શ્રી નરેન્દ્ર મોદીએ 2012 ની ચૂંટણી માટે ગુજરાત મણિનગર વિધાનસભા વિસ્તારમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું
ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શ્રી મોદીએ પોતાના મતક્ષેત્રના લોકોની સાથે વાત કરી અને એક પ્રેરણાદાયી ભાષણ આપ્યું
‘વિકાસ, વિશ્વાસ અને વિજય’ નો મંત્ર આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ દરેક પગલે કોંગ્રેસની નિષ્ફળતા પર હુમલો કરતા કહ્યું કે જેઓ પોતાના કાર્યકર્તાઓથી છૂપાય છે, તેઓ ગુજરાતની જનતાને શું મોંઢુ બતાવશે .!
ભાજપ એક સંગઠનાત્મક આધારવાળી કાર્યકર્તાઓ દ્વારા સંચાલિત પાર્ટી છે
જો કોંગ્રેસ એમ વિચારે કે તે પૈસાની તાકાતથી જીતી જશે, તો તેમણે ગુજરાતની જનતાને નથી ઓળખી
શુક્રવાર 30 નવેમ્બર 2012 ના રોજ બપોરના સમયે શ્રી નરેન્દ્ર મોદીએ 2012ની ગુજરાત વિધાનસભા માટે અમદાવાદ મણિનગર વિધાનસભા વિસ્તારમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. શ્રી મોદી 2002 થી મણિનગર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પોતાનું ઉમેદવારી પત્ર ભરતા પહેલા શ્રી મોદીએ મણિનગર ભાજપના કાર્યકર્તાઓને એક હૃદયસભર ભાષણ આપ્યું જેમાં તેમણે જુદા જુદા મુદ્દાઓની છણાવટ કરી. “આવો, આપણે ખૂબ મહેનત કરીએ અને 17 ડિસેમ્બર સુધી આરામ નહીં કરીએ” શ્રી મોદીએ કહ્યું
તેમણે કહ્યું કે તમામ મુશ્કેલીઓ બાદ પણ ગુજરાતના વિકાસની નૈયાને આગળ ધપાવવાની કોશિશ કરી છે અને લોકોને ‘વિકાસ, વિશ્વાસ અને વિજયનો પ્રેરક મંત્ર આપ્યો છે.
ભાજપ એક સંગઠનાત્મક આધારવાળી કાર્યકર્તાઓ સંચાલિત પાર્ટી છે
શ્રી મોદીએ કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સંચાલિત પાર્ટી છે અને તેઓ પોતાના સંગઠન પર કેન્દ્રિત છે. તેમણે આગળ કહ્યું કે ભાજપની ચૂંટણી યોજના પોતાના કાર્યકર્તાઓની આસપાસ સંચાલિત છે.તેમણે કહ્યું કે ભાજપ પાસે લાખો એવા કાર્યકર્તાઓ છે જેમણે કદી ચૂંટણી લડી જ નથી, પરંતુ નિ:સ્વાર્થ ભાવથી ભારતમાતાની સેવામાં સમર્પિત છે તેમનું સપનું આ દેશને આગળ લઈ જવાનું છે. શ્રી મોદીએ કહ્યું કે આવા કાર્યકર્તાઓ જ ભાજપની તાકાત છે અને કોઈપણ પાર્ટી પાસે આવી તાકાત હોવાનું સૌભાગ્ય નથી.
કોંગ્રેસ વ્યક્તિવાદી છે, પૈસાની તાકાતનો પ્રયોગ કરે છે
બીજી બાજુ શ્રી મોદીએ ભાર દઈને કહ્યું કે કોંગ્રેસ એક વ્યક્તિનિષ્ઠ વાદી અને સગાવાદ વાળી પાર્ટી છે જેમાં એવા લોકો છે જે સતત કંઈને કંઈ માગે છે. તેમણે આગળ જણાવ્યું કે કોંગ્રેસ પૈસાની તાકાતથી લડી રહી છે અને એ જ ભૂલ તેઓ કરી રહ્યા છે.તેમણે યાદ કર્યું કે 2007 ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસે કરોડો રૂપિયાનો ખર્ચો પોતાના પ્રચાર માટે કર્યો હતો. અને આ વખતે એમાં કેટલાય ગણો વધારો થશે, જેમ કે કોલસો, 2-જી વગેરે કૌભાંડોમાં થયેલી લૂંટ જોઈને સહેજમાં સમજાઈ જાય છે. તેમણે ઘોષણા કરી કે જો કોંગ્રેસ એમ વિચારે કે તે પૈસાની તાકાતથી ચૂંટણી જીતી શકે છે તો તેણે ગુજરાતના લોકોને ઓળખ્યા નથી. તેમણે કહ્યું કે ગુજરાત સરદાર પટેલની ભૂમિ છે અને કોઈપણ તાકાત આપણને હરાવી કે ખરીદી નથી શકતી અને જો કોંગ્રેસ એમ કરવાનું સપનું જુએ છે, તો એ ભૂલ કરે છે.
જે પોતાના કાર્યકર્તાઓથી મોં છુપાવે છે, તેઓ ગુજરાતની જનતાને શું મોં બતાવશે...!
કોંગ્રેસના આંતરિક કલહ પર નિશાનો તાકતા શ્રી મોદીએ પૂછ્યું કે શું કોઈ કોંગ્રેસી નેતા ચાર દિવસથી દેખાયો છે? “લોકોને છોડો, એમના પોતાના કાર્યકર્તાઓ એમને નથી શોધી શકતા. જે નેતાઓએ પોતાના જ કાર્યકર્તાઓથી ચહેરો છૂપાવવો પડે, તે ગુજરાતના લોકોને શું મોઢું બતાવશે?”
એક એવું રાજ્ય કે જ્યાં એક 12 વર્ષનો છોકરો પણ સમજદાર છે, લોકો કોંગ્રેસના જનાદેશ હંમશના માટે છીનવી લેશે.
ગુજરાતમાં જુદી જુદી પાર્ટીઓ દ્વારા પડદા પાછળ ચાલી રહેલ જોડાણોની યુતિની ચર્ચા કરતા શ્રી મોદી કહે છે કે “હાલમાં જ કોંગ્રેસીઓ આંસુ વહાવી રહ્યા છે, કેમ? ભલે, કેમ કે એક 12 વર્ષનો છોકરો તેમના હાથમાંથી આદેશપત્ર લઈને ભાગી ગયો. કોંગ્રેસ (કોઈ કોઈ વાર) ભૂલથી સત્ય કહી દે છે. એક રાજ્ય જ્યાંનો કિશોર પણ એટલો સમજદાર છે, લોકો કોંગ્રેસના હાથમાંથી હંમેશા જનાદેશ લેવા માટે તૈયાર છે.”એમણે અગળ કહ્યું, કોંગ્રેસમાં સાહસ નથી. કોંગ્રેસમાં એટલું કહેવાની હિંમત નથી કે કે એમણે હલાણા લોકો સાથે પાકું કરી દીધું છે? અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે પડદા પાછળ જે રમત રમાઈ રહી છે, તે તમે પડદાની પાછળ કેમ રમો છો? કોંગ્રેસને અહમદ પટેલ સિવાય કોઈ પટેલ નથી દેખાતા? લોકોની પાસે ત્રીજું નેત્ર છે, તે લોકો આ રમતને સારી રીતે જાણે છે, જે તમે રમી રહ્યા છો”
ઉમેદવારોની બાબતમાં ચિંતા ન કરો, ફક્ત ભાવિ પેઢીની બાબતમાં વિચાર કરો..!
શ્રી મોદીએ કહ્યું કે દિલ્હીમાં લૂંટ ચાલી રહી છે અને પૂછ્યું કે શું થશે જો ગુજરાતમાં પણ એ લોકોને સત્તા સોંપી દેવામાં આવે? તેમણે કહ્યું કે શું કોઈપણ યુવાન એમ કહી શકે છે કે તેમનું ભવિષ્ય કોંગ્રેસના રાજમાં સલામત છે? અથવા તો કદાચ કોઈ ખેડૂત એમ કહી શકે છે કે તેમની આજીવિકા સલામત છે? શું કોંગ્રેસના રાજમાં ગરીબોના જીવનમાં કોઈ પરિવર્તન થયું છે? એમણે પૂછ્યું.શ્રી મોદીએ લોકોને આગ્રહ કર્યો કે તેમણે ઉમેદવારના વિશે નહીં પરંતુ, પોતાનો કિંમતી મત આપતા પહેલા આવનારી પેઢી વિશે વિચારવું જોઇએ.
શું આપણે આપણું ભવિષ્ય કોઈ બેદરકારના હાથમાં આપી શકીશું?
મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે કોંગ્રેસી મુખ્યમંત્રીઓને જોયા છે અને નવાઈ લાગે છે કે સરકાર કેવી રીતે ચલાવે છે. એમણે કહ્યું કે મહત્વપૂર્ણ મીટિંગો દરમિયાન કે જેમાં પ્રધાનમંત્રી હાજર રહે છે, કોંગ્રેસી મુખ્યમંત્રીઓને કઈ બાબત પર ચર્ચા ચાલે છે તે વિશે કંઈ જ ખબર નથી હોતી અને જ્યારે તેઓ કોઈ મુદ્દો ઊઠાવે છે તો તેઓ એમને પૂછે છે કે તમે આ મુદ્દો કેવી રીતે ઊઠાવ્યો? તેમણે પૂછ્યું કે શું આપણે આપણું ભવિષ્ય એવા લોકોના હાથમાં આપી દઈએ કે જેઓ પોતાનું કામ આટલી લાપરવાહીથી કરતા હોય અને કઠિન પરિશ્રમ કરવાના કોઈ જ લક્ષણો જોવા ન મળતા હોય?
કાલથી કોંગ્રેસ કશ્મકશમાં છે. તેમણે 12 મહિનાઓ સુધી જે કર્યું તે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું.
શ્રી મોદીએ જણાવ્યું કે કોંગ્રેસે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા છે, ઘણીબધી જાહેરાતો ટી.વી પર જોઈ પરંતુ જ્યારે ભાજપે કોઈ નવી ટેકનીકનો પ્રયોગ કર્યો અને શ્રી મોદી 26 સ્થળો પર એકસાથે સંબોધન કરવામાં સફળ રહ્યા તો કોંગ્રેસ ક્શ્મકશમાં આવી ગઈ કેમ કે જે અગાઉના 12 વર્ષોમાં કરતા આવ્યા છે એ બધું ધોવાઈ ગયું.તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના જૂઠાણાની તાકાત પર કદી જીતી નહીં શકે અને જ્યારે ભાજપે વિકાસને અપનાવ્યો છે, કોંગ્રેસ હજુ પણ દિવસ-રાત જૂઠાણા ફેલાવે છે.
એ બાબત પર ગર્વ થાય છે કે નિંદા કરવા માટે જ ભલે તેઓ એમ કહે છે કે તમે વધારે કામ કર્યું છે ..!
એક વર્તમાનપત્રમાં છાપેલી એક ખબરની બાબતમાં વાત કરતા કે જેમાં કહેવાયું છે કે તેમણે મણિનગરમાં ખૂબ પૈસા લગાવ્યા છે, શ્રી મોદીએ જાણવા ઈચ્છ્યું કે શું તેમ કરવો કોઈ ગુનો છે? “શું મણિનગર ગુજરાતનો ભાગ નથી? શું અહીંના લોકોને તમામ ખુશીઓ અને સગવડોનો હક નથી? શું મારે તેમના માટે કામ ન કરવું જોઇએ? મુખ્યમંત્રીએ પૂછ્યું અને કહ્યું કે તેઓ ગુજરાતના દરેક હિસ્સાના વિકાસમાં વિશ્વાસ રાખે છે.શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે ટીકા કરવા માટેય ભલે પણ તેઓ એમ કહે તો છે કે તેઓએ ખૂબ કામ કર્યું છે..!
તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણી તેમના માટે મહત્વપૂર્ણ છે કેમ કે ગુજરાતે બતાવવાની જરૂર છે કે ચૂંટણી વિકાસના મુદ્દા પર પણ લડી શકાય. તેમણે અગાઉના ચાર દિવસ સાંસદ ન ચાલી તેના પછી પણ કોઈ ચિંતા વ્યક્ત ન કરવા માટે કોંગ્રેસ પર આક્રોશ વ્યક્ત કર્યો.