1 ડિસેમ્બર-૨૦૧૧થી ગુજરાતમાં વેટ રજીસ્ટ્રેશન પ્રક્રિયા વધુ સરળ-ઝડપી અને પારદર્શી બનશે

વેટ રજીસ્ટ્રેશન માટેની અરજીના મહત્તમ ૩ દિવસમાં જ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર મળશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં વેપાર ઊઘોગ ક્ષેત્રના વ્યાપક હિતમાં આગામી 1 ડિસેમ્બર-ર૦૧૧થી વેટ રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ ઝડપી અને પારદર્શી બનાવવાનો નિર્ણય કર્યો છે. નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ મહત્વના નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વેટ રજીસ્ટ્રેશનની આ સરળ પધ્ધતિ અન્વયે રજીસ્ટ્રેશન માટે અરજી મળ્યા બાદ વધુમાં વધુ માત્ર ૩ જ દિવસમાં પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર આપી દેવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં આગામી તા. 1 ડિસેમ્બરથી અમલમાં આવનારી આ પ્રક્રિયા માટેની અરજીઓ રાજ્યભરના તમામ ધટકોમાં સ્વિકારવામાં આવશે અને વિશેષમાં છ મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર તથા ભાવનગરમાં વધુ સુવિધા અને સરળતા હેતુથી વિશેષ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. શ્રી સૌરભભાઇ પટેલે વેટની આ નવી સરળ પધ્ધતિની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું કે, તમામ વિગતો સાથેની સંપૂર્ણ અરજી મળેથી Provisional Registration નંબર Generate કરીને આપવામાં આવશે. નોંધણી અરજીની સાથે નિયત રકમની જામીનગીરી પણ રજૂ કરવાની રહેશે.

નોંધણી અરજીની સાથે નકકી કરેલા પ્રમાણિત લધુત્તમ જે દસ્તાવેજો આપવાના રહેશે તેની વિગતો આપતાં શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે વ્યકિતગત અથવા પેઢીની ઓળખ માટે ફોટોગ્રાફ ઉપરાંત Passport, Election Card, PAN Card, Driving License કે UID પૈકી કોઇપણ એક પૂરાવો આપવાનો રહેશે. રહેઠાણ અંગે Election Card, છેલ્લાં વીજળી બીલ અથવા છેલ્લા Landline Telephone બીલ આ ત્રણ પૈકી એક પૂરાવો આપવાનો રહેશે. નાણાં રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ધંધાના સ્થળ માટે ધંધાની માલિકી અથવા તો ભાડાવાળી જગ્યા માટે કોર્પોરેશન/નગરપાલિકા/ગ્રામ પંચાયતનું Tax Bill, સબ-રજીસ્ટ્રારની અનુક્રમણિકા-ર ની નકલ, ભાડાથી લીધેલ મિલકતનો લીઝ દસ્તાવેજ અથવા સંમતિ પત્ર, ગ્રામ પંચાયત અથવા ગુમાસ્તા ધારાનું પ્રમાણપત્ર, Private / Public Limited ના કિસ્સામાં Registrar of Companies નું પ્રમાણપત્ર. જ્યારે ભાગીદારી પેઢી/HUF ના કિસ્સામાં તે અંગેના સંબંધિત દસ્તાવેજની નકલ જેવા દસ્તાવેજો પૈકી કોઇ પણ એક પૂરાવો માન્ય રહેશે.

નાણાં રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, Registration પ્રમાણપત્ર આપવા માટે Provisional Registration આપ્યા પછી ૬૦ દિવસની અંદર ધંધાના સ્થળની રૂબરૂ મુલાકાત લઇને દસ્તાવેજોની ચકાસણી બાદ જો તે યોગ્ય જણાશે તો વેટ રજીસ્ટ્રેશનનું કાયમી પ્રમાણપત્ર Issue કરવામાં આવશે. શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે આ નવી સરળ પ્રક્રિયા અંતર્ગત અરજદારના ધંધાના સ્થળની રૂબરૂ મૂલાકાત ૬૦ દિવસની મર્યાદામાં વેટ વિભાગ દ્વારા લઇને દસ્તાવેજોની ચકાસણી ન થઇ શકે તેવા કિસ્સામાં પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબરને આપોઆપ કાયમી નંબરમાં ફેરવી નોંધણી પ્રમાણપત્ર ઇસ્યૂ કરવામાં આવશે. આ યોજના માટે જરૂર પડયે VAT કાયદા અને નિયમોમાં તાત્કાલિક સુધારાઓ હાથ ધરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi