કોંગ્રેસના નકારાત્મક રાજકારણ અને અહંકાર ભરેલા સત્તાના નશામાં ચૂર કોંગ્રેસ પ્રત્યે ગુજરાતની જનતાનો ગૂસ્સો ચૂંટણીમાં કોંગ્રેસને પરાસ્ત કરશે
પ્રધાનમંત્રી અને સોનિયાજીએ ગુજરાત આવીને ગુજરાતને બદનામ કર્યું છે તેનો જવાબ મતદાનથી આપજો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે થ્રીડી ટેકનોલોજીના લાઇવ ટેલીકાસ્ટથી એકી સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ૩ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધતા જણાવ્યું કે આ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસના નકારાત્મક રાજકારણ અને અહંકારથી ભરેલા સત્તાના નશાને જાકારો આપવાનો છે. તમે ગુજરાત આવીને જૂઠ્ઠાણા ચલાવો, જનતાને ગેરમાર્ગે દોરો, કોમી લાગણી ઉશ્કેરો પણ જનતાના ગુસ્સાથી કોંગ્રેસ બચી શકવાની નથી.
આ ગુજરાતની જનતા તમારા જૂઠ્ઠાણાને મતદાનના મશીનો ભાજપા તરફે છલકાવીને તમને બરાબરનો જવાબ આપશે એમ તેમણે જણાવ્યું હતું. અમે કોંગ્રેસના એકેએક જૂઠ્ઠાણાનો જવાબ આપી શકીએ એમ છીએ પણ અમારો સંકલ્પ છે વિકાસનો. છ કરોડ ગુજરાતીઓની પ્રબુધ્ધશકિત દ્વારા ભવ્ય ગુજરાત બનાવીશું. એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગર્વ સાથે કહયું હતું કે આ ચૂંટણી ભાજપા કે નરેન્દ્ર મોદી નહીં એકેએક ગુજરાતી લડી રહયા છે. સમગ્ર ગુજરાત ચૂંટણીના રંગે રંગાઇ ગયું છે. જુવાનીયાઓએ ખભે ચૂંટણી ઉચકી લીધી છે અને લોકતંત્ર માટે ગુજરાત ચેતનવંતુ બની ગયું છે. મેં લગાતાર ગુજરાતના સેંકડો ગામોની થ્રી ડી દ્વારા મૂલાકાત લીધી, ખૂણેખૂણે ફરી રહયો છું. મને ભાજપાની જનતાની આંધિ દેખાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને બચવાનું શકય નથી, પ્રજાનો ગુસ્સો કોંગ્રેસ માટે એટલા માટે છે કે નકારાત્મક રાજકારણ સિવાય કશું કોંગ્રેસે કર્યું જ નથી. પાંચ વર્ષ સુધી નકારાત્મક રીતે કોંગ્રેસે ગુજરાતને બદનામ કર્યું અને પ્રધાનમંત્રી તથા સોનિયાજી આવીને પણ ગુજરાત માટે ગપગોળા ઉછાળે છે. કમનસિબે પ્રધાનમંત્રીશ્રી તો વોટબેન્કની રાજનીતિ છેડી દીધી. ગુજરાત માટે કેન્દ્ર સરકાર શું કરવા માંગે છે તેની કોઇ વાત જ નથી કરી એમ તેમણે જણાવ્યું હતું.
સોનિયાજીએ તો જૂઠ્ઠાણાની હદ કરી નાંખી એમણે કહયું કે ગુજરાતમાં પ૭ ડાર્કઝોન છે. પણ એમને ખબર નથી કે ગુજરાતના ખેડૂતોના પુરૂષાર્થથી જળસંચયનું અભિયાન સફળ કર્યું. પાણીના તળ ઊંચા આવ્યાઅને ડાર્કઝોન ઉઠાવી લીધોપણ સોનિયાજી એ તો જૂઠ્ઠાણું જ ચલાવ્યું છે.
આપણા પ્રધાનમંત્રીજીએ ગુજરાતમાં આવીને કોમી લાગણી ઉશ્કેરીવોટબેન્કનું રાજકારણ, જાતિવાદનું રાજકારણ કરીને દેશને બરબાદ કર્યો, ત્યારે ગુજરાત શાંતિ અને સલામતિ એકતા અને ભાઇચારાથી વિકાસ કરે છે. આવો વિકાસનું રાજકારણ કરો, ગુજરાત તમને આ દિશા બતાવે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કોંગ્રેસના કોઇ નેતાને ગુજરાતના વિકાસ કે ભૂગોળની ખબર જ નથી. સોનિયાજી અને પ્રધાનમંત્રીના તથા કેન્દ્રના મંત્રીઓના ગુજરાત વિશેના નિવેદનો વાંચોએમને ગુજરાતની કશી ખબર નથીએમનો ગુજરાત વિશેનો વિરોધ પણ આંતરવિરોધોથી ભરેલો છે. જનતાની સ્મરણશકિત ઓછી ના આંકશો. સમય આવ્યે જનતા હિસાબ ચૂકતે કરશે. બાર વર્ષથી ગુજરાતના કોઇપણ નાગરિકને આ સરકારની નિષ્ઠા, વિકાસના પ્રયાસો માટે કોઇ શક નથી થયો. અમારી સરકાર ઉપર એક ડાઘ નથી લાગ્યો, દેશના નાગરિકોને એવી સરકાર અને એવું નેતૃત્વ જોઇએ છે જે સામાન્ય જનતા, યુવાનોના સપના પૂરાં કરેકોંગ્રેસમાં આવું નેતૃત્વ, આવી સરકાર કયાંય નથી. કોંગ્રેસ તો મેવા ખાવાવાળી છે એની પાસે જનસેવાની આશા જ ના હોય ને? એવો વેધક સવાલ મુખ્યમંત્રીશ્રીએ ઉઠાવ્યો હતો.
ગુજરાતની વીજળીની સિધ્ધિની ટીકા કરનારા સોનિયાબેનને જણાવવાનું કે ગયા પાંચ વર્ષમાં જેટલા ઊર્જા ક્ષેત્રે એવોર્ડ જાહેર થયા છે તેમાંથી સીતેર ટકા ગુજરાતે જીત્યા છે. તમે ગરીબના નામે મગરના આંસુ સારો છો, પણ ગયા દશ વર્ષમાં લગાતાર વીસ મૂદાના ગરીબલક્ષી કાર્યક્રમમાં ગુજરાત પ્રથમ જ આવ્યું છે અને જ્યારથી ખબર પડી કે કોંગ્રેસના શાસનવાળા રાજ્યો પહેલા પાંચ ક્રમમાં નથી તેથી રેન્કીંગ મૂલ્યાંકન બંધ કરી ગરીબલક્ષી કાર્યક્રમોમાં પીછેહઠ કરી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસ સરકારોમાં ભૂતકાળમાં અસુરક્ષિત કોમી રમખાણો, હુલ્લડો કરફયુમાં જીવતું હતું. વોટબેન્કની રાજનીતિ ખાતર પ્રધાનમંત્રી ગુજરાતને બદનામ કરે છે, પણ ગુજરાત આજે દેશનું સૌથી શાંત અને સુરક્ષિત રાજ્ય છે. આસામનું પ્રતિનિધિત્વ કરતા ડો. મનમોહનસિંહજી તમે યાદ કરો આસામમાં તમારી સરકાર છે પણ કેવું અશાંત છે, હિંસાની હોળી સળગે છે. મહારાષ્ટ્રમાં અસુરક્ષાના કારણે શાંત ગુજરાતમાં વસવા આવે છે એમાંય કોમી સાંપ્રદાયિકતામાં રાચતા તત્વોને તમાચો મારે એવી ઘટનામાં મુંબઇના મુસ્લિમ પરિવારની દિકરી શાહિદીને મુંબઇ પોલીસની ધરપકડમાંથી છૂટકારો થયો ત્યારે ગુજરાતમાં આવીને વસવાની જાહેરાત કરી. આ શું સૂચવે છે?
ડો. મનમોહનસિંહ તમે દેશના પ્રધાનમંત્રી છો તમારે તો હકિકતોને સ્વીકારવી જોઇએ તેના બદલે તમે શિક્ષણ માટે ગુજરાતને બદનામ કરો છો? તમારો વસતિ ગણનાનો અહેવાલ જ કહે છે ગુજરાતમાં સૌથી ઉત્તમ પ્રાથમિક શિક્ષણમાં સુધારો થયેલો છે. સર્વ શિક્ષા અભિયાનમાં તો ગુજરાત એકમાત્ર રાજ્ય છે જેને કેન્દ્ર સરકારે કોઇ સહાય નથી આપી. આવો ગુજરાતને અન્યાય કર્યા પછી પણ બદનામ કરો છો? એમ મપણ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કેન્દ્રના કારણે ગુજરાતના કપાસ ઉત્પાદકોને નિકાસબંધીથી રૂા. ૭૦૦૦ કરોડનું નુકશાન વેઠવું પડયું. પાક વીમા માટે કપાસનું પ્રિમીયમ અને મગફળીનું પ્રિમીયમ સરખું ના કર્યું તે ના જ કર્યું ત્યારે અમારી સરકારે ખેડૂતોના કપાસના પ્રિમીયમ માટેનું પેકેજ અમલમાં મૂકયું છે. તમે ખેડૂતો માટે અહીં આવીને મગરના આંસુ સારો છો?
થ્ફ્ફ્ય્શ્પ્ના કેન્દ્રના નાણાં ગેરવલ્લે જાય છે એવા જૂઠ્ઠાણાને પડકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગયા ત્રણ વર્ષમાં થ્ફ્ફ્ય્શ્પ્ના સૌથી વધુ પ્રોજેકટ ગુજરાતે આપ્યા છે અને એંસી ટકા એવોર્ડ ગુજરાત જીતી આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સેંકડો કરોડના ખર્ચે શરૂ કરેલી ઘોઘા દહેજ ફેરી સર્વિસથી સુરત અને સૌરાષ્ટ્ર જોડાશે અને આખા સૌરાષ્ટ્રની આર્થિક વ્યવસ્થા ધમધમતી થઇ જશે. તમે કલ્પસર પ્રોજેકટના નામે જનતાને ગુમરાહ કરો છો, પણ ર૬ વર્ષ સુધી નર્મદા યોજનાનું એક કાંકરીનું કામ પણ શરૂ નહોતું થયું. સ્વ. ઇન્દીરા ગાંધીએ નવ વર્ષ સુધી નર્મદા યોજનાની પર્યાવરણની ફાઇલ દબાવી દીધી અને ડો. મનમોહનસિંહની સરકારે ડેમની ઊંચાઇ વધારવાનો ઇન્કાર કરેલો, ત્યારે મારે ઉપવાસ ઉપર ઉતરવું પડેલું. હવે, ડેમના દરવાજા નાંખવાનું કામ પણ મંજૂર નથી કરતા અને હવે ગુજરાતના કલ્પસર યોજનાની ટીકા કરો છો?અમારા શાસનમાં જ કલ્પસર યોજના બનવાની છે, લખી રાખો. એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ધોલેરા લ્ત્ય્ની વિશ્વકક્ષાની યોજના અને ૧૬૦૦ કી.મી.નો સમૂદ્રકિનારો ભારતની સમૃધ્ધિનું પ્રવેશદ્વાર બની ગયો છે. આખું નવું આધુનિક સમૃધ્ધ ગુજરાત દરિયાકાંઠે ઉભંુ થઇ રહયું છે તેની ભૂમિકા આપી હતી. તમે કોંગ્રેસના રાજમાં ઉદ્યોગો માટે સરકારની જમીનના કુલ ૯૩ ટકા ગૌચરની જમીન વેચી દીધેલી અમે માત્ર ચાર ટકા ગૌચર ફાળવ્યું છે. આ જ કોંગ્રેસની ભૂતકાળની સરકારોએ રૂા. પર૦૦૦ કરોડના ટેક્ષના લાભો ઉદ્યોગોને આપેલા અમે તો ઇન્ડસ્ટ્રીઝ માટેના ઇન્સેન્ટીવની યોજના જ બંધ કરી દીધી. અમે તો ઉદ્યોગો વિકસાવ્યા તેની સામે ૩૭ લાખ હેકટર જમીન સિંચાઇથી ફળદ્રુપ બનાવી ખેતીલાયક કરી દીધી છે.
હું તો દિવસરાત ગુજરાત માટે સમર્પિત છું. મારી પ્રત્યેક ક્ષણ તમારા પ્રેમથી અભિભૂત છે એ મારી શકિત છે. હું વિશ્વાસ આપું છું કે પાંચ વર્ષ આ સરકાર નોંધારાની આધાર ગરીબોની બેલી તરીકે જ સેવા કરવાની છે. કમળ એવું ખીલવો, ગુજરાત આખું વિશ્વમાં વિકાસથી ધમધમી ઉઠે. એવી અપિલ તેમણે કરી હતી.