ગુજરાતના માછીમારોને બોટ સાથે પકડી જતા પાકિસ્તાનના અમાનુષી કૃત્ય સામે ભારત સરકાર તાકીદે કાર્યવાહી કરે
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતના સંરક્ષણ મંત્રી શ્રી એ. કે. એન્ટોનીનો ટેલીફોન સંપર્ક કરીને રાજ્યના દરીયાકિનારે પોરબંદર નજીકથી પાકિસ્તાનના મરીનફોર્સ દ્વારા સૌરાષ્ટ્રના માછીમારોનું બોટ સાથે અપહરણ કરવાની અને માછીમારો ઉપર ગોળીઓ વરસાવીને એક માછીમારનું મૃત્યુ નિપજાવ્યાની ઘટના અંગે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો છે અને એવી માંગણી કરી છે કે પાકિસ્તાનના આ અમાનવીય કૃત્ય અંગે ભારત સરકારે અત્યંત ગંભીરતાથી તાકીદની કાર્યવાહી અને તપાસ કરવી જોઇએ.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના માછીમારોને બોટો સાથે પાકિસ્તાન મરીનફોર્સ અવારનવાર પકડી જાય છે અને અમાનુષી દુર્વ્યવહાર કર્યાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે ભારત સરકાર મૂકપ્રેક્ષક બની રહે તે ઉચિત નથી, તેમ વધુમાં જણાવ્યું હતું.