શ્રી મોદીએ સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક, સંગીતકાર તથા સંગીત નિર્માતા શ્રી રાસબિહારી દેસાઈના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો
શ્રી મોદીએ ટ્વિટ કર્યું કે, “આપણને એક શ્રેષ્ઠ ગાયક અને સંગીતકાર શ્રી રાસબિહારી દેસાઈની ખોટ સાલસે, જેમણે ગુજરાતી સંગીતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ. ભગવાન એમના આત્માને શાંતિ આપે”
શ્રી રાસબિહારી દેસાઈનું ભજન ‘માડી તારું કંકુ ખર્યું ને’ ગુજરાતના લોકોમાં અત્યંત લોકપ્રિય છે
શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક, સંગીતકાર તથા સંગીત નિર્માતા શ્રી રાસબિહારી દેસાઈના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો.મુખ્યમંત્રીશ્રીએ ટ્વિટર પર લખ્યું કે, “આપણને એક શ્રેષ્ઠ ગાયક અને સંગીતકાર શ્રી રાસબિહારી દેસાઈની ખોટ સાલસે, કે જેમણે ગુજરાતી સંગીતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે”.
શ્રી દેસાઈ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા જેમણે અમદાવાદ સ્થિત પોતાની સંગીત અકાદમી દ્વારા ગુજરાતી સંગીતમાં પોતાનો અમૂલ્ય ફાળો આપેલ છે, જ્યાં તેમણે અનેક શિષ્યોને સંગીતની તાલીમ આપેલ. શ્રી દેસાઈએ 1961 માં સામાન્ય લોકો સુધી ગુજરાતી સુગમ સંગીત પહોંચાડવા માટે ‘શ્રુતિ વૃંદ’ ની સ્થાપના કરી હતી. શ્રુતિ વૃંદે ચાર દાયકાના ગાળામાં ગુજરાતી સુગમ સંગીતના અનેક સફળ કાર્યક્રમોનું આયોજન કરેલ.
તેમનું ભજન, ‘માડી તારું કંકુ ખર્યું ને’ સમગ્ર ગુજરાતમાં અત્યંત લોકપ્રિય છે.