વિકાસોન્મુખ અને નાણાંકીય શિસ્ત ધરાવતા રાજ્યોને પ્રોત્સાહનો મળવા જોઇએ
૧૪માં કેન્દ્રીય નાણાપંચ સાથેની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યસરકારની પ્રભાવક પ્રસ્તુતિ
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યની મૂલાકાતે આવેલા ૧૪મા કેન્દ્રીય નાણા પંચ સમક્ષ આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની સાથે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય નાણાપંચે તેના અભિગમમાં રાજ્યોને કેન્દ્રીય ભંડોળની ફાળવણીમાં આમૂલ ફેરફારો કરવાની અનિવાર્યતા અંગે સ્પષ્ટ્ અને અસરકારક રજૂઆત કરી હતી.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કેન્દ્રીય નાણાપંચોની રાજ્યોને ભંડોળ ફાળવણીની પારંપારિક પધ્કતિમાં ગુણાત્મેક પરિવર્તન માટે તર્કબધ્ધ અને વિકાસને પ્રોત્સાહન આધારિત અને નાણાંકીય શિસ્ત ધરાવતા વિકાસોન્મુખ રાજ્યો માટે ફોર્મ્યુલા કઇ રીતે અપનાવી શકાય તેની દિશા સૂચક ભૂમિકા આપી હતી.
કેન્દ્રીય નાણાં પંચના અધ્યક્ષ ડો. વાય. વી. રેડીના અધ્યક્ષસ્થા્ને ગુજરાત સરકારના સાથે આ બેઠકમાં નાણાપંચના સભ્યો સર્વશ્રી અભિજીત સેન, શ્રી ડો. સુદિપ્તો મુંડલે, શ્રી ડો. એમ. ગોવિંદારાવ અને સુશ્રી સુષ્માનાથ અને ભારત સરકારમાં અધિક સચિવ શ્રી એ. એન. જહા પંચના સભ્યર સચિવશ્રી એ ભાગ લીધો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંએ કે દેશના વિકાસમાં ગુજરાત ઘણી તેજીથી આગળ વધી રહયું છે અને જળવ્યવસ્થાપનને ટોચ અગ્રીમતા આપી છે, જો ગુજરાતે જળવ્યવસ્થાપનના ક્ષેત્રમાં સફળતા મેળવી ના હોત તો રાષ્ટ્ર ની ઉપર બોજ બની ગયું હોત.
સરદાર સરોવર યોજના પાછળ જ રાજ્ય સરકાર વાર્ષિક રૂા. પ,૦૦૦ કરોડનો જંગી ખર્ચ કરે છે અને નર્મદાનું પાણી વિકાસમાં વાપરવા માટેની પ્રાથમિકતા સાથે આગળ વધી રહયું છે, તેમ જણાવી આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એકસેલરેટેડઇરિગેશન બેનીફીટ પ્રોગ્રામ (AIBP) અન્વયે, ગુજરાતના DPP અને DPAP વિસ્તારોને સમાવીને ૯૦ ટકા ગ્રાન્ટ નર્મદા યોજના માટે ફાળવવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ નાણાપંચને પ્રેરક સૂચનો કરતાં એમ પણ જણાવ્યું કે ગુજરાતે તેના અર્થવ્ય્વસ્થાપનની સમતુલા માટે કૃષિ, મેન્યુ ફેકચરીંગ અને સર્વિસ સેકટરનો સરખો હિસ્સો જોડયો છે. કૃષિવિકાસ અને કુદરતી સંસાધનોના ક્ષેત્રે સમૂચિત માળખાકીય સુવિધા વિકાસ માટેના કેન્દ્રીય પ્રોત્સાકહનોની ભૂમિકા તેમણે રજૂ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જે રાજ્યો, સબસીડી બચાવે, તે માટેના નવતર પ્રયોગો અપનાવે તેને ખાસ પ્રકારના કેન્દ્રીય પ્રોત્સાહનો આપવા ભારપૂર્વક સૂચવ્યું હતું. ગુજરાત સરકારે ગેસગ્રીડ પાઇપલાઇન પોતાના ખર્ચે નાંખીને કેન્દ્ર ની કરોડો રૂપિયાની સબસીડી બચાવી છે એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યોને "એક્ષ્પોર્ટ પ્રમોશન પોલીસી" માટે પ્રેરિત કરવાં જોઇએ એવી હિમાયત કરતાં શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ જણાવ્યું કે જે રાજ્યો નિકાસને બળવત્તર બનાવે તેને પ્રોત્સહન મળવું જોઇએ.
મુખ્ય મંત્રીશ્રીએ રોજગાર-વૃધ્ધિ માટે ખાસ પ્રયાસો કરનારા રાજ્યો ને પ્રોત્સાહન આપવાના સૂચનો કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ એ હકિકત ઉપર ખાસ ભાર મૂકયો હતો કે કેન્દ્રીય નાણાપંચે 'આઉટપુટ' નહીં 'આઉટકમ'ના પેરામિટર્સ તૈયાર કરવા જોઇએ. તેમણે નકસલવાદ પ્રોન ઝોન-નકસલવાદની સંભાવનાવાળા પ્રદેશોમાં આ સમસ્યાનને રોકવાની બાબત દેશની સમસ્યા અને વિકાસ સાથે સંકળાયેલી છે તેમ જણાવ્યું હતું અને આ વિષય ઉપરના પેરામિટર્સ તૈયાર કરવાની આવશ્યકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે લોકાયુકત લોકલ સેલ્ફય વર્નમેન્ટમાં લાવવાની શરત સાથે મેચીંગ ગ્રાન્ટોની ફોર્મ્યુલાથી ગુજરાતને વિનાકારણ અન્યાંય થઇ રહયો છે કારણ કે લોકાયુકતનું બીલ વિધાનસભામાં ત્રણવાર પસાર કર્યા પછી પણ લોકાયુકતને મંજૂરી મળતી નથી અને રૂા. ૮૦૦ કરોડની ગ્રાન્ટ ગુજરાતને મળતી નથી.
મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીના ૧પ૦મા વર્ષની ર૦૧૯માં થનારી ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય સફાઇ અને સેનિટેશન અભિયાન પ્રેરિત કરવા કેન્દ્રીય નાણાપંચને સૂચન કર્યું હતું.
કેન્દ્રીય નાણાપંચના અધ્ય ક્ષ ડો. વાય. વી. રેડ્ડીએ ગુજરાત સરકારના દેશના અર્થતંત્રને વેગ આપવા માટેના પ્રો-એકટીવ યોગદાનના અભિગમની અને પ્રેઝન્ટે્શનની ખૂબ પ્રસંશા કરી મુખ્યમંત્રીશ્રીના સૂચનો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતના અર્થતંત્રને સુદ્રઢ બનાવવા રાજ્યોના સશકિતકરણ તથા વિકાસના ચિન્તાને આવકાર આપ્યો હતો અને કેન્દ્રીય નાણાપંચની ભૂમિકા હકારાત્મચક રહેશે તેમ જણાવ્યું હતું.
નાણાપંચો ભંડોળ ફાળવણીમાં માત્ર વૃધ્ધિનો પારંપરિક અભિગમ દાખવે છે તેના આમૂલ બદલાવની જરૂર ઉપર ભાર મૂકતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું કે દેશના રાજ્યો્ વચ્ચે કેન્દ્રીય ભંડોળની ફાળવણીની ફોર્મ્યુઇલા અંગે નાણાપંચ હજુપણ જુની પધ્ધતિને વળગી રહયું છે. રાજ્યોને કયા આધાર ઉપર ભંડોળની ફાળવણી કરવામાં આવે છે તે અંગે નાણાપંચે પોતાના અભિગમમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે નાણાંપચના વર્તમાન અભિગમને કારણે નબળી નાણાકીય શિસ્તં ધરાવતા રાજ્યોને વધુ લાભ થાય છે, જ્યારે નાણાકીય શિસ્ત્ તેમજ ઉચ્ચ વિકાસદર તરફ આગળ વધતા રાજ્યોને વિકાસ માટે પ્રોત્સાવહન મળતું નથી. આવા અભિગમને બદલીને, વધુ નાણાકીય દાયિત્વો તેમજ દેશના જીડીપીમાં (વિકાસવૃધ્ધિ દર)માં વધુ યોગદાન આપતા રાજ્યોને વાજબી હિસ્સામની ફાળણવી થવી જોઇએ, કે જેથી આંતરમાળખાકીય જરૂરિયાતોને વધુ સારી રીતે સંતોષી શકાય અને વિકાસને વેગ મળી શકે એમ તેમણે જણાવ્યુંય હતું.
આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં વિભાગે રજૂ કરેલા પ્રેઝન્ટેાશનમાં રાજ્યોને કેન્દ્રીય સરકાર હસ્તેના ભંડોળમાંથી વધુ હિસ્સોન મળે તે માટેનો "વર્ટિકલ (ઉપરથી નીચે) અભિગમ" અપનાવવા અને તે માટેની રાજ્યોને ફાળવણીની ફોર્મ્યુકલાની ભૂમિકા આપી હતી.
ગુજરાત સરકારે એવી હિમાયત કરી હતી કે નાણાપંચે કેન્દ્ર -પુરસ્કૃ્ત યોજનાઓ માટે ઓછા નાણાં ફાળવવા જોઇએ, જ્યા્રે રાજ્યો માટે વધુ ભંડોળની ફાળવણી કરવી જોઇએ, કેન્દ્રે સરકારે પોતાની કરવેરાની કુલ આવકના ૩ર ટકાની ફાળવણી કરવાને બદલે રાજ્યો્ને ઓછામાં ઓછી પ૦ ટકા જેટલી ફાળવણી કરવી જોઇએ તેવું સૂચન રાજ્ય સરકારે કર્યું હતું.
ગુજરાત સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે કેન્દ્રિ્ય પુરસ્કૃત યોજનાઓના નાણાં રાજ્યોને ફાળવવામાં કોઇ યથાર્થ માપદંડોનો ઉપયોગ થતો નથી અને પરિણામે કેટલાંક રાજ્યોને અન્યાય થવાની સંભાવના રહે છે. આ અંગે દ્રષ્ટાંત આપતાં રાજ્ય્ સરકારે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો ક્રમ, પ્રમાણમાં નીચે હોવા છતાં, સર્વશિક્ષા અભિયાન યોજના હેઠળ ગુજરાતને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન માથાદીઠ માત્ર રૂ. ર૪પ ફાળવવામાં આવ્યાંછ હતાં, જેની સામે હરિયાણાને માથાદીઠ રૂ. ૩પ૬ ફાળવવામાં આવ્યાં હતાં, જ્યાજરે સર્વશિક્ષા અભિયાનની રાષ્ટ્રિય સરેરાશ માથાદીઠ રૂ. ૩૮૬ છે.
રાજ્યો વચ્ચે ભંડોળની ફાળવણી કેવી રીતે થવી જોઇએ તે અંગેની ફોર્મ્યુલા સૂચવતાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે વસતીને આધારે રપ ટકા, સ્થ્ળાંતરણના પ્રમાણના આધારે પ ટકા, વિસ્તારના આધારે ૧૦ ટકા, ફિસ્કષલ કેપેસિટી ડિસ્ટાન્સરના આધારે ૩પ ટકા, દેશના અર્થતંત્રમાં રાજ્યોના યોગદાનના આધારે પ ટકા અને રાજ્યની નાણાંકીય શિસ્તના આધારે ર૦ ટકા જેટલી ફાળવણી થવી જોઇએ.
રાજ્યસરકારે નાણાપંચ દ્વારા ફાળવતા ગ્રાન્ટા ઇન એઇડના ભંડોળ માટે ગુજરાતના કેટલાક મહત્વનના એરિયા સ્પેસિફીક સેકટરોને નિર્દેશિત કર્યા હતા જેમાં શિક્ષણ, આરોગ્યા, પોષણ, શહેરી માળખાકીય સુવિધા, જમીનનું ક્ષાર-નિયંત્રણ અને કૌશલ્ય્ વિકાસ જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. માનવવિકાસ સૂચકાંકમાં ગૂણાત્મનક પરિવર્તન લાવવા, પીવાના પાણી તથા આંતરમાળખાકીય સુવિધા વિકાસ જેવાં ક્ષેત્રોમાં રાજ્ય ને જંગી ભંડોળની જરૂરિયાત છે તેની ભુમિકા પણ ગુજરાત સરકારે આપી હતી.
નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્યિ સચિવશ્રી ડો. વરેશ સિન્હાર અને રાજ્ય ના તમામ મુખ્યય વિભાગોના વરિષ્ઠુ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિરત રહયાં હતાં.