ઇન્ડો-કેનેડા પાર્લામેન્ટરી એસોસિયેશન અને કેનેડીયન ફ્રેન્ડઝ ઓફ ગુજરાતના ડેલીગેશને મુખ્યમંત્રીશ્રીની લીધેલી સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા કેનેડાના ડેલીગેશને આજે કન્યા કેળવણી માટે મુખ્યમંત્રીશ્રીને 21000 ડોલરનો ચેક ભંડોળરૂપે અર્પણ કર્યો હતો.
ઇન્ડિયા કેનેડા પાર્લામેન્ટરી એસોસિયેશન અને કેનેડીયન ફ્રેન્ડઝ ઓફ ગુજરાતના 16 સભ્યોનું ડેલીગેશન આજે અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીને મળ્યું હતું અને ગુજરાત તથા કેનેડા વચ્ચે વિકાસના નવા ક્ષેત્રો વિકસાવવા માટેની તકોની ચર્ચા કરી હતી.
કેનેડાના સાંસદ શ્રીયુત પેટ્રીક બ્રાઉન્ડ શ્રી મુકુંદ પરોહિત સહિતના અન્ય સભ્યોએ ગુજરાતના વિકાસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર જે ગૌરવ મળ્યું છે તેનું શ્રેય મુખ્યમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વને આપ્યું હતું.