મુખ્યમંત્રીશ્રી

આઇટીઆઇ પ્રશિક્ષણની આગવી પ્રતિષ્ઠા ઉભી કરાશે

ITI માં ટેકનીકલ સ્કીલ ટ્રેઇનીંગ સાથે વ્યકિતત્વ વિકાસ માટેની સોફટ સ્કીલ ડેવલપમેન્ટની તાલીમને જોડાશે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજયની ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એકી સાથે ૨૪૭૭ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરોની નિમણૂંકના આદેશો એનાયત કરતા ગુજરાતમાં આઇટીઆઇ તાલીમ સંસ્થાના પ્રશિક્ષણની આગવી પ્રતિષ્ઠા ઉભી કરવાની જાહેરાત કરી હતી.

આઇટીઆઇ ડિપ્લોમા કરનારાને માટે ધો.૧૨ અને ધો.૧૦ની સમકક્ષ ગણીને ઉચ્ચ અભ્યાસ માટેના દરવાજા ખોલી આપ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું આઇટીઆઇ સહિત હુણરકૌશલ્ય માટે ઓટો મોબાઇલ્સ અને શિપીંગ ઈન્ડ્રસ્ટીઝ માટે પણ વિશાળ ફલક ઉભું થશે એમ તેમણે જણાવ્યું હતું. ઓદ્યોગિક અને આર્થિક વિકાસયાત્રાના અભૂતપૂર્વ કિર્તીમાન સ્થાપી રહેલા ગુજરાતમાં કુશળ યુવામાનવ સંશાધન શકિતને પ્રશિક્ષિત કરવા માટેનો વ્યૂહ રાજય સરકારે અપનાવ્યો છે. એના ભાગરૂપે આજે ગાંધીનગર મહાત્મા મંદિરમાં આઇટીઆઇની સંસ્થાઓમાં એકી સાથે ૨૪૭૭ ઉમેદવારોની પારદર્શી નિમણુંકોની પ્રક્રિયા સંપન્ન થઇ હતી. માત્ર ચાર જ મહિનામાં રોજગાર અને તાલીમ વિભાગે ઓનલાઇન ઓ.એમ.આર ટેસ્ટ સીસ્ટમથી ૧૮૬૬૭ ઉમેદવારોની પરીક્ષા લીધી હતી. જેમાંથી ૨૪૭૭ ઉમેદવારો ગુણવત્તાના ધોરણે પસંદ થયા હતા. જેમને મુખ્યમંત્રીશ્રીના હસ્તે નિમણૂંક પત્રો જૂદીજૂદી ૧૬ ITI વ્યવસાયિક તાલીમ જૂથો માટે એનાયત થયા હતા.

ગુજરાત સરકારે યુવાશકિતને સ્વાભિમાનથી ગૌરવભેર કારકિર્દી ઘડતર માટેની કુશળતાકૌશલ્યની તાલીમનું વિશાળ ફલક ઉભું કર્યુ છે અને દશ વર્ષમાં હુણરકૌશલ્ય સંવર્ધનના SKILL DEVELOPMENT ના ૧૦૦૦થી વધારે તાલીમ કોર્સ શરૂ કર્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

ઓદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રશિક્ષણને ગૌરવમહિમા આપવાનો નિર્ધાર વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે શ્રમ એવ જયતે ની પ્રતિષ્ઠા આઇટીઆઇમાં પ્રશિક્ષણ લેતા યુવા માનસમાં પ્રસ્થાપિત કરવી છે. આ સંદર્ભમાં આઇટીઆઇના માળખાકીય સુવિધાની સુધારણા, તાલીમકોર્સ, પ્રશિક્ષણની ટેકનોલોજીનો ઉપયોગમાં ગુણાત્મક પરિવર્તન લાવી દીધું એના પરિણામે ગુજરાતના આઇટીઆઇ મોડેલને ભારત સરકારે પણ પ્રેરક ગણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઇટીઆઇ ડિપ્લોમા પાસ માટે બે વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરનારા યુવાનોને ધોરણ ૧ર સમકક્ષ અને ધોરણ ૮ પછી બે વર્ષનો કોર્સના આઇટીઆઇ પ્રમાણપત્ર મેળવનાર યુવાનોને ધોરણ ૧૦ સમકક્ષ ગણવાનો ક્રાંતિકારી નિર્ણય પણ આખા દેશમાં ગુજરાત સરકારે લીધો છે. આના પરિણામે આઇ.ટી.આઇ. પ્રશિક્ષિત યુવાનોને માટે પણ ઉચ્ચ અભ્યાસના દરવાજા ખૂલી ગયા છે. આવનારા દિવસોમાં આઇ.ટી.આઇ.માં અભ્યાસક્રમોમાં ટેકનીકલ પ્રશિક્ષણ સાથે યુવા વ્યક્તિત્વ વિકાસના સોફટસ્કીલની તાલીમ પણ અપાશે. ર૧મી સદી ભારતની સદી અને તે માટે દુનિયાના સૌથી યુવાદેશ તરીકે આપણી ૬પ ટકા યુવાશક્તિને દેશનિર્માણમાં પ્રેરિત કરવાના પ્રેરક સૂચન મુખ્યમંત્રીશ્રીએ કરતા યુવાનો માટે જ્ઞાનકૌશલ્ય અને ક્ષમતાનો ઉત્તમ સમન્વય કરવાની પહેલ ગુજરાતે કરી છે એમ જણાવ્યું હતું. આઇ.ટી.આઇ.માં તાલીમ મેળવવાની સાથે યુવાવર્ગ ટેકનોસેવી બને અને વ્યવસાયિક કૌશલ્યનું વેલ્યુ એડિશન કરે તે માટેના પ્રેરક સૂચનો પણ તેમણે કર્યા હતા.

હુન્નરકૌશલ્યને ઉત્તમ સ્તરે લઇ જવાની સાથે ક્ષમતા નિર્માણની જરૂરરિયાત તેમણે સમજાવી હતી અને નવયુવાન મિત્રોને પણ પ્રેરણા આપતાં એમ પણ જણાવ્યું કે ઔદ્યોગિક ટેશનોલોજીની તાલીમ લેનારા પણ મૌલિક શોધના આયામો વિશે સતત રૂચિ દાખવે તે જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીએ ઔદ્યોગિક વિકાસની ગતિ સાથે સ્કીલ ડેવલપમેન્ટની સર્વાધિક સુવિધા ઊભી થઇ છે તેનાથી ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે તેનો નિર્દેશ કરી ઉદ્યોગોની કુશળ માનવશક્તિની જરૂરિયાત સમાન નીડ બેઇઝ સ્કીલ ડેવલપમેન્ટનું ફલક વિસ્તાર્યુ છે. વિશાળ ફલક (SCALE) વૈવિધ્યપૂર્ણ કૌશલ્ય (SKIL) વિસ્તાર્યું છે. આથી આ સરકારે રોજગારીની તકો વધારી રાજ્યની સરકારી કચેરીઓમાં અઢી લાખ નવી ભરતી કરી છે અને આ વર્ષે પણ માત્ર ગુણવત્તાના ધોરણે પારદર્શી પ્રક્રિયાથી વધુ ૬૦,૦૦૦ સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે એમાં કોઇ ભ્સ્ટાચારને અવકાશ નથી એની ભૂમિકા તેમણે આપી હતી. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઇઝર ઈન્સ્ટ્રકરોને નિમણૂંક પત્રો આપવાના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલાં રાજ્યના શ્રમ અને રોજગાર તેમજ નાણા વિભાગના મંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્યફું હતું કે, રાજ્યનો એકપણ યુવાન રોજગાર વિનાનો રહે નહીં તે માટે આ રાજ્ય સરકારે ઘનિષ્ઠ આયોજન કર્યું છે જેના કારણે છેલ્લા સાત વર્ષથી સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ મારફત યુવાનોને રોજગાર આપવામાં ગુજરાત પ્રથમ રહ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમેરિકા જેવા વિકસિત દેશો આજે બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાતને આ બેરોજગારીની સમસ્યા સ્પર્શી શકી નથી જેનું શ્રેય આ રાજ્ય સરકારના આયોજનને જાય છે. મંત્રીશ્રી વાળાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની બેરોજગારીને દૂર કરવા રાજ્ય સરકારે ગયા વર્ષે ૧પ૦ કૌશલ્યવર્ધન કેન્દ્રો અને આ વર્ષે બીજા નવા ૧પ૦ કેન્દ્રો મળી કુલ ૩૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કર્યા છે. મંત્રીશ્રીએ આ કેન્દ્રોની મહત્તા જણાવતા ઉમેર્યું હતું કે, ગયા વર્ષે ૧પ૦ કેન્દ્રોમાં એક લાખ સોળ હજાર તાલીમાર્થીઓને તાલીમ અપાઇ હતી જે પૈકી પપ હજાર તાલીમાર્થી મહિલાઓ હતી. મંત્રીશ્રીઓએ નિમણૂંક મેળવનારા સુપરાવાઇઝર ઇન્સ્ટ્રકટરોને શુભેચ્છા પાઠવી સૌને રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરવા પુરૂષાર્થી બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી પી. પનીરવેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરી રાજયભરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું વિશાળ માળખું અને તેમાં પ્રા વિવિધ અભ્યાસક્રમો અને તાલીમાર્થીની વિગતો આપી જણાવ્યું હતું કે, આ વિભાગે ઉદ્યોગોને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ મળી રહે તે માટે વિવિધ ઉદ્યોગોના સહયોગથી કૌશલ્ય તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું નક્કી કર્યું છે. તાલીમના આ સુદ્રઢ માળખાથી નવા નવા ઉદ્યોગોને પણ કૌશલ્યલક્ષી માનવબળ ઉપલબ્ધ થઇ શકશે. તેમણે આટલી મોટી સંખ્યામાં સુપરાવાઇઝર ઈન્સ્ટ્રકટરોને નિમણૂંક પત્ર આપવાના આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો.

આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી, આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા, રાજેગાર અને તાલીમ વિભાગના નિયામકશ્રી સોનલ મિશ્રા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
PM Modi urges states to unite as ‘Team India’ for growth and development by 2047

Media Coverage

PM Modi urges states to unite as ‘Team India’ for growth and development by 2047
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 મે 2025
May 25, 2025

Courage, Culture, and Cleanliness: PM Modi’s Mann Ki Baat’s Blueprint for India’s Future

Citizens Appreciate PM Modi’s Achievements From Food Security to Global Power