અમેરિકાનાં વિદેશ મંત્રી શ્રી માઇકલ પોમ્પિયો અને અમેરિકાનાં સંરક્ષણ મંત્રી શ્રી જેમ્સ મેટ્ટિસ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
તેમણે પ્રધાનમંત્રીને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથેની એમની બેઠકને આનંદ સાથે યાદ કરી હતી અને બંને મંત્રીઓને એમની શુભેચ્છાઓ પાઠવવા વિનંતી કરી હતી.
બંને મંત્રીઓએ આજે સવારે આયોજિત 2+2 સંવાદ રચનાત્મક અને સરકારાત્મક રહ્યો હોવાની જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે 2+2 સંવાદ યોજવા બદલ અમેરિકાનાં બંને મંત્રીઓને તથા ભારતનાં વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.