રક્ષાબંધનની અનોખી ઉજવણી
મુખ્યમંત્રીશ્રીને રક્ષા કવચ બાંધવા સમાજના તમામ વર્ગોમાંથી ઉમટેલી માતાઓ-બહેનો
અભૂતપૂર્વ ઉત્સાતહ-ઉમંગનો માહોલ
ગુજરાતના મુખ્યંમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીને આજે રક્ષાબંધનના પાવનપર્વ પ્રસંગે અભૂતપૂર્વ ઉમંગ-ઉત્સામહથી ઉમટેલી હજારો બહેનો-ભગિની-માતાઓએ પ્રેમ અને ઉત્સાહના પવિત્રભાવથી રાખડી બાંધી હતી. મંત્રીશ્રી નિવાસ સંકુલમાં આજના રક્ષાબંધન પર્વ પ્રસંગે સમાજના તમામ વર્ગોની માતૃશકિતએ પોતાના બાળકો સાથે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીને રક્ષાબંધન કર્યું હતું. માતૃશકિતએ આશીર્વાદ આપ્યાો હતા અને ભગિની-બહેનોએ અંતઃકરણની ખૂબ શુભકામના વ્યૃકત કરી હતી. સતત બે કલાક સુધી કતારમાં રહીને ઉત્સા હપૂર્વક બહેનોએ મુખ્યકમંત્રીશ્રીને રક્ષાકવચ બાંધ્યુંક હતું.
મુખ્યમંત્રીશ્રીએ રક્ષાબંધન પર્વનો મહિમા ઊજાગર કરતાં જણાવ્યું કે હજારો વર્ષથી આપણી સંસ્કૃ તિને રક્ષિત કરવામાં આપણી બહેનોનું યોગદાન મહત્વરનું રહ્યું છે. ત્યાઆગ, તપસ્યાબ અને પારિવારીક જીવનમાં નારીશકિતનું પ્રદાન એ હિન્દુુસ્તા્નની જ વિશેષતા છે. ભારતને સમૃધ્ધર બનાવવો હોય તો સમાજની 50 ટકા જનસંખ્યા એવી માતાઓનું સશકિતકરણ કરવું જોઇએ તો જ તેજ ગતિથી વિકાસમાં આગળ વધી શકાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રક્ષાબંધનના પવિત્ર તહેવારનો મહિમા ઊજાગર કરતાં બહેનો-માતૃશકિતના સ્નેતહભાવનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે સમાજના બધા જ વર્ગોની બહેનોના આ રક્ષા કવચથી તેમને દેશ અને ગુજરાતની સેવા કરવામાં વધુને વધુ પ્રેરણા પ્રાપ્ત થતી રહી છે. સમાજના ગરીબ-પછાત વર્ગોની સેવા કરવાની પ્રેરણા પણ આ રક્ષાકવચથી મળતી રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ દેશના જાંબાઝ સેનાના જવાનો ઉપર પડોશી પાકિસ્તાન તરફથી જે નાપાક જાનલેવા હૂમલા થઇ રહ્યા છે તે અંગે ચિંતા વ્યાકત કરતા દેશ અને ગુજરાતની માતૃશકિત-ભગિનીઓ આ જવાનો માટે પણ રક્ષા કવચ પૂરું પાડવા સ્નેોહભાવ વ્યનકત કરે તેવી અપિલ કરી હતી. રક્ષાબંધન પર્વ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન, રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, અમદાવાદ મેયર મિનાક્ષીબેન પટેલ, મહાપાલિકાના મહિલા કાઉન્સી લરો, ધારાસભ્યોમ, પદાધિકારીઓ તથા સમાજના વિવિધ વર્ગોની મહિલા શકિતએ શ્રી નરેન્દ્રીભાઇ મોદીને રાખડી બાંધી હતી.