મુખ્ય મંત્રીશ્રી
અતિ આધુનિક અને ઉત્તમ શષા સરંજામથી ભારતીય સુરક્ષા દળોને સશકત બનાવવા ડિફેન્સ ઈકવીપમેન્ટ એન્જીનીયરીંગ રિસર્ચ માટે તજજ્ઞોને આહ્વાન
ગુજરાત ડિફેન્સ ઇક્વીપમેન્ટ ટેકનોલોજી રિસર્ચ માટે પ્રોત્સાહન આપવા તત્પર
પ્રખર વૈજ્ઞાનિક પ્રો. એમ.જી.કે. મેનનનું પણ બહુમાન કર્યું
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય સુરક્ષા દળોને સ્વદેશી ઉત્પાદનના આધુનિકતમ શષા સરંજામથી સર્વાધિક સશક્ત બનાવવા માટે ડિફેન્સ ઇકવીપમેન્ટ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી રિસર્ચ (સુરક્ષા માટેના આધુનિકતમ શષા-ઉપકરણો માટેના શ્રેષ્ઠ ઇજનેરી સંશોધનો) હાથ ધરવા તજજ્ઞો અને રક્ષા-વૈજ્ઞાનિકોને આહ્વાન કર્યું હતું. આજે આણંદ જિલ્લાના ચાંગામાં ચારૂસત યુનિવર્સિટી સંકુલમાં ભારતના ઔદ્યોગિક સંશોધનો માટે યશસ્વી પ્રદાન કરનારા 25 વૈજ્ઞાનિકોને પ્રતિષ્ઠિત વાસ્વિક એવોર્ડઝ એનાયત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત સરકાર સર્વોત્તમ ગુણવત્તા ધરાવતા ડિફેન્સ ઇકવીપમેન્ટ માટેની ટેકનોલોજી, રિસર્ચ અને મોર્ડન એન્જીનિયરીંગ મેન્યુફેકચરીંગ ક્ષેત્ર વિકસાવવા તત્પર છે.
મુંબઇના વિવિધલક્ષી ઔદ્યોગિક સંશોધન વિકાસ કેન્દ્ર -સ્ખ્લ્સ્ત્ધ્- ના ઉપક્રમે 25 વૈજ્ઞાનિકોને ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ વાસ્વિક એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં ભારત પ્રસિધ્ધ વૈજ્ઞાનિક પ્રો.એમ.જી.કે.મેનનનું સન્માન - અભિવાદન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજી રિસર્ચના સેકટરને માટે યુવાશકિતની પ્રખર બૌધ્ધિક સભા સાથે જોડીને માનવ સંસાધન વિકાસ (ણ્ય્ઝ)માં પણ સંશોધનના નવા આયામો માટે યુવાનોને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં માત્ર ઔદ્યોગિક વિકાસ અને મૂડીરોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું પરંતુ વિશ્વની પ્રતિષ્ઠિત એવી 40 જેટલી યુનિવર્સિટીઓને આમંત્રીને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી જેના પરિણામે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં નોલેજ-રિસર્ચના સહયોગ માટે મહત્વની સમજૂતિના કરારો સંપન્ન થયા હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આજે દુનિયામાં ટેકનોલોજી રિસર્ચ સાયન્ટીફિક રિસર્ચ માટેની પેટન્ટ લેવાની સ્પર્ધાનો યુગ શરૂ થયો છે અને 21મી સદીને હિન્દુસ્તાનની સદી બનાવવા ભારત વિશ્વના સૌથી યુવાન દેશ તરીકે તેની યુવાશકિતને ટેકનોલોજીમાં સર્વોપરિતા પ્રસ્થાપિત કરવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ ઉભૂં થવું જોઇએ અને એન્જીનિયરીંગ રિસર્ચના ક્ષેત્રને પ્રાધાન્ય આપવું જોઇએ. ગુજરાત એશિયામાં ઓટોહબ તરીકે વિકસી રહ્યું છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ઓટોમોબાઇલ્સ મેન્યુફેકચરીંગ સેકટરમાં ગુજરાતના સ્કીલ ડેવલપમેન્ટમાં અગ્રેસર યુવાશકિતને કેમિકલ્સ અને ફાર્મસીના રિસર્ચની જેમ ઓટો એન્જીનિયરીંગ એજ્યુકેશન રિસર્ચ માટે પ્રોત્સાહન પૂરું પાડવાની નેમ વ્યકત કરી હતી. એપલ કોમ્પ્યુટર ટેકનોલોજીના સહસ્થાપક સ્વ.સ્ટીવ જોબ્સનું દ્રષ્ટાંત આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોમ્પ્યુટર ટેકનોલોજીથી દુનિયા બદલવાની કેટલી તાકાત એક વ્યકિતના સંશોધનથી આવી શકે છે તેનો સ્ટીવ જોબ્સ જીવંત પુરાવો છે.
નવીનતાસભર સંશોધનોથી સામાન્ય માનવીના જીવનમાં ગુણાત્મક પરિવર્તનો આવી શકે છે અને માનવજાતની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે એ હેતુને ધ્યાનમાં લઇને ગુજરાતે ઇનોવેશન કમિશન કાર્યરત કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું. શ્રી નારાયણમૂર્તિના તજણ માર્ગદર્શનમાં ગુજરાત સરકારે શ-ણૂશ્વફર્ૂીદ્દ (આઇ ક્રિએટ) વર્લ્ડકલાસ ઇનોવેશન એન્ડ ઈકયુબેશન સેન્ટર શરૂ કર્યું છે જેમાં યુવા ઉદ્યમશીલતા અને પ્રતિભાસંપન નવા આયામો માટેની યુવાશકિતને તેના સપના સાકાર કરવા પૂરતી મદદ કરાશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જમની અને પાણી જેવા કુદરતી સંસાધનોના વિકાસ માટેના મહત્તમ વિનિયોગ અંગે ગુજરાત સરકારે અપનાવેલી નૂતન પહેલનું પે્રરક દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે રણકાંઠાની જમીન ઉપર વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક આકાર લઇ રહ્યો છે અને નર્મદા કેનાલના બ્રાન્ચ નેટવર્ક ઉપર સોલાર એનર્જીની પેનલો ઉભી કરીને પ્રત્યેક એક કીલોમીટરની કેનાલ ઉપર એક મેગાવોટ સૂર્ય-શકિતથી વીજળી પેદા કરવાનો પાઇલોટ પ્રોજેકટ હાથ ધરાશે.
વિશેષમાં કેનાલમાં વહેતી જળરાશિમાં મીની હાઇડ્રોટર્બાઇન ટેકનોલોજીથી વર્ષે એક કરોડ લીટર પાણીની બચત બાષ્પીભવનથી અને વધારાની વીજળી પેદા કરી શકાશે. આપણા સમાજમાં પરિવર્તનો માટેના સંશોધનોની ભીતરમાં ઉર્જાશકિત ધબકતી જ હોય છે ત્યારે વૈજ્ઞાનિકો અને સંશોધકો જીવનભર તપસ્યા કરીને પોતાના જ્ઞાનને માનવજાતના વિકાસ માટે સમર્પિત કરતા રહે છે. આવા યશસ્વી વિજ્ઞાનીઓને એવોર્ડ વિજેતા બનવા માટે તેમણે અભિનંદન આપ્યા હતા. ‘વાસ્વિક' સંસ્થાના પ્રમુખ શ્રી મોહનભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, આપણા દેશના આર્થિક ક્ષેત્રે તેમજ સ્વનિર્ભર ક્ષેત્રમાં નેત્ર દીપક સંશોધનો થકી રાષ્ટ્ર સેવા કરનારા વૈજ્ઞાનિકોનું સન્માન કરવાનો આ અવસર છે.
સાયન્સ ટેકનોલોજીના ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપનાર વૈજ્ઞાનિકોને 25 જેટલા એવોર્ડઝ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવનાર છે. દરેક એવોર્ડ રૂા.1 લાખનો છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાતે વિજ્ઞાન ટેકનોલોજી અને ઔદ્યોગિક સંશોધન ક્ષેત્રે અદભૂત પ્રગતિ હાંસલ કરી છે. આ અવસરે રાષ્ટ્રના ત્રણ યશસ્વી મહિલા વૈજ્ઞાનિકોને પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પારિતોષિકો અપાયા હતા. ચારૂસત યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વાસ્વિકના સલાહકાર બોર્ડના ચેરમેન તથા સુપ્રસિધ્ધ વિજ્ઞાની પ્રો.એમ.એમ.શર્માએ ‘‘આર્થિક વિકાસ માટેના નૂતન સંશોધનો'' પર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાતની શાસનધૂરા સંભાળ્યાના દસ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરી રાજ્ય અને રાષ્ટ્રને નૂતન રાહ ચિંધવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિત, ધારાસભ્ય શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, શ્રી દેવુંસિંહ ચૌહાણ, શ્રી કનુભાઇ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જશવંતસિંહ સોલંકી, જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકા સિંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.