નર્મદા બ્રાન્ચ કેનાલ્સ ઉપર સોલાર પેનલ્સ મૂકીને વીજળી પેદા થશે
દુનિયાનો વિશિષ્ઠ પ્રોજેકટ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના બેટટાપુઓના પર્યાવરણીય વિકાસ અને ઇકોટુરિઝમ તેમજ કચ્છના પર્યાવરણીય પ્રાકૃતિક પ્રવાસન સહિત ‘પક્ષી નિરીક્ષણ’ પર્યટન અભિયાન વિકસાવવાની નેમ વ્યકત કરી છે.
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝરવેશન ઓફ નેચરના એશિયન રિજનલ ડિરેકટર સુશ્રી આબ્રરાન મારકટ કાબરાજી આજે મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત સરકારે પર્યાવરણ સંવર્ધન સાથે વિકાસના જે નવા આયામો હાથ ધર્યા છે તેની પ્રસંશા કરી ગુજરાતમાં પર્યાવરણ સંવાદિતા સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટેની સહભાગીતાના ક્ષેત્રો અંગે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વન્ય પ્રાણીસૃષ્ટિ સહિતનું જૈવિક વૈવિધ્ય ભરપૂર છે. ગુજરાતનો કચ્છનો અખાત અને વિશાળ દરિયાકાંઠો બેટદ્વિપ ટાપુઓ ધરાવે છે તદ્દઉપરાંત, વિદેશી યાયાવર પંખીઓની વિરાસત ગુજરાત બની ગયું છે ત્યારે, ગુજરાતમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ અને બર્ડવ્યૂઅર્સ મૂવમેન્ટને રાજ્ય સરકાર સવિશેષ વિકસાવવા ઇચ્છે છે.
મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર નર્મદાની શાખાકેનાલ્સ ઉપર સોલાર પેનલ્સ મૂકીને સૂર્યઊર્જાથી વીજળી પેદા કરવા તેમજ નહેરોના પાણીનું બાષ્પીભવન થતું રોકવાના પર્યાવરણીય રક્ષાના અનોખા પાઇલોટ પ્રોજેકટની રૂપરેખા આપી હતી. આ સોલાર પેનલ કમ માઇક્રો હાઇડ્રોટર્બાઇન સિસ્ટમથી દર એક કીલોમીટરે એક મેગાવોટ વીજળી પ્રા થઇ શકશે અને એક કરોડ લીટર પાણીનું બાષ્પીભવન થતું અટકશે.