જાપાન સરકારના વિશેષ નિમંત્રણથી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી રવિવાર તા.રર જૂલાઇથી જાપાનનો ચાર દિવસનો પ્રવાસ કરશે
ચાર દિવસના જાપાન પ્રવાસમાં એકંદરે ૪૪ કાર્યક્રમો
ટોકીયો-હામામાત્સુ-નાગોયા- ઓસાકા-કોબેનો પ્રવાસ
જાપાન સાથે ભાગીદારી કરી રહેલા ગુજરાતના ઉઘોગજૂથોના પદાધિકારીઓનું ડેલીગેશન પણ જાપાન પ્રવાસમાં જોડાશે
ત્રણ પ્રમુખ સેમિનારો અને એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ સહિત ચાર દિવસો દરમિયાન જાપાન સરકારના વિવિધ વિભાગો સાથે મહત્વની ચર્ચા બેઠકો
બૂલેટ ટ્રેનનો અભ્યાસ પ્રવાસ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જાપાન સરકારના નિમંત્રણથી રવિવાર તા.રરમી જૂલાઇ-ર૦૧રના રોજ જાપાનના ચાર દિવસના સત્તાવાર પ્રવાસે જઇ રહ્યા છે. આ જાપાન પ્રવાસ દરમિયાન તેમની સાથે જાપાનમાં આર્થિક અને ઔઘોગિક ક્ષેત્રમાં ભાગીદાર બનેલી ગુજરાતની ઔઘોગિક જૂથોની કંપનીઓના વિવિધ પદાધિકારીઓનું બિઝનેસ ડેલીગેશન પણ જોડાશે.મુખ્યમંત્રીશ્રીના આ વખતના જાપાન પ્રવાસની વિશેષતા એ છે કે જાપાન સરકારે પહેલીવાર કોઇ દેશના, રાજ્યના કે પ્રદેશના મુખ્યમંત્રીશ્રીને જાપાનની મૂલાકાત લેવા વિધિસરનું નિમંત્રણનું ગૌરવ આપ્યું હોય તો તે ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને મળેલું નિમંત્રણ છે.
જાપાન સરકાર જે તે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખને જ આવું જાપાન પ્રવાસનું નિમંત્રણ આપે છે, પણ ગુજરાત માટે આ એક અપવાદ સ્વરૂપ ધટના છે. રાજ્ય સરકારની છેલ્લી બે ""વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ''માં પણ જાપાન ""પાર્ટનર કંટ્રી'' તરીકે સહભાગી બન્યું હતું અને ગુજરાત સરકારના ઉત્તમ વિકાસ-અભિગમનું પ્રસંશક રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત બિઝનેસ ડેલીગેશનના આ ચાર દિવસના જાપાન પ્રવાસ દરમિયાન ૪૪ જેટલી બેઠકો, સેમિનાર, ગોળમેજી વાર્તાલાપ સહિતના વિવિધલક્ષી કાર્યક્રમો સુનિヘતિ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી ટોકીયો, હામામાત્સુ, નાગોયા, ઓસાકા અને કોબે પ્રાન્તોની મૂલાકાત લેવાના છે અને ત્રણ જેટલા જૂદા જૂદા સેકટરો માટેના પ્રમુખ ઇન્ડસ્ટ્રીઅલ-ઇન્વેસ્ટમેન્ટ સેમિનારોમાં જાપાન અને ભારતના કોર્પોરેટ સેકટરોના પદાધિકારીઓને સંબોધન કરશે. ગુજરાત અને જાપાન વચ્ચે આર્થિક, ઔઘોગિક અને સાંસ્કૃતિક સંબંધો વ્યાપક સ્તર ઉપર વિકસાવવા માટેનો મજબૂત સેતુ બાંધવાની ભૂમિકા સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ યોજવામાં આવી છે જેમાં મુખ્યમંત્રીશ્રી ગુજરાતના ર૧મી સદીના વિકાસ આયોજનની રૂપરેખા આપશે.
જાપાન સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના પદાધિકારીઓ સાથે પણ મુખ્યમંત્રીશ્રી જૂદા જૂદા જાપાનીઝ સરકાર અને ગુજરાત સંલગ્ન પ્રોજેકટ બાબતે પરામર્શ કરશે જેમાં નીતિનિર્ધારણના વિષયોને આવરી લેવાશે. આ ઉપરાંત જાપાન-ઇન્ડિયા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ લીગ અને ઇન્ડીયા સેન્ટર ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રી પ્રેરક સંબોધનો કરશે.
ભારત અને જાપાન સરકારના સંયુકત ઉપક્રમે હાથ ધરાયેલા ""દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર'' (DMIC)ના મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં ગુજરાત રાજ્યનો સૌથી વધારે ભૂ-ભાગ જોડાયેલો છે અને જાપાનની કંપનીઓ વ્યાપક ફલક ઉપર ગુજરાતમાં સ્થાયી થયેલી છે તેને અનુલક્ષીને ગુજરાતમાં બે જાપાન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક સ્થપાવાના છે તેની રૂપરેખા અંગે પણ ચર્ચા કરાશે.
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલીગેશન જાપાનની સૌથી વધુ ગતિની ""બૂલેટ ટ્રેન''નો પ્રવાસ ટોકીયોથી હામામાત્સુ અને હામામાત્સુથી નાગોયા જવા માટે કરશે. અમદાવાદ-મુંબઇ-પૂણે વચ્ચે ફાસ્ટટ્રેક બૂલેટ ટ્રેઇન અને અમદાવાદ-ધોલેરા વચ્ચે મેટ્રો બૂલેટ ટ્રેઇન પ્રોજેકટ હાથ ધરવાના ગુજરાત સરકારે પ્રયાસો શરૂ કરેલા છે તેને ધ્યાનમાં લઇને જાપાનની આ સૌથી ઝડપી બૂલેટ ટ્રેનનો પ્રવાસ યોજવામાં આવ્યો છે.
ગુજરાત અને જાપાનનો કોબે પ્રાંત ભૂકંપ જેવી કુદરતી આફતોમાં આપત્ત્િા વ્યવસ્થાપનના વિવિધ વિષયોથી પરસ્પર મદદરૂપ રહ્યા છે તેને અનુલક્ષીને કોબે સાથે ગુજરાત આપત્ત્િા વ્યવસ્થાપન ક્ષેત્રે સુવિચારિત ધોરણે સહભાગી બને તે અંગેની ચર્ચા કરાશે.
મુખ્યમંત્રીશ્રી કોબેના રોકાણ દરમિયાન આધુનિક કોબે પોર્ટની નિરીક્ષણ મૂલાકાત લેશે અને ગુજરાતના સમૂદ્રકાંઠે બંદર વિકાસ અંગેના વિષયને ચર્ચા પરામર્શમાં આવરી લેશે.
ભારત અને જાપાન વચ્ચેના પારસ્પારિક સંબંધો અને વિકાસમાં સહભાગીતાની દ્રષ્ટિએ ભારતના અર્થતંત્રનું ચાલકબળ બની ગયેલા ગુજરાતની ભૂમિકા નિર્ણાયક રહી છે તે જોતાં, જાપાન સરકારના નિમંત્રણથી યોજાઇ રહેલો મુખ્યમંત્રીશ્રીનો આ પ્રવાસ ગુજરાત અને જાપાન વચ્ચે ભાગીદારીનો સેતુ વધુ સુનિヘતિ ફલક વિસ્તારશે.