ર૦૧પમાં ગુજરાત પ્રવાસી ભારતીય દિવસ સમારોહનું યજમાન બનવા તત્પર

વિકાસ અને સુશાસનનું નેતૃત્વ ભારતને શકિતશાળી બનાવશે

વિશ્વભરના પ્રવાસી ભારતીયોએ સતત ચોથીવાર વિજય માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા

કોચી : પ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિડિયો કોન્ફરન્સ ઉપસ્થિતિ

સેટેલાઇટ ટેકનોલોજીનો પ્રથમવાર PBDમાં વિનિયોગ કરતું ગુજરાત

ગુજરાત સ્ટેટ સેશનમાં પ્રવાસી ભારતીયોની સૌથી વધુ હાજરી

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેરાલાના કોચી ખાતે યોજાઇ રહેલા ૧૧મા પ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતના વિકાસનો હકકદાર પ્રત્યેક ભારતીય છે કોઇપણ ભારતીય ગુજરાતના વિકાસમાં ભાગીદાર બની શકે છે. વિકાસ અને સુશાસનની રાજનીતિનો રાહ ગુજરાતે બતાવ્યો છે. હિન્દુસ્તાનને શકિતશાળી બનાવવા વિકાસ અને સુશાસન માટે યોગ્ય નેતૃત્વ વિશ્વમાં પોતાનો પ્રભાવ જમાવી શકશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનમાં વ્યસ્ત હોવાના કારણે પહેલીવાર પ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતે ઉપસિથત રહી શકયા નથી તે માટે ક્ષમા માંગતા જણાવ્યું કે ગુજરાતની તારીફ અને પ્રસંશા હવે દુનિયા કરી રહી છે. કેન્દ્રના ઓવરસીઝ અફેર્સ મિનિસ્ટર શ્રી વ્યાલાર રવિએ આ ગુજરાત સેશનમાં આવીને ગુજરાતના વિકાસની પ્રસંશા કરી અને ગુજરાત પથ્થરની લકીરમાં સ્વર્ણિમ સિધ્ધિ અંકિત કરે છે તેવું જણાવ્યું તેની નોંધ લેતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિકાસ જ હિન્દુસ્તાનને મજબૂત રાષ્ટ્ર બનાવવા અને સમસ્યાઓનું સમાધાન કરવાનો એકમાત્ર વિકલ્પ છે. ગુજરાતે રાહ બતાવ્યો છે.

ગુજરાતની જનતાએ ગુડગવર્નન્સ અને ડેવલપમેન્ટની આ સરકાર ઉપર જનવિશ્વાસની ચોથી મહોર લગાવી દીધી છે. તેનો આનંદ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના વિકાસનો હક્કદાર હિન્દુસ્તાનનો કોઇપણ નાગરિક છે. સૌને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવાનો અધિકાર છે. ગુજરાતમાં વિકાસની જીત માટે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોએ અભિલાષા વ્યકત કરેલી એથી તેમના પ્રત્યે આભારની લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

વિકાસ અને સુશાસન દ્વારા દરેક વ્યકિતને અવસર આપવા, સ્થિતિ બદલવા માટે નીતિકાનૂનોમાં સુધારા કરીને સામાન્ય માનવીના સપનાઅરમાનોને વિકાસમાં ભાગીદાર બનવા ગુજરાત સરકાર સદૈવ તત્પર છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતની આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧રપ જેટલી ઇવેન્ટમાં મહિલા સશકિતકરણ, કૃષિઆધારિત અર્થતંત્ર, સ્કીલ ડેવલપમેન્ટ અને યુવાશકિતના અવસરો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ હિન્દુસ્તાનની કિસાન શકિત, મહિલા શકિત, યુવાશકિતમાં જે સામર્થ્ય છે તેનો વિકાસમાં મહત્તમ વિનિયોગ કરવા સુયોગ્ય નેતૃત્વની જરૂર ઉપર ભાર મૂકયો હતો.

ગુજરાતનો કૃષિ વિકાસ પૂરા એક દશકથી દશ ટકાથી અધિક રહયો છે તેના કારણે ગ્રામીણ અર્થતંત્ર શકિતશાળી બન્યું છે અને કિસાનો સમૃધ્ધિના ભાગીદાર બન્યા છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પ્રવાસી ભારતીયોને ગુજરાતના પ્રવાસનપર્યટન ક્ષેત્રના વિકાસની અનુભૂતિ કરવાનું ઇંજન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત શ્નટ્રેડર્સ સ્ટેટઌમાંથી શ્નમેન્યુફેકચર્સ સ્ટેટઌ બની ગયું છે. ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રકચર, પોર્ટ લેડ ડેવલપમેન્ટ, ગેસગ્રીડ, પાવરગ્રીડ, રિવર વોટરગ્રીડ, ઓએફસી, આઇટી નેટવર્કની બ્રોડબેન્ડ કનેકટીવિટીના ર૧મી સદીના આધુનિક માળખાકીય સુવિધા વિકાસની સિધ્ધિઓ મેળવી છે.

ગુજરાતની વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ પોલીસી અનોખી છે અને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટમાં મેનપાવર, જીરો મેન ડેઇઝ લોસ, પોલીસી ડ્રિવન રિફોર્મ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, યુથપાવર જેવા અનેક નવા વિકાસના આયામોથી ગુજરાત દેશવિદેશમાં આદરસન્માનને પાત્ર બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાત પ્રવાસી ભારતીય દિવસનું ર૦૧પમાં યજમાન બનવા આતુર છે તેનું ઇજન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિદેશથી મહાત્મા ગાંધી સને ૧૯૧પમાં ગુજરાત આવેલા તેને એક સદી પૂરી થાય છે તેના સંભારણારૂપે વિશ્વભરના પ્રવાસી ભારતીયો ગુજરાતની આનબાનશાનની અનુભૂતિ કરે તે માટે સને ર૦૧પનો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ ગુજરાતમાં યોજાય તેની ભારત સરકાર અનુમતી આપશે એવી શ્રધ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

ભારતમાતાની ભકિત માટે વિકાસના ભાગીદાર બનવાનું આહ્વાન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ચૂંટણીમાં તેમની સરકારના ચોથીવારના વિજય માટે પ્રવાસી ભારતીયોએ આપેલા અભિનંદન અંગે આભાર વ્યકત કર્યો હતો.

કોચીમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રવાસી ભારતીયો સાથે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિદેશમાં વસતા ભારતીય સમૂદાયોની નવી પેઢી હિન્દુસ્તાનના વિકાસમાં ભાગીદાર બનવા ઇચ્છુક છે. તેમના સપના સાકાર કરવા છે. વિવિધ દેશોમાંથી કોચી આવેલા પ્રવાસી ભારતીયોએ મુખ્યમંત્રીશ્રી પાસેથી ગુડગવર્નન્સ અને ગ્લોબલ ડેવલપમેન્ટ માટેના વિચારો જાણવા રસપ્રદ પ્રશ્નોતરી પણ કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones