મુખ્યમંત્રીશ્રી બુધવાર ૧૪મી માર્ચે ચંદીગઢમાં
પંજાબના નવનિર્વાચીત મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી બુધવાર, તા. ૧૪મી માર્ચે પંજાબના ચંદીગઢ ખાતે મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કરનારા નવનિર્વાચીત મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે.શ્રી નરેન્દ્રભાઇ મોદી આ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા બુધવારે ચંદીગઢ પહોંચશે અને શ્રી પ્રકાશસિંઘ બાદલના શપથવિધિ સમારોહમાં હાજરી આપશે.