File Photo
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાયફલ શૂટિંગની વિશ્વકક્ષાની ISSF વર્લ્ડ કપ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતની દિકરી કુ. લજ્જા ગોસ્વામીને પોતાના ટવીટરના માધ્યમથી હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ લજ્જા ગોસ્વામીને ગ્રાનાડા ખાતે સ્પેનમાં યોજાયેલી આ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ખેલ જગતમાં ગુજરાત સહિત ભારતવર્ષનું નામ વિશ્વકક્ષાએ રોશન કરવા માટેના અભિનંદન પાઠવવા સાથોસાથ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ આપી છે.