એનએફએસએના તમામ લાભાર્થીઓ માટે દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોના દરે નિઃશુલ્ક સારું અનાજ ડિસેમ્બર, 2022 સુધી ચાલુ રાખવામાં આવશે
પીએમજીકેએવાયમાં અત્યાર સુધીમાં છ તબક્કામાં અંદાજે રૂ. 3.45 લાખ કરોડની સબસિડી હતી
પીએમજીકેએવાયના સાતમા તબક્કામાં ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી અંદાજે રૂ. 44,762 કરોડની સબસિડીનો સમાવેશ થાય છે
સાતમા તબક્કામાં કુલ 122 એલએમટી અનાજનો ઉપાડ થવાની ધારણા છે
આ નિર્ણયથી એ સુનિશ્ચિત થશે કે આગામી મુખ્ય તહેવારો માટે સમાજના ગરીબ અને નબળા વર્ગોને ટેકો આપવામાં આવે

માનનીય પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2021માં જનહિતની જાહેરાત કરવામાં આવી હતી એને આગળ ધપાવતા અને પીએમજીકેએવાય હેઠળ વધારાની ખાદ્ય સુરક્ષાનાં સફળ અમલીકરણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય-7મો તબક્કો) વધુ 3 મહિના માટે એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

જ્યારે વિશ્વ તેના ઘટાડા પર કોવિડની અસરો અને વિવિધ કારણોસર અસલામતી પરની અસરો સામે લડી રહ્યું છે એવા સમયે ભારત સામાન્ય માણસ માટે ઉપલબ્ધતા અને પરવડે તેવી ક્ષમતા રાખવા માટે જરૂરી પગલાં લઈને તેના નબળા વર્ગો માટે ખાદ્ય સુરક્ષાને સફળતાપૂર્વક જાળવી રહ્યું છે.

લોકો મહામારીના મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે તે સ્વીકારીને સરકારે પીએમજીકેએવાયને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે, જેથી સમાજના ગરીબ અને નબળા વર્ગોને નવરાત્રી, દશેરા, મિલાદ-ઉન-નબી, દીપાવલી, છઠ પૂજા, ગુરુ નાનક દેવ જયંતી, નાતાલ વગેરે જેવા આગામી મુખ્ય તહેવારો માટે ટેકો મળી શકે, અને તેઓ આ તહેવારો માટે ખૂબ જ આનંદ અને સમુદાય સાથે ઉજવી શકે. આ સુનિશ્ચિત કરવા માટે, સરકારે પીએમજીકેએવાયનાં આ વિસ્તરણને ત્રણ મહિના માટે મંજૂરી આપી છે, જેથી તેઓ કોઈપણ નાણાકીય તકલીફ વિના અનાજની સરળતાથી ઉપલબ્ધતાના લાભો મેળવવાનું ચાલુ રાખે.

આ કલ્યાણકારી યોજના હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) [અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો] હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓ માટે દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ વિના મૂલ્યે પ્રદાન કરવામાં આવે છે, જેમાં સીધા લાભ હસ્તાંતરણ (ડીબીટી) હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

પીએમજીકેએવાયના છઠ્ઠા તબક્કા સુધી ભારત સરકારને આશરે રૂ. 3.45 લાખ કરોડનો નાણાકીય બોજ રહ્યો છે. આ યોજનાના સાતમા તબક્કા માટે આશરે રૂ. 44,762 કરોડના વધારાના ખર્ચ સાથે પીએમજીકેએવાયનો સંપૂર્ણ ખર્ચ તમામ તબક્કાઓ માટે આશરે રૂ. 3.91 લાખ કરોડ થશે.

પીએમજીકેએવાયના ૭મા તબક્કા માટે કુલ આશરે ૧૨૨ એલએમટી અનાજનો ઉપાડ થવાની સંભાવના છે. પ્રથમથી સાતમા તબક્કા માટે અનાજની કુલ ફાળવણી આશરે 1121 એલએમટી છે.

અત્યાર સુધી પીએમજીકેએવાય 25 મહિનાથી કાર્યરત છે, જે નીચે મુજબ છે.

• પ્રથમ અને દ્વિતીય તબક્કો (૮ મહિના) : એપ્રિલ-૨૦થી નવેમ્બર ૨૦

• ત્રીજો તબક્કાથી-5મો તબક્કો (11 મહિના) : મે, 21થી માર્ચ 22

  • છઠ્ઠો તબક્કો (૬ મહિના) : એપ્રિલ ૨૨થી સપ્ટેમ્બર ૨૨ સુધી

કોવિડ -19 કટોકટીના મુશ્કેલ સમયમાં શરૂ થયેલી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય)એ ગરીબો, જરૂરિયાતમંદો અને નબળા પરિવારો / લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી છે જેથી તેઓ પૂરતા પ્રમાણમાં અનાજ ઉપલબ્ધ ન હોવાને કારણે મુશ્કેલી ન અનુભવે. અસરકારક રીતે તેણે સામાન્ય રીતે લાભાર્થીઓને પહોંચાડવામાં આવતા માસિક અનાજના હકના જથ્થાને બમણો કરી દીધો છે.

અગાઉના તબક્કાઓના અનુભવને ધ્યાનમાં રાખીને પીએમજીકેએવાય-7નો દેખાવ અગાઉની જેમ જ ઉચ્ચ સ્તર પર રહેવાની અપેક્ષા છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage