ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ઉગ્ર આક્રોશ
હિન્દુસ્તાનના લોકતંત્રની સામે સીપીએમ પાર્ટીએ ગંભીરતમ પડકાર કર્યો છે
કેન્દ્રની કોંગ્રેસ સરકાર, માનવતાવાદી સંગઠનો, માનવઅધિકાર પંચ ચૂપ કેમ?
કેરાલાની માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ખુલ્લેઆમ તેના રાજકીય વિરોધીઓની હત્યા કરવાની જાહેરાત કરી છે..
આજના ઇન્ડિયન એકસપ્રેસ દૈનિકમાં સીપીએમ નેતાના નિવેદનના અહેવાલના સંદર્ભ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેરાલાની માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાએ તેમના પક્ષના રાજકીય વિરોધીઓની હત્યા કરવાની ખૂલ્લેઆમ જાહેરાત અંગે ઇન્ડિયન એકસપ્રેસના આજના દૈનિકમાં પ્રસિદ્ધ થેલા અહેવાલનો નિર્દેશ કરીને સીપીએમની રાજકીય હરીફોની હત્યા કરવાની નિયત અંગે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો છે. હિન્દુસ્તાનના લોકતંત્ર વિરુદ્ધ આ એક એવો ગંભીરતમ પડકાર છે કે, સીપીએમની આ વિરોધીઓની હત્યા કરવાનની ખૂલ્લી નિયતનો દેશના ખૂણે ખૂણેથી ઉગ્ર વિરોધ થવો જ જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સીપીએમ નેતા ખૂલ્લેઆમ આતંકવાદીઓ, માઓવાદીઓ અને નકસલવાદીઓની જેમ હિંસાની ભાષા બોલી રહ્યા છે અને રાજકીય હત્યાઓ કરવાની તેમની પ્રવૃત્ત્િાને પાના ઇતિહાસનું ગૌરવ ગણે છે અને આજ સિલસીલો ચાલુ રાખવાની જાહેરાત કરે છે, તેમ હિન્દુસ્તાનના લોકતંત્ર અંગેની વ્યવસ્થામાં કદી પણ મંજુર ના હોઇ શકે. કેરાલામાં માર્કસવાદી સામ્યવાદીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ૨૫૦ જેટલા કાર્યકર્તાઓની રાજકીય હત્યાઓ થઇ છે અને કયારેય ભાજપનો કોઇ કાર્યકર ચૂંટણી જીતી શકયો નથી.
આ સંદર્ભ ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર, તમામ માનવતાવાદી સંગઠનો અને નેશનલ હ્યુમન રાઇટસ કમિશનની આ બાબતે ઉદાસિનતાને પડકારતા જણાવ્યું છે કે, સીપીએમના રાજકીય હત્યાના અમાનુષી નીતિ સામે કેમ કોઇ અવાજ ઉઠાવતું નથી? કેન્દ્રની સરકાર શું કરવા માગે છે?
સીપીએમના આ રાજકીય હત્યાઓના ખૂલ્લેઆમ ષડયંત્રોને રોકવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકતંત્રના હિતરક્ષકો ઉગ્ર વિરોધ કરે તેવી માંગણી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે