જાપાન અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક વિશ્વસનિય સંબંધોના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે નરેન્દ્રભાઇ મોદી
જાપાન પ્રવાસનો સંખ્યામૂલક વિક્રમ પ્રવાસ
ચાર દિવસમાં ૬પ કાર્યક્રમો
- ર૦૦૦ પદાધિકારીઓની સાથે રૂબરૂ મૂલાકાત થઇ
- પાંચ રાજ્યોનો પ્રવાસ
- ૭ મંત્રીશ્રીઓ સાથે બેઠકો
- ત્રણ સેમિનાર
- એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
- શ્રેણીબધ્ધ વનટુવન બેઠકો
જાપાનનો અભૂતપૂર્વ સફળ પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમદાવાદ આવવા રવાના
શુક્રવાર- કોબે પોર્ટનો નિરીક્ષણ પ્રવાસ
- કોબે ગવર્નરમેયરશ્રી દ્વારા ભવ્ય વિદાયમાન
- કોબે પોર્ટના ધોરણે ગુજરાત મોડેલ પોર્ટ સિટી વિકસાવશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત બિઝનેસ ડેલીગેશન જાપાનનો ચાર દિવસનો અપૂર્વ સફળ પ્રવાસ પૂરો કરી શુક્રવારે બપોર બાદ અમદાવાદ પરત આવવા કોબેથી રવાના થયું હતું.
જાપાન અને ગુજરાત વચ્ચે વિશ્વાસની નવી ઊંચાઇઓને પ્રસ્થાપિત કરતા મુખ્યમંત્રીશ્રીના આ પ્રવાસથી બંને વચ્ચે પારસ્પરિક સહભાગીતાના નવા ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ થઇ ગયો છે એમ મુખ્યમંત્રીશ્રીએ કોબેના ગવર્નર અને મેયરશ્રી આયોજિત ભવ્ય વિદાયમાન સમારંભમાં જાપાન સરકાર અને જનતાની સ્નેહવર્ષા અને અભૂતપૂર્વ ઉષ્માસભર સત્કારના પ્રતિભાવરૂપે આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું.
ચાર દિવસના આ જાપાન પ્રવાસમાં પાંચ રાજ્યોટોકીયો, હામામાત્સુ, એઇચીનાગોયા, ઓસાકા અને કોબેહાયોગોમા મુખ્યમંત્રીશ્રીએ કુલ મળીને ૬પ જેટલા કાર્યક્રમોબેઠકો, સેમિનારરાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, અભિવાદન સમારોહમાં સંબોધન કર્યા હતા. ચાર દિવસમાં તેમણે ર૦૦૦થી વધારે જાપાની પદાધિકારીઓ, કંપનીસંચાલકો, ઉદ્યોગકારો, ફાઇનાન્સ બેંકીંગ કંપનીઓના મહાનુભાવોને રૂબરૂ મળીને ગુજરાતમાં જાપાન માટે વિકાસની ભાગીદારીની અસીમ સંભાવનાઓની ભૂમિકા આપી હતી. જાપાન સરકારના સાત વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથે તેમણે ફળદાયી બેઠકો યોજી હતી.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાપાન પ્રવાસથી પરત આવતાં પૂર્વે આજે સવારે કોબે પોર્ટની નિરીક્ષણ મૂલાકાત લીધી હતી. ગુજરાતના બિઝનેસ ડેલિગેશન સાથે કોબે પોર્ટના ઇન્ટરનેશનલ પોર્ટ સિટીમાં ગુરૂવારનું રાત્રી રોકાણ કરીને શુક્રવારે સવારે એક કલાક સુધી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મરીનબોટમાં કોબે પોર્ટની સ્થાપનાથી પ્રગતિયાત્રાના પ્રારંભથી અત્યાર સુધીના પોર્ટ ડેવલપમેન્ટ અને વિદેશ વ્યાપારની કાર્ગો ટ્રાફિકની ગતિવિધિઓની માહિતી મેળવી હતી.
૧૯૯પના વિનાશક ધરતી કંપથી તારાજ થયેલું કોબે પોર્ટ માત્ર બે જ વર્ષમાં નવનિર્મિત કરવાની અપૂર્વ સફળતા જાપાનના પુરૂષાર્થની શકિતની પ્રતીતિ કરાવે છે.
ગુજરાતમાં ધોલેરા લ્ત્ય્ના ઇન્ટરનેશનલ પોર્ટ સિટીનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે અને શાંધાઇ કરતા પણ મોટું ધોલેરા પોર્ટ સિટી લ્ત્ય્ પ્રોજેકટ તરીકે સર્જન કરવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર છે. કોબેનું એરપોર્ટ પણ મરીન એર તરીકે જાહેર થયેલું છે.
કોબેના બંદરીય વિકાસની પ્રાચિન મહિમાવંત યાત્રા ઇ.સ.૮૧ર થી શરૂ થઇ હતી જે ‘મૂકોનોમિનાયે’ નામે ખ્યાતનામ બંદર હતું. ગુજરાતનું ધોલેરા બંદર પણ પ્રાચિન સમયમાં વિશ્વવેપારથી ધમધમતું હતું જે કાળક્રમે બંધ પડેલું છે અને હવે મુખ્યમંત્રીશ્રીએ ધોલેરા લ્ત્ય્ સાથે ધોલેરા ઇન્ટરનેશનલ લેવલનું પોર્ટસિટી બને અને અમદાવાદ સુધી મરીન ટ્રેડ એકટીવિટીનું નેટવર્ક વિસ્તારીને જાપાન અને ભારતના દિલ્હીમુંબઇઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને સંલગન્ ઝ઼પ્ત્ઘ્પ્રોજેકટને ધોલેરા લ્ત્ય્ સાથે જોડીને અમદાવાદધોલેરાભાવનગરકલ્પસરનો આખો કોસ્ટલ કોરિડોર વિકસાવવાનું ભગીરથ સપનું શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે, જેમાં ધોલેરા બંદરની પ્રાચિન જાહોજલાલીનું વિઝન સાકાર થવાનું છે. ગુજરાતના સમુદ્રકાંઠાને ભારતના વિશ્વવેપારનું અને એશિયાયુરોપ વચ્ચે વિશ્વ વાણીજ્યનું કેન્દ્ર બિન્દુ પણ બનાવવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ કોબે ઇન્ટરનેશનલ પોર્ટ સિટીનો અનુભવ ધ્યાને રાખીને ગુજરાતમાં મોડેલ પોર્ટ સિટી બનાવવાનો નિર્ધાર કરેલો છે.
જાપાનના ચાર દિવસના પ્રવાસ પછી સ્વદેશ પરત ફરી રહેલા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત બિઝનેસ ડેલીગેશનના ભવ્ય વિદાયમાનરૂપે કોબેના ગવર્નર શ્રીયુત ટોશિઝો ઇડો અને વાઇસ ગવર્નરશ્રીએ ભોજનસત્કાર સમારોહનું આયોજન કર્યું હતું.
હાયોગો ગવર્નર હાઉસમાં મુખ્યમંત્રીશ્રીનો ઉષ્માસભર સત્કાર કરતાં શ્રીયુત ટોશિઝો ઇડો એ તેમના ગુજરાત પ્રવાસર૦૧૦ના સંસ્મરણો, ભૂકંપ વખતે કચ્છની પ્રજાના દુઃખમાં આપત્તિ વેળાએ સહભાગી બનીને હાયોગોકોબેના પ્રાન્તની સરકાર અને પ્રજાએ ભચાઉમાં સ્કુલ એન્ડ બોર્ડંિગનું નિર્માણ કરેલું તેને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેકટર અને પોર્ટ ડેવલપમેન્ટમાં ગુજરાતને ઝ઼પ્ત્ઘ્ પ્રોજેકટમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ર૦૦૭માં કોબેના પ્રવાસ અને હાયોગોકોબેના ગવર્નર શ્રીયુત ઇડોના ર૦૧૦ના ગુજરાત પ્રવાસના સંસ્મરણોની ભૂમિકા આપી જણાવ્યું કે કોબે અને ગુજરાત વચ્ચે માત્ર કુદરતી આપત્તિની સામ્યતા જ નથી, પણ વિકાસ માટેની ભાગીદારીના અનેક નવાં ક્ષેત્રો વિકસી રહે તેવી ઉજ્જવળ સંભાવના છે. આ સંદર્ભમાં ગુજરાતમાં નાગરિક કર્તવ્ય ધર્મને આપત્તિ વ્યવસ્થાપન માટે ઉજાગર કરતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ મ્યુઝિયમનું નિર્માણ કરવા, કોબે પોર્ટના મોડેલ ઉપર ગુજરાતમાં મોડેલ પોર્ટ સિટીનું નિર્માણ થાયઝ઼પ્ત્ઘ્ પ્રોજેકટ દ્વારા ગુજરાતમાં પણ જાપાનની અનુશાસિત કાર્યસંસ્કૃતિ સર્જવા, ટેકનોલોજી અને ટેલન્ટનો સમન્વય કરવા, ગુજરાત એશિયાનું ઓટો હબ બની ગયું છે ત્યારે ઓટોમોબાઇલ્સ સેકટરમાં લઘુમધ્યમ ઉદ્યોગો માટેનો સંતુલિત વિકાસ અને સ્કીલમેનેજમેન્ટ વર્ક ફોર્સ ઉભો કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ કોબેના ગવર્નરશ્રીનો સહયોગ લેવાની ભાવના વ્યકત કરી હતી. જાપાનની હાર્ડવેર આઇ.ટી.ની ક્ષમતા અને ગુજરાતની સોફટવેર ટેલન્ટનો સમન્વય કરીને સાઇબર ક્રાઇમ સામે રક્ષાછત્રનું સંશોધન હાથ ધરવા પણ મુખ્યમંત્રીશ્રીએ તત્પરતા વ્યકત કરી હતી.
બપોર બાદ ગુજરાત ડેલીગેશન અમદાવાદ આવવા રવાના થયું હતું.
જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધોનું ખૂબ જ સફળ વેલ્યુએડિશન કરતો મુખ્યમંત્રીશ્રીનો આ જાપાનપ્રવાસ અનેકવિધ વિકાસના નવા ક્ષેત્રોની ક્ષિતિજો સાકાર કરશે