પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પર ભારતના વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણની પ્રશંસા કરી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ચંદ્રયાન-3 ભારતના અવકાશ ઓડિસીમાં એક નવો અધ્યાય લખે છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને નવી ઉંચાઈ આપે છે. આ મહત્વની સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે. હું તેમની ભાવના અને ચાતુર્યને સલામ કરું છું!”
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023