ભૂકંપ સહાય અંગે નૂકશાનીના સર્વેનું કામ યુધ્ધના ધોરણે પુરૂં થશે

રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર આપત્તિ વ્યવસ્થાપન માટે સંવેદનાથી ખડે પગે સહભાગી થયું છે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બપોરે જૂનાગઢ જિલ્લામાં, ગુરૂવારની રાત્રે આવેલા ભૂકંપથી અસરગ્રસ્ત ગામોની મૂલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, ભૂકંપનો ભોગ બનેલા ગામોમાં યુધ્ધના ધોરણે નુકશાનીના સર્વેનું કામકાજ પુરૂં કરાશે અને રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર પૂરી સંવેદનશીલતાથી આપતિગ્રસ્તોને સહાય કરવા તત્પર રહેશે. શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે બપોર બાદ જુનાગઢ જિલ્લામાં ભૂકંપનો સૌથી વધારે અસર ધરાવતા માળિયા હાટિના અને તાલાળા તાલુકાના ગામોમાં પહોંચી જઇને પીડિતોના દુઃખમાં સહભાગી બન્યા હતા. તેમણે આપત્તિપીડિતોના પરિવારોની પૃચ્છા કરી હતી અને તેઓ ઇજામાંથી જલદી સાજા થઇ જાય તેવી સાંત્વના આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ લાડુડી અને જલંધર ગામોમાં જઇને ભૂકંપ દરમ્યાન સમગ્ર ગ્રામજનોએ બતાવેલા હિંમત અને ખમીરને બિરદાવતા જણાવ્યું કે ગીરના સાવજની ખૂમારી ધરાવતી આ ભૂમિ ઉપર ભૂકંપ જેવી ભયાનક કુદરતી આફતમાં પણ ગ્રામજનો ડર્યા નથી. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુરૂવારની રાત્રે સદ્દભાવના મિશનના અભિયાનમાંથી તેઓ નવસારીથી આવ્યા ત્યારે મોડી રાત્રે ભૂકંપની કુદરતી આપત્તિના સમાચાર મળતાં જ તેમણે સમગ્ર જિલ્લા અને તાલુકાતંત્રને આપત્તિ વ્યવસ્થાપનની તમામ તત્કાલ બચાવ રાહત કામગીરી સાથે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જવાના આદેશો કર્યા હતા. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર જનતાની પડખે ઊભું રહેવાનું છે અને જરૂરી તમામ સહાય કરવામાં તત્પરતા દાખવશે. મુખ્યમંત્રીશ્રીએ તંત્રની સજાગતા અને ગ્રામજનોના સહયોગને કારણે સદનસિબે કોઇ જાનહાનિ થઇ નથી તેમ જણાવી સહાય માટે નુકશાનીના સર્વેનું કામ ઝડપભેર પૂર્ણ થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આ પ્રવાસમાં જળસંપત્તિ રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, સંસદીય સચિવ શ્રી લવજીભાઇ રાજાણી, જિલ્લા કલેકટરશ્રી આશુતોષ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક પણ જોડાયા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.