મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમઝાન ઇદ પ્રસંગે ગુજરાતના મુસ્લિમ પરિવારોને મુબારકબાદી પાઠવી છે.
રમઝાન ઇદ પ્રસંગે પાઠવેલા સંદેશમાં મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા એક દશકાથી શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધતી જ રહી છે અને તહેવારોના અવસરે આ સામાજિક એકતાને સુદ્્ઢ બનાવી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.