સામાન્ય માનવીના સશકિતકરણ માટે ઇન્ફોરમેશન ટેકનોલોજીનો અધિકત્તમ ઉપયોગ વિકસાવીએ - નરેન્દ્ર ભાઇ મોદીનું પ્રેરક આહ્વાન
ગુજરાત સરકારે આઇટી એપ્લીકેશન અને ઇ-ગવર્નન્સ દ્વારા સુશાસનની દિશામાં સર્વાધિક પહેલ કરી છે
ટાટા ગ્રુપના ચેરમેન સાઇરસ મિસ્ત્રી અને CEO ચન્દ્રશેખર સહિત TCS પદાધિકારીઓ સાથે આઇટી સેકટરના વિઝન અંગે પરામર્શ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગાંધીનગરમાં ટાટા કન્સલટન્સી સર્વિસીઝ TCS નિર્મિત આઇ.ટી-ગરિમા પાર્કનું ઉદ્દઘાટન કરતા ઇન્ફરમેશન ટેકનોલોજીનો અધિકત્તમ વિનિયોગ સામાન્ય્ માનવીના સશકિતકરણ અને સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટે કરવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું.
ગાંધીનગરમાં રાજ્ય્ સરકારે આપેલી રપ એકર જમીનના પરિસરમાં TCS ના આઇ.ટી. ગરિમા પાર્કનું નિર્માણ થયું છે. ગુજરાત સરકાર સાથે ઇ-ગવર્નન્સ ના વ્યૂહાત્મક ભાગીદાર એવા TCS દ્વારા આ ગરિમા પાર્કમાં ઇન્ફરમેશન ટેકનોલોજીના વિવિધ એપ્લીકેશનના પ્રોફેશનલ્સને તેમનું આઇ.ટી. કૌશલ્ય્ ઊજાગર કરવાનું વિશાળ ફલક પ્રાપ્ત થયું છે. ગરિમા પાર્ક ગુજરાતના આઇ.ટી. ક્ષેત્રના વિકાસની ગરિમાનું નજરાણું બની રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સાંપ્રત યુગમાં આઇ.ટી.નો પ્રભાવ જીવનના હરેક ક્ષેત્ર અને વ્યવસ્થામાં લગાતાર વધતો રહેવાનો છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે ભારત આજે હરેક ક્ષેત્રમાં પરિવર્તનના મોડ ઉપર આવી ઉભૂં છે અને ટેકનોલોજીનો ઉપયોગ ગરીબોની સમસ્યાઓના સમાધાન તથા સામાન્ય નાગરિકના સશકિતકરણ સાથે દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ઉપકારક બની શકે એમ છે. નવતર સંશોધનોની પહેલ માટેની કુદરતી સ્વરૂપે વિકસી રહેલી સ્પર્ધામાં ભારતના યુવાનોની બૌધ્ધિેક સંપદા અને ક્ષમતા ધાર્યા પરિવર્તનો લાવી શકે છે, એ માટે તેને યોગ્ય અવસરો ઉપલબ્ધ કરવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો.
આઇ.ટી. એપ્લીકેશન અને ઇ-ગવર્નન્સ્ ક્ષેત્રમાં ગુજરાતે દેશમાં સર્વાધિક પહેલ કરી છે. રાજ્યમાં ર૪ કલાક વીજળીની સુવિધા અને ગ્રામ્યં વિસ્તાર સુધી વિકસેલી ટેકનોલોજી માળખાકીય સુવિધાઓના જી-સ્વાન, ઓપ્ટી્કલ ફાઇબર નેટવર્કના પરિણામે ગુજરાતમાં વહીવટી શાસન વ્યવસ્થામાં પારદર્શિતા, ઝડપ અને ન્યાયની અનુભૂતિ સામાન્ય માનવીને થઇ છે. એમ તેમણે દ્રષ્ટાંતો સાથે જણાવ્યું હતું.
જાહેર સેવાઓની ગૂણાત્મક સુધારણા, સુદ્રઢ સાર્વજનિક વિતરણ વ્યવસ્થા, જનફરિયાદોના નિવારણની ન્યાયિક ભૂમિકા-સ્વાગત ઓનલાઇન, આરોગ્યા અને શિક્ષણના ક્ષેત્રમાં સેવાઓનું સશકત ફલક વિકસાવવામાં ગુજરાત સરકારે આઇ.ટી. વિનિયોગથી સફળતા મેળવી છે તેમ જણાવી આઇ.ટી. સર્વેલન્સ્ એપ્લીકેશનથી ભ્રષ્ટાચાર નિયંત્રણ કરીને રાજ્યની આવકમાં વધારો કર્યો છે તેની રૂપરેખા આપી હતી.
આઇ.ટી.માં મહિલાઓ માટેની રોજગારીનું વિશાળ ફલક છે અને કોઇ ' જેન્ડંર-બાયસ' નથી તેનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ TCS દ્વારા સામાન્યમાનવીની ભલાઇ માટેના આઇ.ટી. ઇન્ટેવેન્શન વિકસાવવા ટાસ્ક્ફોર્સ બનાવવા સૂચવ્યું હતું.
TCS ટાટા ગ્રુપ ચેરમેનશ્રી સાઇરસ મિસ્ત્રી અને CEO શ્રી ચન્દ્રશેખર સહિત TCS ના પદાધિકારીઓએ શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાથે આઇ.ટી. સેકટરના વિઝન વિશે ફળદાયી પરામર્શ કર્યો હતો.
ટાટા ગૃપના અધ્યક્ષ શ્રીયુત સાયરસ મિસ્ત્રી એ TCS ગરિમા પાર્કનો આ કાર્યારંભ ટાટા ગૃપ અને ગુજરાત વચ્ચેના સંબંધોનો ગરિમામય સેતુ પ્રસ્થાપિત કરશે તેવો આનંદ વ્યકત કર્યો હતો.
ગુજરાત અને ગુજરાતીઓના વેપાર કૌશલ્ય અને કન્ઝયુમર ગ્રોઇંગ માર્કેટની ફલશ્રુતિરૂપે ટાટા ગૃપને ગુજરાતમાં અનેક ક્ષેત્રે વ્યવસાયિક સંબંધો વિકસાવવાની તક મળી છે તેમ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, TCS દ્વારા ગુજરાત સરકારના આઇ.ટી. નેટવર્કને પણ સહયોગ મળતાં વહીવટી પારદર્શિતા, ગતિશીલતાની જનસેવા શાસનની દિશા ગુજરાતે બતાવી છે.
શ્રી સાયરસ મિસ્ત્રી એ ગાંધીનગરમાં આકાર પામેલા TCSના આ ગરિમા પાર્ક દ્વારા અંદાજે ૧૦ હજાર યુવાકૌશલ્યનને રોજગાર અવસર પ્રાપ્ત થશે તેનો આનંદ વ્યકત કરતાં ગુજરાત સાથે સુમેળભર્યા ભાવિ સંબંધો માટેની ઉત્સુ્કતા દર્શાવી હતી.
પ્રારંભમાં TCS ના CEO શ્રી રામચન્દ્રાને સૌને આવકાર્યા હતા. તેમણે સ્વાગત પ્રવચનમાં ગરિમા પાર્કની વિશેષતાઓની વિગતો આપતાં કહયું કે રપ એકર વિસ્તારમાં આકાર પામેલું આ સંકુલ આઇ.ટી ક્ષેત્રે કૌશલ્યુવર્ધન સહ આઇ.ટી. હબ બનવાની પણ સંભાવના ધરાવે છે.