રાયગઢ - મહારાષ્ટ્રમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી
છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ અને સિંહાસનના દર્શન કર્યા
રાયગઢના ઐતિહાસિક કિલ્લામાં પગપાળા ફરી નિરીક્ષણ કર્યું
આઝાદી પછીના શાસકોએ ભારતના ઇતિહાસને સાચા પરિપ્રેક્ષ્યમાં સમાજ સુધી પહોંચવા દીધો જ નથી - નરેન્દ્ર ભાઈ મોદી
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના ઐતિહાસિક કિલ્લા રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિના દર્શન અને સિંહાસન પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ શિખર ઉપર યોજાયેલી વિશાળ સભામાં જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજે માત્ર ભારતની સ્વાહધિનતા સંગ્રામની પ્રેરણા નહોતી આપી પણ સુશાસનના પ્રણેતા તરીકે રાજ્ય વહીવટનું ઉત્તમ મોડેલ આપ્યું હતું. આપણે તેમના ‘‘દિવ્યં ભારત-ભવ્ય ભારત''ના સપના સાકાર કરવા સંકલ્પ કરીએ એવું આહ્વાન તેમણે કર્યું હતું.
શિવા પ્રતિષ્ઠાન આયોજિત આજના રાયગઢ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક રાયગઢના કિલ્લાની પુરાતત્ત્વ મહિમા અને છત્રપતિ શિવાજી મહારાજની રાજધાનીની ભૂમિ ઉપર પગપાળા ફરીને નિરીક્ષણ કર્યું હતું. શિવાજીના સમાધિસ્થાને ધ્યાનસ્થા બેસીને મુખ્ય મંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
છત્રપતિ શિવાજી મહારાજની ઐતિહાસિક પરંપરાનો મહિમા રાયગઢની ભૂમિ ઉપર થઇ રહ્યો છે તેનો ભાવ અભિવ્યક્ત કરતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદીના આટલા વર્ષો પછી ભારતનો સાચો ઇતિહાસ આપણા સુધી પહોંચવા દીધો નથી. અંગ્રેજોએ તો ભારતના ઇતિહાસને ષડયંત્રોથી વિકૃત કરેલો પણ આઝાદી પછી પણ આપણા શાસકોએ ઇતિહાસને સાચા પરિપ્રેક્ષ્યમાં ભાવિ પેઢી સુધી પહોંચવા દીધો જ નથી.
હિન્દુસ્તા્નમાં છત્રપતિ શિવાજીનું વ્યક્તિતત્વ ઘોડેસવાર અને હાથમાં તલવારનું છે. જે યુદ્ધવીર તરીકે આક્રાંતાની સામે યુદ્ધમાં શિવાજીને પ્રસ્તુત કરવાનું સીમિત રહ્યું તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, શિવાજી મહારાજ તો વિરાટ વ્યક્તિત્વ હતા. મહાત્મા ગાંધીજી કે રામચંદ્રજી, શ્રી કૃષ્ણજેવા સહુના વ્યક્તિત્વ્ સાથે અન્યાય થયો છે તેમ શિવાજી મહારાજની ઉજ્જવળ પરંપરાને પણ અન્યાય કરવામાં આવ્યો છે. શિવાજી મહારાજના જીવનના અનેક પાસાઓને ભાવિ પેઢી સુધી લઇ જવાની આવશ્યકતા ઉપર ભાર મુકતાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજે નાના માણસો-નાના નાગરિકોને જોડીને દેશભક્તિ અને સ્વરાજ આંદોલનમાં સંવેદનાથી જોડેલા ભારતની સ્વાધિનતાની લડાઇ તેમણે લડી પરંતુ રાજપાટ કે સત્તા પામવાની લડાઇ નહોતી. પરંતુ ભારત માતાને આઝાદ કરી આઝાદ રાષ્ટ્રના નિર્માણની મજબૂત નીંવ સાડા ત્રણસો વર્ષ પહેલાં તેમણે નાંખી હતી.
તેમણે જણાવ્યું કે, શિવાજી મહારાજને સૂરતની લૂંટના નામે ઇતિહાસમાં વિકૃત દર્શાવાઇ રહ્યા છે. છઠ્ઠી જાન્યુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજે સૂરત આવવાનું પ્રયોજન ઔરંગઝેબનો લૂંટેલો ખજાનો સૂરતના મૂગલ સુબા શાઇસ્તા ખાનના કબજામાં હતો તે હિન્દવી સ્વારાજ માટે શિવાજીએ શાઇસ્તાખાન પાસેથી ઓરંગઝેબે લૂંટેલો ખજાનો કબજે લીધો હતો. આમ છતાં ‘‘શિવાજીએ સૂરત લૂંટયું'' એવો વિકૃત ઇતિહાસ કહેવો એ શિવાજી મહારાજને અન્યાય સમાન જ છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાયગઢના કિલ્લાની ભૂમિ ઉપરથી છત્રપતિ શિવાજીએ દિવ્ય ભારત - ભવ્ય ભારતના સપનાં સંજોયા હતા તે આજે પણ આપણો સંકલ્પ્ હોવો જોઇએ કે દિવ્ય ભારત બને, ભવ્યા ભારત બને. ભારતમાં કોઇ દુઃખી ના હોય, કિસાન માટે મજબૂર ના હોય, દેશનો યુવાના બેરોજગાર ના હોય, એવા ભારતનું નિર્માણ આપણો સંકલ્પ હોવો જોઇએ.
આપણને એનું ગૌરવ થવું જોઇએ કે વિવિધ સમયે દેશના ખૂણે-ખૂણે પ્રતિષ્ઠિંત સાહિત્યે સર્જકોએ જુદી જુદી ભાષાઓમાં સ્વાધિનતા આંદોલનના પ્રેરણામૂર્તિ તરીકે છત્રપતિ શિવાજીનું વિરાટ વ્યુક્તિત્વ આલેખેલું છે. છત્રપતિ શિવાજી મહારાજે ભારતની સમુદ્ર જળરાશીનો મહિમા સમજીને નૌસેનાની રચના કરી પોતાની દીર્ઘદ્રષ્ટિનો પરિચય કરાવ્યો હતો. સુશાસન માટેની તેમની વહીવટી સંસ્કૃતિ માત્ર ભારત માતાનો સ્વાધિનતા કરવાની નહોતી પ્રત્યેક માનવી દુઃખ દારિદ્રથી મુકત બને અને સ્વાભિમાની રાષ્ટ્ર માટે કર્તવ્યનિષ્ઠ બને એવું તેમનું રાજ્ય વહીવટનું મોડેલ હતું. જે આજે ભારતને કુશાસનમાંથી મુકત કરી સુશાસન દ્વારા સુરાજ્ય તરફ લઇ જવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી ભીડે ગુરૂજી, રાવ સાહેબ દેસાઇ, અધ્યક્ષ શિવ પ્રતિષ્ઠાન, મોહનબુવા રામદાસી, મહારાષ્ટ્ર ભાજપા પ્રમુખ શ્રી દેવેન્દ્ર ફડનવિશ, વિપક્ષ નેતા શ્રી વિનોદ તાવડે, સાંસદ શ્રી અનંત ગીતે, ધારાસભ્યો અને આમંત્રિતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.