મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના શિક્ષકોને શિક્ષણલક્ષી અને બાળકોના વિકાસકેન્દ્રી એવા નવીનતાસભર અને સર્જનાત્મક શૈક્ષણિક પ્રયોગો માટે નેતૃત્વ લેવાનું સ્વર્ણિમજ્યંતી વર્ષ નિમિત્તે પ્રેરક આહ્‍વાન કર્યું છે.

બાયસેગના ઉપગ્રહ સંચાર માધ્યમથી ગુજરાતના બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો સાથે પ્રેરણાદાયી શૈક્ષણિક સંવાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકો અને શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાસભર સુધારણા માટેના નવીનત્તમ પ્રયોગો અને ઉત્કૃષ્ઠ આવિષ્કારો માટે પ્રોત્સાહક પુરસ્કારો આપવાની યોજનાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.

શિક્ષણ વિભાગ આયોજિત “શિક્ષક સજ્જતા તાલીમઃર૦૧૦”ના આ પાંચ દિવસના જ્ઞાનસત્રના પ્રારંભે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ અને શિક્ષક વિષયક નવું ચિન્તન રજૂ કરતાં જણાવ્યું કે વીસમી સદીના છેલ્લા દાયકાના શિક્ષક અને ર૧મી સદીના પ્રથમ દશકાના શિક્ષક અને શિક્ષણ વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. શિક્ષકે આવતીકાલની સંસ્કાર પેઢીના ધડવૈયા તરીકે નિરંતર સતત વહેતા જ્ઞાનના ઝરણાંરૂપે સમાજના સ્વાસ્થ્ય અને બાળ વ્યકિતત્વના વિકાસ માટે ધર્મ બજાવવાનો છે.

સ્વર્ણિમ ગુજરાત જ્યંતી વર્ષમાં “ગુણોત્સવ” શિક્ષક માટે સંસ્કાર સહજ સ્વભાવ બને એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રથમ “ગુણોત્સવ”માં સાચા અર્થમાં શિક્ષકોએ સ્વમૂલ્યાંકન કર્યું હતું અને સમગ્ર દેશમાં ગુજરાતનાં “ગુણોત્સવ” શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે અને શિક્ષક દ્વારા નવા પ્રાણ પૂરવા માટે બની રહેશે એવો વિશ્વાસ જાગ્યો છે.

શિક્ષણમાં ઉત્તમ પ્રયોગોથી નવી પેઢીનું ધડતર કરવા માટે “ગુણોત્સવ”ને ચેતનાસભર બનાવવા તેમણે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

શૈક્ષણિક સજ્જતા માટેની તાલીમના નિરંતર આયામનું મહત્વ રજૂ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષક, મનની તંદુરસ્તીથી તાલીમ આત્મસાત કરશે તો જ સમાજના આરોગ્યને જાળવવા માટે સુસજ્જ શૈક્ષણિક ધર્મ બજાવી શકશે.

વીસમી સદીના છેલ્લા દશકામાં શિક્ષણનું વાતાવરણ ન હોય તેવી ધણી શાળાઓ હતી પરંતુ એકવીસમી સદીના દશકામાં ધીરેધીરે સ્થિતિમાં બદલાવ આવ્યો અને “ગુણોત્સવ”ના અભિયાનને જોતાં એવો વિશ્વાસ જાગ્યો છે કે અનેક શિક્ષકો એવા છે જેમણે શિક્ષણ પાછળ તપસ્યારૂપે જીવન ખપાવી દીધું છે. આપણા “ગુરૂજન” એવા પૂર્વજોએ શિક્ષકના આદરની જે પરંપરા ઉભી કરી હતી તેવી શ્રધ્ધાથી વિઘાર્થીઓ આજે પણ શિક્ષક પ્રત્યે ભરોસો રાખે છે, જેણે જીવનમાં સિધ્ધિઓ અને સફળતા મેળવી છે. પરંતુ આ ગુરૂજનના આદરની પરંપરા શિક્ષકોએ જાળવી છે કે કેમ તેનું આત્મમંથન કરવું જોઇએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

માનવ સંસાધન માટે તાલીમ નિરંતર વહેતા ઝરણા જેવી પ્રાણવાન પ્રક્રિયા છે, એમ તેમણે ચાણકયના શિક્ષક તરીકેના દ્રષ્ટાંતો આપી જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ ગુજરાત ઉજવણી વર્ષ દરમિયાન શિક્ષકોને “વાંચે ગુજરાત” અભિયાનનું નેતૃત્વ કરવા, ગુજરાતી ભાષા શબ્દશૈલી માટેની વકતૃત્વ સ્પર્ધા યોજીને ગુજરાતીપણાને જાગૃત કરવા, ગુજરાત વિશેના પ્રશ્નમંચ માટે પ્રત્યેક શિક્ષક જિજ્ઞાસુ પ્રશ્નો તૈયાર કરે, પ્રત્યેક શાળામાં “ખેલકૂદ મહાકુંભ” દરમિયાન ભારતીય રમતોના જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ પ્રસ્થાપિત થાય તે રીતે યુવા ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે શકિતવાન બનાવવા માટેનું શાળા-ખેલકૂદનું વાતાવરણ સર્જવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

શિક્ષકની સજ્જતા અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બાળકોનું શિક્ષક દ્વારા સંસ્કાર ધડતર એ કોઇ કર્મકાંડ નથી, એટલે જ સ્થિર ઇચ્છા સંકલ્પ સુધી લઇ જશે અને સંકલ્પમાં પરિશ્રમ ભળશે તો જ સંસ્કાર બનશે.

“શિક્ષકની સજ્જતા નવા વિચાર પાસે રાખવાની નહીં, સાથે રાખવાની આત્મસાત કરવાની છે એમ તેમણે જણાવી તાલીમને બોજ નહીં પણ નવા ચેતન-પ્રવાહરૂપે અપનાવવા અનુરોધ કર્યો હતો.”

આ જ્ઞાનસત્રમાં શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા, શિક્ષણના અગ્રસચિવશ્રી હસમુખ અઢિયા, પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi