ષ્ટાઇલ જેવા મેન્યુફેકચરીંગ સેકટરના વેલ્યુ એડીશનની ગુજરાત બ્રાન્ડની શાખ બનાવવા પ્રેરક અનુરોધ કર્યો હતો.
ગુજરાતની ટીકા અને વિરોધ કરનારાઓ પાંચ ઉદ્યોગપતિઓનું જ આ સરકારે ભલું કર્યું છે એમ કહે છે ત્યારે, ભારત સરકારનું રાષ્ટ્રીય લઘુઉદ્યોગ નિગમ પૂરવાર કરે છે કે ગુજરાતમાં લઘુઉદ્યોગોનો વિકાસ દર ૮પ ટકા છે. ગુજરાત સરકાર લઘુઉદ્યોગનું ભલું કરે છે તેની આનાથી મોટી સાબિતી કઇ હોઇ શકે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર અને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે ડાયમંડ અને જેમજવેલરી સેકટરમાં સુરત અગ્રેસર છે ત્યારે સ્પાર્કલએકઝીબિશનનું ગ્લોબલ સમિટ દરમિયાન આયોજન કરવામાં આવે છે. આજથી ચાર દિવસ માટે સ્પાર્કલનું આ આંતરરાષ્ટ્રીય હીરાઝવેરાતનું પ્રદર્શન ગુજરાત અને સુરતના વિશ્વભરમાં જેમજવેલરીના જાજરમાન ભાવિનું દર્શન કરાવશે. દર બે વર્ષે એમાં હીરાઝવેરાતના આભૂષણોનો નવો નજારો પ્રસ્તુત થતો રહે છે.હીરાઝવેરાત ઉદ્યોગ દ્વારા દેશને ઝળહળતું રાખવા માટે અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચૂંટણીના વિજયમાં સુરતનું અભૂતપૂર્વ અને દક્ષિણનું સવિશેષ યોગદાન રહયું છે અને સમગ્ર ગુજરાતે વિકાસનો વિજય વાવટો ફરકાવ્યો છે તેની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અનેક સંકટો અને સામા પ્રવાહો વચ્ચે આ વિજયને ઝળહળતો રાખવામાં ગુજરાતે એક મિશાલ ખડી કરી છે, તેમ જણાવી ગયા આખા દશક દરમિયાન ગુજરાતે વિકાસનો જે પરિપાક આપ્યો તેના પરિણામો હવે દેખાઇ રહયા છે. આ વિજય પછી પણ ટીકા કરનારાને ભારત સરકારના સચિવે જણાવ્યું કે સમગ્ર દેશનો લઘુ ઉદ્યોગનો વિકાસ દર ૧૯ ટકા છે ત્યારે ગુજરાતનો એકલાનો દર ૮પ ટકા છે આ નાનીસુની સિધ્ધિ નથી. ગુજરાતે લઘુ ઉદ્યોગ અને મેન્યુફેકચરીંગ સેકટરમાં સ્કીલ ડેવલપમેન્ટ ઇન્ફાસ્ટ્રકચર, ગુડગવર્નન્સના અનેક નવા આયામો સાકાર કર્યા છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત તેની પરંપરાગત ટ્રેડર્સ સ્ટેટની વ્યાખ્યામાંથી બહાર આવી પ્રોડકટમેન્યુફેકચરીંગ સેકટરના સ્ટેટ ઉપર આવી ઉભૂં છે. આપણે હવે માત્ર જોબપ્રોસેસ ઉપર નહીં પણ દુનિયામાં ડાયમંડજવેલરી માર્કેટની માંગ અને ફેશનના સદીઓથી પરંપરાગત જવેલરી પ્રોડકશનમાં આક્રર્ષણ ઊભું કર્યું છે. ગયા વર્ષે ભારતમાંથી રૂા. ર૭૦૦ કરોડનું જવેલરી એક્ષ્પોર્ટ થયું છે અને પાંચ વર્ષમાં રૂા. પપ૦૦ કરોડનો ડબલ વિક્રમ સર્જશે એવી પૂરી સંભાવના છે ત્યારે, ગુજરાતે નેતૃત્વ લેવાનું છે. આપણે તમામ તાકાતથી આપણો જવેલરી મેન્યુફેકચરીંગ મેન્યુઅલ અને મશીન પ્રોડકટમાં પ્રભાવ ઉભો કરવાનો છે એમ તેમણે પ્રેરક અનુરોધ કરતા જણાવ્યું હતું.
મેન્યુફેકચરીંગ સેકટરમાં જીરો ડિફેકટ કવોલીટેટીવ પ્રોડકટની શ્નગુજરાત બ્રાન્ડઌની શાખ ઉભી કરવાની અને બેસ્ટ બ્રાન્ડ પેકેજિંગ સ્ટ્રેટેજી અપનાવવાની જરૂર ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ કવોલિટીપેકેજીંગ ક્ષેત્રે નવા સંશોધનો વિશ્વ બજારમાં ગુજરાત બ્રાન્ડની શાખપ્રતિષ્ઠા ઉભી કરશે એની ભૂમિકા આપી હતી.
દુનિયા આખી ગુજરાતના લઘુઉદ્યોગ મેન્યુફેકચરીંગ પ્રોડકટની વિશ્વસનિયતાને કઇ રીતે અધિકૃત કરે તે માટે આક્રમક વિકાસનો મિજાજ બતાવવા તેમણે પ્રેરક આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમના ડાયરેકટર ડો. એચ. પી. કુમારે પ્રાસંગિક વકતવ્યમાં કહયું કે દેશભરમાં લઘુ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. સમગ્ર દેશના ૧૯ ટકા લઘુ ઉદ્યોગના વૃધ્ધિદર સામે ગુજરાતે ૮પ ટકા દર હાંસલ કરીને અનેરી સિધ્ધિ મેળવી છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને દેશ અને વિદેશમાં પ્રદર્શનના માધ્યમથી પ્રોત્સાહન આપીને વધુમાં વધુ રોજગારી પુરી પાડવા માટે સહિયારા પ્રયાસો કરવા પર તેમણે ભાર મૂકયો હતો.
કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી પરેશ પટેલે આર્થિક વિકાસની ગતિ જાળવવા આ પ્રકારના આયોજનની ખૂબ જ આવશ્યકતા છે તેમ જણાવી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, સાંસદશ્રી સર્વશ્રી સી. આર. પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, થાઇલેન્ડના કોન્સલ જનરલ શ્રીટોમશિલ, કલકત્તાના જી.આઇ.એફ.સી.ના પંકજ પારેખ, મેયરશ્રી રાજુભાઇ દેસાઇ, ધારાસભ્યોશ્રી નરોત્તમભાઇ પટેલ, રણજીતભાઇ ગીલીટવાલા, કિશોરભાઇ વાંકાવાલા, અજયભાઇ ચોકસી, મુકેશભાઇ પટેલ, શ્રી રાજાભાઇ પટેલ, પ્રફુલભાઇ પાનશેરીયા, જનકભાઇ, હર્ષભાઇ સંઘવી, સંગીતાબેન પાટીલ, મહાનગરપાલિકાના કમિશનરશ્રી એમ. કે. દાસ, કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરે તેમજ મોટીસંખ્યામાં ટેકસટાઇલ તથા હિરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.