મુખ્યમંત્રીશ્રી

નર્મદાના સરદાર સરોવર બંધના બાંધકામ માટે થયેલા ખર્ચ કરતા પણ બમણો ખર્ચ કરીને ડેમોતળાવો ભરવાનું અભિયાનઃ

નર્મદાના પૂરના વધારાના પાણી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દરેકમાં એક એક મિલીયન એકર ફીટ પાણીથી બધા જ તળાવ, ડેમો અને જળાશયો ભરવાનો ભગીરથ પુરૂષાર્થ

બોટાદ

કૃષ્ણસાગર અને કાનિયાડ તળાવો નર્મદા યોજનાની પાઇપ લાઇનથી ભરાશેઃ ખાતમૂહૂર્ત

નાવડાથી બોટાદ નર્મદાની સમાંતર પાઇપ લાઇન પૂર્ણ લોકાર્પણ

ગોમા અને સુખભાદર ડેમ પણ નર્મદાના પાણીથી છલકાશે

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં વિશાળ કિસાન શકિતનું દર્શન

કેન્દ્રને ચેતવણીઃ ચૂંટણી જીતવા ગુજરાતને તબાહ કરવા કેન્દ્રની સભાનો દુરૂપયોગ કરવાનું બંધ કરો

ગુજરાત ઝૂકવાનું નથી ગુજરાતની જાહોજલાલી પ્રસ્થાપિત કરીશું જ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બોટાદમાં જાહેર કર્યું હતું કે નર્મદાના વર્ષોથી દરિયામાં નિરર્થક વહી જતા પાણી રોકીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને પ્રત્યેકને એકએક મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનો ભગીરથ પુરૂષાર્થ હાથ ધર્યો છે.

૪૦૪૫ વર્ષમાં સરદાર સરોવર બંધ બાંધવા માટે જેટલો ખર્ચ થયો તેની સરખામણીએ બમણા ખર્ચથી સૌરાષ્ટ્રના ૭૭ જેટલા બધા ડેમજળાશયો અને તળાવો ભરવાનું નર્મદાના પાણીની પાઇપ લાઇન સહિતનું નર્મદાના પાણી પહોંચાડવાનું સમગ્ર અભિયાન રૂા.૫૮૦૦૦ કરોડનું ઉપાડ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્ણ જાહેર કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ભાવનગર જિલ્લાના બોટાદમાં નર્મદાના વધારાના પાણીથી પાઇપલાઇન મારફતે નાવડાથી બોટાદની મહત્વાકાંક્ષી ૩૨ કીમી.ની યોજનાનું લોકાર્પણ અને કૃષ્ણસાગર તથા કાનિયાડ તળાવો ભરવાના તથા ગોમા અને સુખભાદર ડેમના પાઇપ લાઇન પ્રોજેકટનું ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આક્રોશ સાથે જણાાવ્યું કે કેન્દ્રની કિસાન વિરોધી નીતિઓએ જ દેશના કિસાનોને પાયમાલ કર્યા છે અને ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોની કપાસની નિકાસ રોકી દઇને કિસાનોને બરબાદ કરવાનો કારસો રચાયો છે પણ દિલ્હીની કેન્દ્રીય સલ્તનત સમજી લે - ચૂંટણીઓ જીતવા તમારી સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતે તબાહ કરવાનું, ગુજરાતની પ્રજાને રંજાડવાનું બંધ કરો - નહેરૂની સામે ગુજરાત ઝૂકર્યું નથી. સત્ય અને વિકાસ, પ્રજાહિત માટે આ ગુજરાત કામ કરે છે. અમે સરદાર પટેલના વારસદાર છીએ, ગુજરાતને ઝૂકાવવાના રાજકારણના આટાપાટા બંધ કરો. અમે તો ગુજરાતની અને ભાવનગરની જાહોજલાલી પ્રસ્થાપિત કરવા સત્તા દ્વારા સેવાનો અવસર મેળવ્યો છે.

 

સરદાર સરોવર યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં નર્મદાના પૂરનું પાણી એક કરોડ મીલીયન એકર ફીટ પાઇપ લાઇનથી પહોંચાડવાની પાંચ મહત્વની જળસંપત્તિ યોજનાઓ રૂા.૨૬૭૧ કરોડના ખર્ચે પૂરજોશમાં આગળ વધી રહી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના પૂરના દરિયામાં વહી જતા વધારાના પાણી પાઇપ લાઇનથી વાળીને તળાવો અને જળાશયો ભરવાનું અભિયાન રાજ્ય સરકારે ઉપાડ્યું છે તેનો પ્રથમ લાભ આજે બોટાદના તળાવો અને જળાશયોને મળ્યો હતો. કૃષ્ણસાગર તળાવ, કાનિયાડ જળાશય અને ગોમા તથા સુખભાદર ડેમ ભરવાના પ્રોજેકટનો ખર્ચ રૂા.૨૨૩ કરોડ થશે અને નાવડાથી બોટાદની ૩૨ કી.મી. નર્મદાની સમાંતર પાઇપ લાઇન રૂા.૧૩૯ કરોડના ખર્ચે પૂર્ણ કરીને જનતાને સમર્પિત કરી છે. નર્મદાના આ પાણી સંગ્રહની યોજનાઓ માટે હર્ષ અને આનંદથી થનગનતી વિશાળ કિસાનશકિતનું દર્શન આજે આ અવસરે બોટાદમાં થયું હતું.

સૌરાષ્ટ્રની તરસી ધરતી અને સૂકી ખેતીવાડીની તરસ છીપાવતી અને સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં જળશકિતથી નવી પ્રાણશકિત પ્રગટાવનારા આ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ સરકાર નિરંતર વર્ષો જૂની લોક સમસ્યાઓનું નિવારણ કરીને વિકાસને નવી ઉંચાઇ ઉપર લઇ જવા નીતનવી પહેલ કરી જ રહી છે.

કૃષ્ણસાગર તળાવ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહે બંધાવ્યું હતું. તેની ઐતિહાસિક ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લોકઉપયોગી આ તળાવના નિર્માણને ખાબોચિયું ખપાવનારા વિરોધ પક્ષના નેતાએ કૃષ્ણકુમારસિંહજીનું ઘોર અપમાન મોદી વિરોધી રાજકીય સ્વાર્થ ખાતર કર્યું છે. આ અંગે આક્રોશ વ્યકત કરતા તેમણે જણાવ્યું કે આ ગુજરાતમાં આ વર્ષે કૃષ્ણકુમાર સિંહજીની જન્મ શતાબ્દી ઉજવાઇ રહી છે ત્યારે વિપક્ષ નેતા રાજકીય ઇર્ષાથી પીડાઇને આ પાણી પુરવઠાની જનસુખાકારીની યોજનાનું મહત્વ પણ હણી નાંખ્યું છે. તેમની આંખમાં ખાબોચિયા દેખાય છે અમને કૃષ્ણકુમાર સિંહજીના પ્રજાહિતના કામોને આદરઅંજલિ આપવાનું ગૌરવ છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકાકર ગુજરાત વિરોધી કિસાન વિરોધી રાજકારણના કેવા ખેલ પાડે છે તેની સીલસીલાબંધ ભૂમિકા આપતા જણાવ્યું કે ૨૦૦૭માં મહારાષ્ટ્રને વીજળીના અંધકારમાંથી ઉગારવા ગુજરાતના ખેડૂતો પાસેથી રાતોરાત ૨૦૦ મેગાવોટ વીજળી છીનવી લીધી હજુ પરત નથી આપી.

આ દેશના વડાપ્રધાનની દિલ્હીની કોઠીમાં વીજળીના જનરેટર સેટ રાખવા પડે એવી સ્થિતિ છે ત્યારે ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ બની ગયું છે, ૨૪ કલાક જ્યોતિગ્રામ વીજળીથી ગુજરાતના ગામડામાં હીરા ઘસવાની ઘંટી ૨૪ કલાક ચાલી રહી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત દેશના દિલ્હી રાજ્યને વીજળી આપવા તૈયાર છે પણ દિલ્હીની કોંગ્રેસ સરકાર પાસે વીજળી પરિવહનની ટ્રાન્સમીશન લાઇનની ક્ષમતા જ નથી ?

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની વિકાસયાત્રામાં કોઇ આડે આવશે તો તેનાથી આ સરકાર રોકાવાની નથી. ભાવનગરમાં સી.એન.જી. ગેસ પાઇપલાઇનથી આપવાનું અભિયાન ઉપાડયું ત્યારે કેન્દ્રની સરકારે ગુજરાતનો પાઇપ લાઇન નાંખવાનો અધિકાર જ છીનવી લીધો, પરંતુ આ સરકાર ઝૂકી નથી. ભાવનગર જિલ્લામાં સાત જેટલા સી.એન.જી. ગેસ સ્ટેશનો સ્થાપીને સી.એન.જી. ગેસના ટેન્કરોથી ભરાશે એમ તમેણે જણાવ્યું હતું.

પાણી પુરવઠા, જળ સંપત્તિ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પીવાના પાણીની ખૂબજ મુશ્કેલીઓ હતી. ટ્રેન દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાતું હતું. સૌરાષ્ટ્રની જનતા માટે પ્રવર્તમાન સરકાર દ્વારા પાણીની વિવિધ યોજનાઓ કાર્યાન્વ્તિ કરી પાણી પૂરા પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. કચ્છ, ઉત્તર કે મધ્ય ગુજરાતના નાગરિકોને નર્મદાનું શુધ્ધ પાણી પહોંચે છે. પાણીની નિરંતર વધતી માંગને પહોંચી વળવા રાજય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઇને લોક સુવિધામાં વધારો થવા લાગ્યો છે.

દરિયામાં વહી જતા વરસાદી પાણીને મહત્તમ ઉપયોગમાં લેવા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સરદાર પટેલ સહભાગી જળસિંચાઇ યોજનાનો સવિશેષ લાભ સૌરાષ્ટ્રની આ ધરાને મળ્યો છે જેને લઇ મહત્તમ ખેતીમાં ઉત્પાદનો મળવા લાગ્યા છે. નર્મદાના વહી જતા નીરના લાભથી વંચિત જિલ્લાઓમાં પહોંચાડવાનું આયોજન હાથ ધરાયું છે. જેના પગલે નાવડાબોટાદ પીવાના પાણીની લાઇન નંખાઇ જતા આ વિસ્તારની લાંબાગાળાની પીવાના પાણીની સમસ્યા દૂર થશે તેમ તેમણે જણાવ્યું હતું.

બોટાદ મત વિસ્તારના ધારસભ્ય અને ભાવનગર જિલ્લા પ્રભારી ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે નર્મદા લોકમાતાના જળથી બોટાદ વિસ્તારની સૂકી ધરાને નવપલ્લવીત કરવાના સપનાને સાકાર કરાવનું શ્રેય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિને આપ્યું હતું.

બોટાદના નગરજનો વતી હરખ વ્યકત કરતાં શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાતની સર્વાંગી વિકાસ યાત્રામાં પંચશકિતજળજનઊર્જાજ્ઞાનરક્ષા શકિતનો સુચારૂ વિનયોિગ કરી વર્તમાન સરકારે તેની પ્રજામાનસમાં વધતી લોકપ્રિયતાથી બેબાકળા બનેલા ગુજરાત વિરોધી તત્વો અને કેન્દ્રની સરકાર આ વિકાસને અવરોધવા કપાસ નિકાસબંધી તથા મોંઘા ભાવે વીજળીગેસકોલસો ગુજરાતને આપવાનો જે કારસો કરી રહી છે તેને હવે વિકાસ પ્રિય પ્રજા ઓળખી ગઇ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં સાત લાખ ૫૧ હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

પાણી પૂરવઠા અગ્રસચિવ શ્રી એચ.કે.દાસે સ્વાગત તથા જળસંપત્તિ સચિવશ્રી દેસાઇએ આભાર વ્યકત કર્યા હતા.

આ પ્રસંગે ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, સાંસદશ્રી, સહપ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ, ભાવનગર શહેરજિલ્લાના પદાધિકારીઓ તથા જિલ્લાતાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi