મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ચીનની ઊર્જાક્ષેત્રે અગ્રગણ્ય કંપની-ટી.બી.ઇ.એ શેનયાંગ ટ્રાન્સફોમર્સ ગ્રુપના અધ્યક્ષ શ્રીયુત યે જૂન (Mr. YE JUN)ના નેતૃત્વમાં આવેલા પદાધિકારીઓએ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં વીજળીમથકો માટે હાઇ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર્સ ઇકવીપમેન્ટ અને સોલાર એનર્જી ક્ષેત્રમાં પ્રોજેકટ સ્થાપવા માટેની તત્પરતા વ્યકત કરી હતી.
ચીન સ્થિત આ કંપનીના ચેરમેન શ્રી યે જૂને મુખ્યમંત્રીશ્રીને ગુજરાતમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે જે વૈશ્વિક હરણફાળ ભરી છે તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જણાવી ગુજરાતમાં વિકાસના ભાગીદાર બનવાની ઇચ્છા વ્યકત કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન અને ઉઘોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વેન ઉપસ્થિત રહ્યા હતા.