હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાની ચેમ્પીઅન ઓફ ચેમ્પીઅન્સ ટ્રોફી અને ૯ મેડલો જીતીને આવેલી યોગ
પ્રશિક્ષિત વિજેતા કન્યાઓની ટીમને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હોંગકોંગમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન ચેમ્પીઅનશીપની સ્પર્ધામાં ભાગ લઇને પરત આવેલી ગુજરાતની ૯ યશસ્વી કન્યાઓ સહિતની ૧૦ બાળકોની વિજેતા ટીમને આજે ગુજરાતનું યોગપ્રાણાયમ ક્ષેત્રે નામ રોશન કરવા માટે અંતઃકરણથી અભિનંદન આપ્યા હતા.
ગુજરાત યોગ એન્ડ કલ્ચર એસોસિયેશનના સેક્રેટરી અને કોચ ડો. હર્ષદ સોલંકીની આગેવાનીમાં આજે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સહિત ૪પ કીલો વજનની ચેમ્પીઅન ઓફ ચેમ્પીઅન્સ ટ્રોફી લઇને આ યોગપ્રશિક્ષિત યશસ્વી વિજેતા કન્યાઓની ટીમ મુખ્યમંત્રીશ્રીને હોંગકોંગથી સીધી આવીને રૂબરૂ મળી હતી જેમાં ચેમ્પીઅનશીપની ટ્રોફી જીતી લેનારી કુ. રશ્મી ખોડભાયા, જૂનાગઢ. ઉપરાંત સ્વર્ણિમ ચન્દ્રક જીતનારી કુ. ધ્વની રાણા અને સિલ્વર પદક મેળવનારી દિવ્યા પરમાર તથા બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતી સોલંકી તથા વૈશાલીને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.