મુખ્યમંત્રીશ્રી પૂણેમાં રામભાઉ મહાલગી પ્રબોધિની સંસ્થાના ત્રિદશકપૂર્તિ ઉત્સવમાં સમર્થ ભારતની સંકલ્પના સુશાસન વિષયક પ્રેરક પ્રવચન
મુખ્યમંત્રીશ્રી
એ જ વ્યવસ્થા, સંવિધાન, સંસાધનો છતાં ઇરાદા નેક અને નિયત સાફ હોય તો નિરાશાની સ્થિતિ બદલી શકાય
એ ગુજરાતના સુશાસને પુરવાર કર્યું છે
સ્વરાજની લડત માટેના જનઆંદોલનની જેમ સુરાજ્ય માટે વિકાસના જનઆંદોલનનો મિજાજ બનાવીએ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહારાષ્ટ્રના પૂણેમાં આયોજિત સમારોહમાં ગૂડ ગવર્નન્સની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યનું પ્રશાસન જનતાની આશા આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં પ્રાણવાન રહ્યું છે. નિયત સાફ હોય અને ઇરાદો નેક હોય તો ગમે તેવી નિરાશાજનક સ્થિતિને બદલી શકાય છે, તે એક દશકના રાજકીય સ્થિરતાવાળા ગુજરાતના પ્રશાસનને સિધ્ધ કર્યું છે. સ્વરાજની લડતમાં જનઆંદોલન જ સફળ બનેલું, હવે સુરાજ્ય માટેનું જનઆંદોલન કરવાનો મિજાજ બનાવવો પડશે એમ તેમણે જણાવ્યું હતું. જન પ્રતિનિધિઓના પ્રશિક્ષણ માટે ત્રણ દાયકાથી કાર્યરત પૂણેની રામભાઉ મહાલગી પ્રબોધિની સંસ્થાના ત્રિદશકીય મહોત્સવ ઉજવણીમાં પ્રમુખ અતિથિ તરીકે સમર્થ ભારતની સંકલ્પના વિષયે પ્રેરક વિચારો રજૂ કરવા શ્રી નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી ગોપીનાથ મૂંડે આ સંસ્થાના પ્રમુખ છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશને સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્ય મળ્યું છે ખરું ? એ પ્રશ્ન આજે પણ સામાન્ય માનવીને થાય છે અને તેનો ઉત્તર નકારમાં આવતા એવો નિરાશાજનક ઉદ્ગાર ગાજે છે કે "બધા જ નકામા છે' - આ સ્થિતિ ભારત જેવા લોકતાંત્રિક દેશના ૧૨૦ કરોડ જનશકિત ધરાવતા દેશને માટે દૂર્ભાગ્યપૂર્ણ છે. આ અવશ્વિાસની દુર્દશા પણ બદલી શકાય છે તેવી આશા પણ ગુજરાતે પૂરી પાડી છે.
તેમણે જણાવ્યું કે એની એ જ તંત્રવ્યવસ્થા, કાનૂન, સંવિધાન, માનવશકિત બધું જ હોવા છતાં ઇરાદા નેક હોય, નિયત સાફ હોય તો જ સ્થિતિ બદલી શકાય છે. એ ગુજરાતે પૂરવાર કર્યું છે.
છત્રપતિ શિવાજી મહારાજનું સુશાસન સુરાજ્યની આદર્શ પ્રતિતિ કરાવે છે તેનો ઉલ્લેખ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિકાસના સુશાસન માટે ગુજરાની ચર્ચા ચારે કોર થઇ રહી છે. સુશાસનની માટે સરકારી જ્શશ્રફૂ ને બદલે ન્શશ્ફૂ બનાવવાની જરૂર છે. ગુજરાતે જન અપેક્ષા માટે પ્રશાસનને પ્રાણવાન, સંવેદનશીલ બનાવ્યું છે.આઝાદી પછી ભારતે કોંગ્રેસ, કોમ્યુનિષ્ટ, પારિવારિક રાષ્ટ્રિય પક્ષો, રાજ્યના પ્રાદેશિક પક્ષો, બધાના શાસનોનો અનુભવ કર્યો છે પરંતુ ઉત્તમમાં ઉત્તમ વિકાસની ઉંચાઇ ઉપર રાજ્યોને લઇ જવાનું પ્રશાસન ભારતીય જનતા પાર્ટીની સરકારોએ આપ્યું છે, તેનું તુલનાત્મક અધ્યયન કરવા તેમણે રાજકીય પ્રશાસન, સંશોધનના પંડિતોને પ્રેરક સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતનો કિસાન ચીનના બજારોમાં કપાસના વેચાણનો ડંકાની ચોટ પર વિક્રમ સર્જે છે ત્યારે મહારાષ્ટ્રનો કપાસ ઉત્પાદક કિસાન દેવાના બોજ હેઠળ આત્મહત્યા કરે છે. આનુ કારણ શું ? રાજ્ય શાસનોની નિયત અને નીતિનો અભ્યાસ કરો તો સમજાઇ શકે કે ખેડૂત હિતલક્ષીનીતિ ગુજરાતે કેવી રીતે સફળ બનાવી છે.
ગુજરાતે સમસ્યાના ઉકેલ માટે જનશકિતનો વિશ્વાસ પ્રેરિત કરીને જન આંદોલનો કર્યા તેની સિધ્ધિઓની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. પ્રો-પિપલ, પ્રો-એકિટવ ગુડ ગવર્નન્સની ગુજરાતની આ ફોર્મ્યૂલાની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે, વોટર મેનેજમેન્ટથી ગુજરાતે જળસમસ્યાનું સંકટ દૂર કર્યું છે. પશુ આરોગ્યમેળાથી પશુપાલનમાં જનભાગીદારીથી એના માટે જનવિશ્વાસ જગાવવો એ સરકારનું દાયિત્વ છે.
જન આંદોલન જ બધી સમસ્યાઓનું સમાધાન છે. આઝાદીની લડતને ગાંધીજીએ સફળતાથી જનઆંદોલનમાં બદલી હતી. આજે વિકાસ માટે જનશકિતને પ્રેરિત કરવાની છે એમ તેમણે જણાવ્યું હતું.
માત્ર ભૌતિક વિકાસ નહીં, માનવશકિતના વિકાસ પર પણ ગુજરાતે ધ્યાન આપ્યું છે. લાખો યુવાનોના હૂન્નર કૌશલ્યથી સ્કીલ ડેવલપમેન્ટનું વ્યાપક ફલક બનાવ્યું છે. દસ વર્ષમાં ૧૧માંથી ૪૨ યુનિવર્સિટી સ્થાપી છે અને તેમાં પણ સુરક્ષાની સેવાઓથી પ્રશિક્ષણ માટે રક્ષાશકિત યુનિવર્સિટી, ઉત્તમ શિક્ષકોના નિર્માણ માટે ટીચર્સ યુનિવર્સિટી, બાળ વિકાસ માટે વિશ્વની પહેલી ચલ્ડ્રિન યુનિવર્સિટી જેવા ઇનોવેટિવ એજ્યુકેશનની પહેલ ગુજરાતે કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રબોધિની સંસ્થાના અધ્યક્ષ શ્રી ગોપીનાથ મૂંડેએ ગુડ ગવર્નન્સના ગુજરાત મોડેલની સફળતા માટેનું શ્રેય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યું હતું.