નેશનલ કમિશન ફોર નેચરલ રિસોર્સિસની રચના કરો

એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર માટે સ્માર્ટગ્રીડ બનાવો

ન્યુ અર્બન સિટી માટે દશ વર્ષનું પરસ્પેકટીવ પ્લાનિંગ કરો

એગ્રીકલ્ચર ગ્રોથને કોમ્પ્રીહેન્સીવ બનાવો

વિકાસ માટેના નિરાશાજનક વાતાવરણ અંગે કેન્દ્ર સરકારની વૈચારિક દારિદ્રયતા જવાબદાર

કુદરતી સંસાધનો અને યુવા કૌશલ્યને વિકાસમાં જોડવા માટેની નીતિઓ અને નેતૃત્વનો અભાવ

 

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદ (National Devlopment Council)ની બેઠકમાં દેશમાં પ્રવર્તમાન વિકાસના અત્યંત નિરાશાજનક વાતાવરણ માટે કેન્દ્ર સરકારની વૈચારિક દારિદ્રયતાને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે દેશની કુદરતી સંસાધનો અને વિશાળ યુવાશકિતને વિકાસમાં જોડવા માટે કેન્દ્ર સરકારમાં નેતૃત્વ અને નીતિઓનો અભાવ છે.

વડાપ્રધાન ડો. મનમોહનસિંહના અધ્યક્ષસ્થાને મળેલી પ૭મી રાષ્ટ્રીય વિકાસ પરિષદનો મુખ્ય એજન્ડા દેશની ૧રમી પંચવર્ષીય યોજનાના ડ્રાફટ પેપર તૈયાર કરવાનો હતો. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકાર વિકાસ દર માટે પોલીસી ડ્રિવન ગ્રોથ (નીતિ આધારિત વિકાસને બદલે શ્નપોલીસી પેરાલિસીસઌ (લકવાગ્રસ્ત નીતિઓ) અને શ્નપોલીસી લોગજામઌ (નીતિઓની અનિર્ણાયકતા)નો ભોગ બની ગઇ છે. દેશનો વિકાસ સ્થગિત છે અને દેશમાં નેગેટીવ ગ્રોથની દિશા (નકારાત્મક વિકાસ) દેખાઇ રહી છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૧રમી પંચવર્ષિય યોજનાના ૮.ર ટકાના નિર્ધારિત વિકાસ દર હાંસલ કરવા વિશે પણ પ્રશ્નાર્થ પ્રવર્તે છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ગયા વર્ષે વડાપ્રધાનશ્રીએ આ પરિષદમાં ૯ ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરવાની આશા આપી હતી, પરંતુ વાસ્તવમાં ૭.૯ ટકાનો જ વિકાસ દર થયો છે એટલે કે આપણે ૧રમી યોજનાના પાંચ વર્ષની સમયાવધિમાં એક વર્ષ પુરૂં થઇ ગયું હોવા છતાં, કોઇ વિકાસદરનું લક્ષ્ય પાર પાડી શકયા નથી અને જ્યારે ૧રમી યોજનાના વિકાસદરનું લક્ષ્ય ૮.ર ટકા નક્કી કર્યું છે તે દર્શાવે છે કે ૭.૯ ટકામાંથી ૮.ર ટકા એટલે કે માત્રને માત્ર ૦.૩ ટકા વધારે વિકાસદર હાંસલ કરવાનો છે. આ જ જો આપણું વિકાસનું આયોજન હોય તો તે આ કેન્દ્ર સરકારની વિકાસની દરિદ્રતા જ પૂરવાર કરે છે. એમાં પણ કેન્દ્ર સરકાર કબૂલ કરે છે કે આ વર્ષના પ્રથમ નવ મહિનામાં તો માત્ર પ.પ ટકા જ વિકાસ થઇ શકયો છે. આ જ નિરાશાજનક સ્થિતિ ચાલુ રહેશે તો એમાં કેન્દ્રની વર્તમાન સરકાર કઇ રીતે દાયિત્વ નિભાવશે એવો વેધક પ્રશ્ન તેમણે કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર સામે પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે સાવ ધીમા વિકાસદર અને અર્થતંત્રની નિષ્ફળતા માટે કેન્દ્ર સરકાર વૈશ્વિક અર્થવ્યવસ્થાને જવાબદાર ગણાવે છે તેમ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે પરંતુ તો પછી રાજ્યોએ કોને દોષ દેવાનો? રાજ્યોની આર્થિક સ્થિતિ માટે કેન્દ્રનું કાંઇ દાયિત્વ જ નથી? શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના કુદરતી સંસાધનોના વિકાસમાં મહત્તમ ઉપયોગ માટે નેશનલ કમિશન ફોર નેચરલ રિસોર્સિઝ (કુદરતી સંસાધનો માટેનું રાષ્ટ્રીય પંચ) રચવાનું પ્રેરક સૂચન કર્યું હતું તેમણે જણાવ્યું કે દેશના કુદરતી સંસાધનો તો રાજ્યોની ભૂમિ ઉપર છે ત્યારે કેન્દ્ર અને રાજ્યો ભેગા મળીને તેનો સુચારૂ ઉપયોગ કરવા માટે દર પાંચ વર્ષે યોગ્ય નીતિનિર્ધારણ કરે તે આવશ્યક બની ગયું છે. મુખ્યમંત્રીશ્રીએ ઊર્જા ક્ષેત્ર માટે પણ કેન્દ્રની અભાવગ્રસ્ત નીતિઓ અને ઉદાસિનતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે શ્નફયુએલ પોલીસીઌના અભાવે દેશના હજારો મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પાવર પ્રોજેકટ પૂરી ક્ષમતાથી કાર્યરત નથી. એકલા ગુજરાતમાં જ ૩૦૦૦ મેગાવોટથી વધારે વીજ ક્ષમતાના પાવર સ્ટેશનો પૂરતી ક્ષમતાથી કાર્ય નથી કરી શકતા.

ઊર્જા ક્ષેત્રે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ કેન્દ્ર પાસે કોઇ પ્રોગ્રેસીવ પોલીસી જ નથી. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરનું નેટવર્ક ઉભૂં કરવા તેમણે એનર્જી સ્માર્ટગ્રીડ ઉભી કરવા જણાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ભારતમાં યુવાનોના કૌશલ્ય સામર્થ્યને વિકસાવવાના અવસરો આપવામાં કેન્દ્રની ઉપેક્ષાને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ૬પ ટકા યુવાશકિત માટે સ્કીલ ડેવલપમેન્ટનું મહત્વાકાંક્ષી આયોજન કરવાને બદલે આઉટ સોર્સંિગ એજન્સી દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું પ્લાનિંગ કરવામાં બે વર્ષ વિતાવી દીધા, જ્યારે ગુજરાતે છેલ્લા બે વર્ષમાં ૩૩૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો કાર્યરત કરીને બે લાખ યુવાનોને રોજગારી આપીહવે આ ગુજરાત મોડેલનો દેશમાં ઉપયોગ કરવા કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે.

યુવાનોની રોજગારી માટે ડીગ્રી કરતા ડિગ્નીટીના કૌશલ્યવિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા ઉપર તેમણે ભાર મૂકયો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાતે મેન્યુફેકચરીંગ સેકટરના વિકાસ માટે ર૬ ટકાનો વિકાસદર હાંસલ કરી બતાવ્યો ત્યારે દેશમાં ૧૬ ટકાનો ફાળો મેન્યુફેકચરીંગ સેકટરનો છે જે રપ ટકા ઉપર લઇ જવાનું લક્ષ્યાંક પાર પાડવાનું હોય તો મેન્યુફેકચરીંગ સેકટરના વિકાસની સુવિચારિત વ્યૂહરચના આગળ વધારવી જોઇએ. કેન્દ્ર સરકારે આ દિશામાં ચીન અને અમેરિકાના પડકારોને નજર સમક્ષ રાખવા જોઇએ. કૃષિ વિકાસ માટેની કેન્દ્રની વર્તમાન સરકારની નીતિઓની આલોચના કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ફર્ટિલાઇઝર પોલીસી, ઇરિગેશનવોટરમેનેજમેન્ટ, એગ્રોઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રો ટેકનોલોજી, એગ્રો વેલ્યુએડેડ ચેઇન જેવા અનેક ક્ષેત્રોમાં કેન્દ્રની કોઇ દિશા જ સ્પષ્ટ નથી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતની નર્મદા યોજના જેનો ભૂભાગ પાણીની અછતવાળા રણપ્રદેશનો છે તેને ભારત સરકારની એકસીલરેટેડ ઇરિગેશન બેનીફીટ પ્રોગ્રામ (AIBP)ની કેન્દ્રીય સહાયના લાભથી વંચિત રાખવામાં આવે છે, જ્યારે અન્ય રાજ્યોને ખાસ કિસ્સામાં લાભ અપાય છે.

Text of Shri Narendra Modi's speech at meeting of NDC held in New Delhi

ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમની ઉંચાઇ પૂરેપૂરી લઇ જવા ડેમના દરવાજા મૂકવાની પરવાનગી પાંચ વર્ષથી અપાતી નથી પરિણામે નર્મદાનું ૭પ ટકા પાણી સમૂદ્રમાં નિરર્થક વહી જાય છે. પર્યાવરણ સુરક્ષા માટેના કેન્દ્રની સરકારના અનિર્ણાયક અભિગમની ટીકા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન કોઇ એક ડિપાર્ટમેન્ટનું ક્ષેત્ર નથી. સમગ્રતયા તેનો વિકાસના પરિપ્રેક્ષ્યમાં નિર્ણય લેવાવો જોઇએ. કેન્દ્ર સરકાર આ દિશામાં તેનું દાયિત્વ નિભાવે એવી રજૂઆત તેમણે કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુડ ગવર્નન્સનો ગુણવત્તાસભર વિશ્વાસ પૂરો પાડવા તેમણે ગુજરાતમાં જે સુશાસનની નવી પહેલ કરી છે તેનાથી પબ્લીક ડિલીવરી સીસ્ટમમાં કવોલિટેટીવ ચેન્જ આવેલા છે. ટેકનોલોજી અને ઇનિશ્યેટીવ નવી પહેલો કરવામાં કેન્દ્રની સરકારે રાજ્યોને પ્રોત્સાહન પુરૂં પાડવું જોઇએ. રાજ્યોના અધિકારોને જાળવવા જોઇએ, રાજ્યની સમસ્યાઓના ઉકેલ માટે કેન્દ્રએ સામે ચાલીને હકારાત્મક અભિગમ અપનાવવો જોઇએ એવા પ્રેરક સૂચનો કર્યા હતા.

ભારતના બંધારણમાં સંવૈધાનિક ફેડરલ સ્ટ્રકચરને મજબૂત બનાવવાને બદલે રાજ્યો નબળા રહે એવા નકારાત્મક અભિગમ છોડવાની જરૂર મુખ્યમંત્રીશ્રીએ સમજાવી હતી. શહેરી વિકાસ માટેના નવતર અભિગમ અપનાવવાની જરૂર ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શહેરીકરણ એ સમસ્યા નહીં પરંતુ વિકાસનો અવસર બને તેવું શહેરી વિકાસનું પ્લાનિંગ થવું જોઇએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી દશ વર્ષ માટે નવા બનનારા શહેરોના પર્સ્પેકટીવ અર્બન પ્લાનિંગની જરૂર ઉપર ભાર મૂકયો હતો. તેમણે JNNURM નવા સ્વરૂપ માટેના પ્રેરક સૂચનો કરતા શહેરી ગરીબો, અસંગઠ્ઠિત સેવા વસતિ સમૂદાયોની સેવાસુવિધા અને સુખાકારી માટે કવોલિટી ઓફ લાઇફના માળખાકીય સુવિધા વિકાસનું વિઝન અપનાવવાની રૂપરેખા આપી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમની અધ્યક્ષતામાં ભારત સરકારે રચેલી બે વર્કીંગ ગ્રુપ કમિટીઓના અહેવાલોનું શું થયું તે અંગે આશ્યર્ય વ્યકત કરતા જણાવ્યું કે વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ અને કન્ઝયુમર્સ અફેર્સની બે કમિટીના અભ્યાસ અહેવાલોની ભલામણો કઇ સ્થિતિમાં છે તેની કોઇ જાણકારી જ નથી. શું આ રીતે વિકાસ માટેના સુધારાનો અભિગમ સફળ બનશે?

મુખ્યમંત્રીશ્રીએ રંગરાજન કમિટી, પૂંછી કમિશન અને ચતુર્વેદી કમિટીઓ અંગેની ભલામણો વિશે પણ કેન્દ્ર સરકારના અભિગમ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, નાણાંના અધિક મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, નાણાખર્ચના અગ્ર સચિવ સુશ્રી અર્પણા સુબ્રમની, શ્રી વરૂણ માયરા, નિવાસી આયુકતશ્રી ભરત લાલ ઉપસ્થિત હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Under PM Narendra Modi's guidance, para-sports is getting much-needed recognition,' says Praveen Kumar

Media Coverage

'Under PM Narendra Modi's guidance, para-sports is getting much-needed recognition,' says Praveen Kumar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister remembers Rani Velu Nachiyar on her birth anniversary
January 03, 2025

The Prime Minister, Shri Narendra Modi remembered the courageous Rani Velu Nachiyar on her birth anniversary today. Shri Modi remarked that she waged a heroic fight against colonial rule, showing unparalleled valour and strategic brilliance.

In a post on X, Shri Modi wrote:

"Remembering the courageous Rani Velu Nachiyar on her birth anniversary! She waged a heroic fight against colonial rule, showing unparalleled valour and strategic brilliance. She inspired generations to stand against oppression and fight for freedom. Her role in furthering women empowerment is also widely appreciated."