મારા ગુજરાતના સમાજોનું કોઇઅંગનબળુંહોય એ મંજૂર નથીઃ મુખ્યમંત્રીશ્રી

દરેકની વિકાસમાંભાગીદારીઅને સૌ વિકાસના લાભાર્થી

ગુજરાતભરના દલિતોના ૧ર જેટલા અતિપછાત સમાજોએ નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યુંઅભિવાદનકયુ

ગાંધીનગરમાં પછાત કોમોના દલિતોનોવિશાળજનસમૂદાયની જનશકિતને મુખ્યમંત્રીશ્રીનુંપ્રેરકમાર્ગદર્શન

અનુસૂચિત જાતિના બજેટના રપટકાદલિતોના અતિપછાત સમાજો માટે વપરાશે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએનિર્ધારપૂર્વક જણાવ્યું છે કે મારૂં ગુજરાત વિકાસમાં કયાંયનબળુંરહે એ હરગીજ મંજૂર નથી રાજ્યનાવિવિધનબળા વર્ગોના જનસમૂદાયનું કોઇઅંગનબળું ન રહે અને જન-જનના જીવનમાંગુણાત્મકબદલાવ લાવવા આસરકારઅવિરતપુરૂષાર્થ કરવાની છે.

ગાંધીનગરમાંઆજે ગુજરાતરાજ્યનાદલિતોમાં પણઅતિપછાતસમાજોની ૧ર જેટલીજાતિઓના સંયુકત ઉપક્રમે મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુંજાહેરઅભિવાદનકરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ વર્ષે અનુસૂચિત જાતિઅંતર્ગતઅતિપછાત સમાજો માટેઅગાઉરચાયેલા ‘બેચર સ્વામિ અતિ પછાત સમાજવિકાસબોર્ડ’નું ‘નિગમ’માંરૂપાંતરકરીને દલિતોમાં અતિપછાત સમાજોનાઆર્થિકઉત્કર્ષની નવી તકો ઉપલબ્ધ કરી તેવાસ્તુત્યનિર્ણયમાટે શ્રી નરેન્દ્રભાઇ મોદીના ભાવસભર અભિવાદન માટે રાજ્યભરના અતિપછાત દલિત સમાજો અને પ્રતિનિધિમંડળોઉત્સાહઉમંગથી ટાઉન હોલમાં ઉમટયા હતા.

આ સન્માનમાં જે પ્રેમનું ધોડાપૂર ઉમટયું છે તેનો પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પછાત અને નબળા જનસમૂદાયોમાં પણ વિકાસની નવી આશા આત્મવિશ્વાસ જાગેલા છે અને સરકાર આ પ્રેમનો પ્રતિભાવ જન-જનને વિકાસયાત્રામાં જોડીને આપી રહી છે.

જીવનમાં સમસ્યાઓ અને મુસિબતોનો સૌથી વધુ ભોગ ગરીબો વંચિતો જ બને છે. વર્ષોના વર્ષોથી ભૂતકાળમાં દુઃખ, અપમાન, ઉપેક્ષા સહન કરતા પછાત વર્ગોનો હાથ પકડવામાં અને મદદ કરવામાં અમારી સરકારે પ્રાથમિકતા આપી છે.

“અમારે દરેક વ્યકિતની વિકાસમાં ભાગીદારી અને વિકાસમાં સૌને લાભાર્થી બનાવવા છે ત્યાં સુધી વિકાસયાત્રા અટકવાની નથી” એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પછાત કોમોના સમાજોને અનુરોધ કર્યો હતો કે સરકારના આ ગરીબલક્ષી અભિગમને વિરોધીઓની વાંક-નજરે જોનારાને મન વિકાસને ઝંખતા પછાત જનસમૂહોની પીડા સ્પર્શતી નથી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આ સરકારે સમાજના બધા જ વર્ગોને, ડો. આંબેડકરના અધૂરા સપના સાકાર કરવા સામાજિક સમરસતાથી વિકાસમાં જોડયા છે. હિંમતપૂર્વક, અનુસૂચિત જાતિના વિકાસ માટે બજેટમાંથી રપ ટકા રકમ અતિ પછાત સમાજો માટે સીધી વાપરવાની સૂચના આપેલી છે તે આ સરકારની ઇચ્છાશકિતની પ્રતીતિ કરાવે છે.

સમાજનું એક પણ અંગ નબળું રહે એ અમને મંજૂર નથી એમ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું કે રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા ૦-૧૬ પોઇન્ટના બધા જ બી.પી.એલ. ફેમિલીને પાકા આવાસ આપી દઇને ગુજરાતે દેશમાં વિક્રમ સર્જ્યો છે અને હવે ૧૭ થી ર૦ પોઇન્ટના બી.પી.એલ. કુટુંબોને પણ આવાસ મળી જાય એવી ઝૂંબેશ ઉપાડી છે.

મુખ્યમંત્રીશ્રીએ પછાતાવસ્થામાંથી બહાર આવવા કુરિવાજોને પૂરેપૂરી તિલાંજલિ આપવા અને વ્યસનોથી મૂકત રહી શિક્ષણ મેળવવા અપીલ કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલાએ દ્રષ્ટિવંત મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સંવેદનાપૂર્વક વંચિતોના વિકાસ માટે નોંધપાત્ર પગલાં લીધા છે, તેની રૂપરેખા આપી હતી.

વંચિતોની વેદના સમજીને અનેકવિધ નવી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરાવ્યું છે અતિપછાત સમાજના સર્વાંગી વિકાસના હેતુ માટે રચાયેલા બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડને સ્વાયત્ત નિગમમાં રૂપાંતર કરીને રૂ. ૧.રપ કરોડની જોગવાઇ સાથે અતિપછાત સમાજના વિકાસનો માર્ગ મોકળો કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડને સ્વાયત્ત નિગમ બનાવવામાં આવ્યું છે તેનો આનંદ વ્યકત કરતાં નિગમની વિવિધ સહાય પ્રવૃત્ત્િાઓથી વંચિતોના વિકાસને નવી દિશા મળશે તથા સૌના સાથ સૌના વિકાસની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા સાકાર થશે તેમ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે પ્રવાસન વર્ષ દરમ્યાન દલિત સમાજના સંતો-મહંતોની ગાદીઓના વિકાસ અર્થે ૩૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ર્ડા. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો તેવું આહ્્‍વાન કર્યું હતું. આજે તે વાતને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી શિક્ષણની નવતર પહેલો સરકારે કરી છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી પુનમભાઇ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીરેકટરશ્રી પ્રવિણભાઇ પંડયાએ આભારવિધી કરી હતી.

આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી દર્શનાબેન, ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી જીવરાજભાઇ ચૌહાણ, બેચર સ્વામી અતિપછાત જાતિ બોર્ડના ડીરેકટરશ્રીઓ તથા રાજ્યભરમાંથી સમાજના અગ્રણીશ્રીઓ અને સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's manufacturing sector showed robust job creation, December PMI at 56.4

Media Coverage

India's manufacturing sector showed robust job creation, December PMI at 56.4
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.