ન્યુજર્સી અમેરિકામાં‘‘ચાલો ગુજરાત’’વિશ્વ ગુજરાતી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીનું પ્રભાવશાળી આહવાન

 

વિશ્વભરના ગુજરાતી પ્રતિનિધિપરિવારો અને બિનનિવાસી ભારતીયોના વિશાળ સંમેલનને વિડિયો કોન્ફરન્સથી સંબોધતા નરેન્દ્રભાઇ મોદી

ભારત ૨૧મી સદીમાં વિશ્વને બાહુબળથી નહીં, બુધ્ધિબળથી જીતે

 

યુવા પેઢીના સામર્થ્યને વિકાસના નવા આયામોમાં જોડવા ગુજરાત પ્રતિબધ્ધ

 

આઇક્રિએટમાં પોતાની બૌધ્ધિક સંશોધનશકિતના ઓજ પ્રદર્શિત કરો

 

વિશ્વમાં વસતા ગુજરાતીઓને ગુજરાતચૂંટણીના લોકશાહી પર્વમાં સક્રિય યોગદાન આપવા મિત્રસ્વજનપરિચિતોને પત્ર લખે

 

જાતિવાદનાણાવાદ રાજકારણથી ઉપર ઉઠીને વિકાસની રાજનીતિને સમર્થન આપીએ

 

ગુજરાતની સરકાર ‘શાસક’ નહી જનતાની ‘સેવક’ છે !

 

ગુજરાતે વિકાસના એક દશકથી આગવી શાખ ઉભી કરી

 

ભારતમાં કેન્દ્રના શાસકોએ પરિવારવાદમાં દેશને

 

વિકાસના એક દશકામાં પાછળ ધકેલી દીધો !

 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકામાં ન્યુજર્સી ખાતે વિશ્વના વિશાળ ગુજરાતીભારતીય સમુદાયને ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ચૂંટણીના લોકશાહી પર્વમાં જાતિવાદ અને રાજકારણથી ઉપર ઉઠીને વિકાસને સમર્થન આપવાનું આહ્વાન કર્યું હતું.

‘‘૨૧મી સદીમાં વિશ્વને બાહુબળથી નહીં પરંતુ બુધ્ધિબળથી જીતવાનું સામર્થ્ય ભારતની યુવાશકિતમાં છે. અને ગુજરાત સરકારે યુવા પેઢીને વિકાસના નવા આયામોમાં સંશોધન અને બૌધ્ધિક કૌશલ્યનું તેજ પ્રગટાવવા જ્ઞ્ણૂશ્વર્ફૂીદ્દફૂ (આઇક્રિએટ)માં જોડાવાનો અવસર પૂરો પાડયો છે’’ એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ ગુજરાતી સંમેલનના ‘‘ચાલો ગુજરાત’’માં ભાગ લેવા આવેલા ગુજરાતીઓને જણાવ્યું હતું.

અમેરિકાના ન્યુજર્સીમાં આજે વહેલી સવારે સાડાપાંચ વાગે એસોસિયેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (ખ્ખ્ત્ફ્ખ્) ના ઉપક્રમે વિશ્વ ગુજરાતી પરિષદને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે વિકાસના છેલ્લા એક જ દશકમાં વિશ્વભરમાં આગવી શાખ અને આબરૂ ઉભી કરી દીધી છે અને ગુજરાત વિશે જાણવા, ગુજરાતીઓ પ્રત્યે પ્રેમઆદરભાવ વ્યકત કરવા સૌ

કોઇને ઉત્કંઠા જાગી છે. આજે અમેરિકામાં ગુજરાતગુજરાતનું વાતાવરણ સર્જાયું છે તેમાં ખ્ખ્ત્ફ્ખ્ ની ટીમના સાતત્યપૂર્વકના પુરૂષાર્થની સફળતા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રી એ ગુજરાતના વિકાસની શકિતને વિશ્વ સમક્ષ મૂકવા માટેનું શ્રેય છ કરોડ ગુજરાતીઓના સહિયારા પુરૂષાર્થ અને રાજ્ય સરકાર ‘શાસક’ તરીકે નહીં પણ જનતાની ‘સેવક’ તરીકે વિકાસમાં જનભાગીદારીને જોડે છે તેની ફલશ્રુતિમાં છે તેની સવિસ્તર ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ધરતી અને અસ્મિતાની વિશેષતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે રામાયણમહાભારતના પ્રાચિન કાળથી યુગો સુધી ગુજરાતના મહાપુરૂષોએ માનવજાતને ઉપકારક ઇતિહાસ કાર્યો કરેલા છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા વિશ્વવિભૂતિઓ અને ગુજરાતની વનવાસી દિકરી રામજી ભગવાનની ભકત શબરી અને દ્વારિકાના શ્રી કૃષ્ણની આ ભૂમિમાં આઝાદીના આંદોલનમાંથી નેતૃત્વ પ્રગટયું હતું. સરદાર પટેલે તો ૫૦૦ રજવાડાનું વિલિનીકરણ કરીને કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અખંડ હિન્દુસ્તાન બનાવ્યું હતું. દેશની એકતાના લોહપુરૂષ સરદાર પટેલની પાસે જો કાશ્મીરની બાબત કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે હોત તો કાશ્મીરની સમસ્યા સર્જાઇ જ ના હોત. દેશવાસીઓની નાડ પારખનારા અને સમસ્યાઓનું સમાધાન કરવાની અદભૂત કૂનેહ ધરાવતા સરદાર સાહેબ કોંગ્રેસના હતા પરંતુ, આઝાદી પછી કોંગ્રેસ શાસક બની ગઇ અને પરિવાર ભકિત તથા પરિવારવાદમાં દેશને પારાવાર નુકશાન પહોંચાડયું છે. આઝાદી કાજે ત્યાગ, તપસ્યા અને બલિદાનની જીંદગી ખપાવી દેનારાના ઇતિહાસને ભૂલાવી દેવામાં આવ્યો છે. આજે પણ દેશના શાસકોમાં ‘પરિવારવાદ’ અને ‘શાસક’ નો અહ્મભાવ હોવાથી ભારતની શકિતનો વિકાસમાં વિનિયોગ થતો નથી અને ૨૧મી સદીના પ્રથમ દશકમાં ભારત શકિતશાળી બનવાને બદલે પાછળ પડી ગયું છે. આ શાસકોનો પરિવારવાદ ભારતને આગળ લઇ જવામાં મોટી રૂકાવટ બની ગયો છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત તો ‘બહુરત્ના વસુંધરા’ છે આપણા યુવાનો ઇન્ફરમેશન ટેકનોલોજીની બુધ્ધિ સંપદાથી વિદેશોમાં છવાઇ ગયેલા છે. ભારતનો કિસાને તેના પુરૂષાર્થ અને મજદૂરે તેના પરિશ્રમથી દેશના વિકાસમાં પોતાનુ યોગદાન આપવાની ક્ષમતા પુરવાર કરી છે. ભારતવાસીઓમાં જે સામર્થ્ય છે તેને અવસર આપવામાં કેન્દ્રનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે ત્યારે દેશની આ નિરાશાજનક સ્થિતિ પણ બદલી શકાય છે એવી આશા અને વિશ્વાસ ગુજરાતે જગાવ્યો છે તેની વિગતે રૂપરેખા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી.

ગુજરાતના વિકાસની ચારે કોર ચર્ચા થાય છે એનું ગૌરવ જે રાજનૈતિક દળને ગમતું નથી તેઓ એવો અપપ્રચાર કરે છે કે ગુજરાત તો પહેલેથી વિકસીત હતું જ. આ ભ્રામક વાતનો છેદ એ રીતે ઊડી જાય છે કે તો ગુજરાતના વિકાસની ચર્ચા કેમ આગાઉ કયારેય થઇ છે ખરી ? શા માટે ઇન્દુલાલ યાજ્ઞિક જેવાએ મહાગુજરાત આંદોલન કરવું પડેલું ? શા માટે રાજ્યના ભ્રષ્ટાચારી શાસક વિરૂધ્ધ જનતાએ નવનિર્માણ આંદોલન કરવું પડેલુ ? ભૂતકાળમાં ગુજરાતના શાસકો એવા લોકો હતા જેમણે ગુજરાતને વિકાસના બદલે તબાહીમાં ધકેલી દીધું હતું. આવા પરિબળોને આપણે સજાગ રહીને પડકારવા પડશે. આજે દિલ્હીમાં બેઠેલા શાસકોએ ૨૧મી સદી હિન્દુસ્તાનની બનાવવાને બદલે હિન્દુસ્તાનને ટેઇક ઓફ થતા જ નીચે પાડી દીધું છે !

ગુજરાત આજે લગાતાર ૧૦.૭ ટકા નો કૃષિ વિકાસદર આગળ વધારી રહ્યું છે. શ્વેતક્રાંતિમાં ગ્રામ્યનારી શકિતએ પશુપાલન ક્ષેત્રે પોતાનું સામર્થ્ય બતાવીને દૂધના ઉત્પાદનમાં ૬૮ ટકાની વૃધ્ધિનો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતના કિસાનોએ દેશના અનાજના ભંડારો ભરીને ભૂખ્યાને ભોજન પુરૂ પાડયું છે. ગુજરાતના મજદૂર શ્રમિકોએ ગુજરાતને લેબર અનરેસ્ટ શ્રમિક અશાંતિ માંથી મૂકત રાખ્યું છે. ગુજરાતની આ સરકારે ‘શાસક’ભાવથી નહીં પરંતુ ‘સેવક’ ભાવથી વિકાસમાં જનશકિતને પ્રેરિત કરી છે.

ગુજરાતના વિકાસમાં માવનસંસાધન વિકાસ માટેની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, ટિચર્સ યુનિવર્સિટી જેવી વિશ્વની યુવાશકિતને નવા અવસરો પૂરા પાડતી શિક્ષણ પધ્ધતિ તથા મેડિકલ, ઇજનેરી અને સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં વિશાળ સુવિધાઓની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

દેશનું ભાવિ યુવાનો છે અને હોનહાર યુવા બુધ્ધિ સંપદાને તેની શોધસંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પણ ગુજરાતે જ પહેલ કરીને આઇક્રિયેટ જેવું યુવા ઉદ્યમશિલો માટે ઇન્કયુબેશન સેન્ટર વર્લ્ડ કલાસ લેવલનું બનાવવા પણ સરકાર પ્રતિબધ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરના ગુજરાતીઓને લોકતંત્રના પર્વ સમાન ચૂંટણીમાં સક્રિય ભૂમિકા નિભાવવા અને રાજકારણ, જાતિવાદ, પરિવારવાદથી ઉપર ઉઠીને વિકાસને સમર્થન આપવા પોતાના સ્વજનમિત્ર વર્તુળને પત્ર મોકલીને અભિયાનમાં જોડવાનું નવતર આહ્વાન કર્યું હતું. તેમણે ગુજરાતમાં ગુટખામૂકિત અભિયાનને પણ ટેકો જાહેર કરવા મોબાઇલ મિસકોલએસ.એમ.એસ. કરવા પ્રેરણા આપી હતી. મુખ્ય મંત્રીશ્રીના આ પ્રભાવશાળી સંબોધનને અભૂતપૂર્વ ઉત્સાહથી વધાવી લેતા ‘ચાલો ગુજરાત’ની આ વિશ્વ ગુજરાતી પરિષદના વિશાળ સમૂદાયે સ્ટેન્ડીંગ આવેશન આપ્યું હતું.

ખ્ખ્ત્ફ્ખ્ ના કન્વીનર શ્રી સુનિલ નાયકે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને ગુજરાતના સિંહ સમાન ગણાવી ગુજરાત વિકાસનું વિશ્વને દર્શન કરાવવાનું શ્રેય નરેન્દ્રભાઇ મોદીને આપ્યું હતું.

પીઆરઓ /ઉદય વૈષ્ણવ / કૌશિક મહેતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.