પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય આર્થિક બાબતોની સમિતિ (CCEA) દ્વારા આદેશ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે વધારવામાં આવેલા લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે.

સરકાર દ્વારા ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે જેથી પાક ઉછેરનારાઓને તેમની ઉપજ પર વતળરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકમાં વિવિધતાને પ્રોત્સાહન આપવાનું સુનિશ્ચિત કરી શકાય. મંજૂર કરવામાં આવેલા ભાવોની વિગતો નીચે કોષ્ટકમાં આપવામાં આવી છે.

તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ

(₹ પ્રતિ ક્વિન્ટલ)

પાક

 

 

MSP 2014-15

MSP 2021-22

 

MSP 2022-23

ઉત્પાદન ખર્ચ* 2022-23

MSP માં વૃદ્ધિ (સંપૂર્ણ)

ખર્ચ પર વળતર (ટકામાં)

ડાંગર (સામાન્ય)

1360

1940

 

2040

1360

100

50

ડાંગર (ગ્રેડ A)^

1400

1960

 

2060

-

100

-

જુવાર (હાઇબ્રિડ)

1530

2738

 

2970

1977

232

50

જુવાલ (માલદાંડી)^

1550

2758

 

2990

-

232

-

બાજરો

1250

2250

 

2350

1268

100

85

રાગી

1550

3377

 

3578

2385

201

50

મકાઇ

1310

1870

 

1962

1308

92

50

તુવેર (અરહર)

4350

6300

 

6600

4131

300

60

મગ

4600

7275

 

7755

5167

480

50

અડદ

4350

6300

 

6600

4155

300

59

મગફળી

4000

5550

 

5850

3873

300

51

સૂરજમુખીની બીજ

3750

6015

 

6400

4113

385

56

સોયાબીન (પીળા)

2560

3950

 

4300

2805

350

53

તલ

4600

7307

 

7830

5220

523

50

કાળા તલ

3600

6930

 

7287

4858

357

50

કપાસ (મધ્યમ રેસો)

3750

5726

 

6080

4053

354

50

કપાસ (લાંબો રેસો)^

4050

6025

 

6380

-

355

-

*ખર્ચના સંદર્ભમાં તમામ ચૂકવવામાં આવેલા ખર્ચનો સમાવેશ થાય છે જેમ કે દૈનિક વેતન પર રાખવામાં આવેલા શ્રમિકોને આપેલી મજૂરીબળદની મજૂરી/મશીન મજૂરીભાડાપટ્ટાની જમીન માટે ચૂકવવામાં આવેલું ભાડુંબિયારણખાતરખાતરસિંચાઇનો ચાર્દ વગેરે જેવી સામગ્રીના ઉપયોગ માટે કરવામાં આવેલો ખર્ચઓજારો અને ખેતરની ઇમારતો પર લાગેલો ઘસારોકાર્યકારી મૂડી પરનું વ્યાજપંપ સેટ વગેરે ચલાવવા માટે જરૂરી ડીઝલ/વીજળીપરચુરણ ખર્ચ અને પારિવારિત મહેનતાણાંનું લાગુ પડી શકે તેવું મૂલ્ય સામેલ છે.

 

^ ખર્ચ ડેટાને ડાંગર (ગ્રેડ A), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબા રેસા) માટે અલગથી સંકલિત કરવામાં આવ્યો નથી.

 

ખરીફ પાકો માટે માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)માં કરવામાં આવેલી વૃદ્ધિ કેન્દ્રીય અંદાજપત્ર 2018-19માં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ છે, જેમાં અખિલ-ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકાના સ્તરે MSP નિર્ધારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને યોગ્ય મહેનતાણું મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ જાહેરાત કરવામાં આવી હતી. અહીં નોંધનીય છે કે, બાજરી, તુવેર, અડદ સૂર્યમુખીના બીજ, સોયાબીન અને મગફળી માટે MSP પર વળતર અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકાથી વધારે છે અનુક્રમે 85%, 60%, 59%, 56%, 53% અને 51% છે.

છેલ્લા કેટલાક વર્ષથી તેલીબિયાં, કઠોળ અને બરછટ અનાજમાં MSPને ફરીથી સંરેખિત કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતોને આ પાકો હેઠળ મોટા વિસ્તારમાં સ્થાનાંતરિત કરવા અને તેઓ શ્રેષ્ઠ ટેકનોલોજી તેમજ કૃષિ પદ્ધતિઓ અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરી શકાય અને આ પ્રકારે માંગ અને પુરવઠા વચ્ચેના અસંતુલનમાં સુધારો લાવી શકાય.

વર્ષ 2021-22 માટેના ત્રીજા આગોતરા અનુમાન અનુસાર, દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 314.51 મિલિયન ટનના વિક્રમી જથ્થામાં થવાનો અંદાજ છે જે 2020-21 દરમિયાન થયેલા અનાજના ઉત્પાદનની સરખામણીએ 3.77 મિલિયન ટન વધારે છે. 2021-22 દરમિયાન ઉત્પાદન અગાઉના પાંચ વર્ષ (2016-17 થી 2020-21)માં થયેલા અનાજના સરેરાશ ઉત્પાદન કરતાં 23.80 મિલિયન ટન વધુ છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.