મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યોજાયેલા છ સેકટર સેમિનારોમાં ઉપસ્થિત રહીને ર૧મી સદીના આધુનિક વિકાસમાં ગુજરાતની નિર્ણાયક ભૂમિકાનું વિઝન અને પર્યાવરણના સંવર્ધન સાથે વિકાસના દર્શન માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આજે બપોર બાદ મુખ્ય મંત્રીશ્રીએ
- સ્માર્ટ ગ્રીડ, સોલાર એનર્જી અને સ્માર્ટ વ્હીકલ વિષયક ગ્રીન ઇન્વેન્શન,
- ગ્રીન એફિસીયન્ટ વોટર મેનેજમેન્ટ દ્વારા વિશુદ્ધ પાણીનું વ્યવસ્થાપન,
- ગુજરાતમાં બંદર વિકાસ અને બંદરો આધારિત વિકાસનું સાતત્યપૂર્ણ આયોજન,
- સસ્ટેઇનેબલ, સ્માર્ટ એન્ડ ઇન્ટીગ્રેટેડ સિટીના નવીનગર સંસ્કૃતિનો વિકાસ,
- જાપાન અને જેટ્રો દ્વારા આયોજિત કન્ટ્રી સેમિનાર અને
- એન્વાયર્નમેન્ટ સસ્ટેઇનેબિલીટી માટેના ટેકનોલોજી સોલ્યુશન્સના સેમિનારોમાં હાજર રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.