આજે (24 ઓગસ્ટ, 2018) “વાજબી કિંમતે સૌર ઊર્જા માટે ક્ષમતા નિર્માણમાં ભારતીય સમુદાયની ભૂમિકા” પર પ્રવાસી ભારતીય દિવસનાં પેનલિસ્ટ પ્રધાનમંત્રીને મળ્યાં હતાં.
આ પેનલિસ્ટમાં વદેશોમાં સ્થાયી ભારતીય સમુદાય અને ભારતનાં પ્રસિદ્ધ નિષ્ણાતો, શિક્ષાવિદો, નવપ્રવર્તકો, ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો સામેલ હતાં. તેમણે છેલ્લાં બે દિવસ દરમિયાન તેમની ચર્ચાવિચારણાનાં પરિણામો રજૂ કર્યાં હતાં, જેમાં યુટિલિટી સ્કેલ સોલર, ઑફ-ગ્રિડ અને માઇક્રોગ્રેડ સોલ્યુશન્સ, સોલર સ્ટોરેજ, અત્યાધુનિક સોલર ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્ર માટે ધિરાણનાં નવીન વિકલ્પો સામેલ છે.
પ્રધાનમંત્રીએ વ્યવહારિક ભલામણોને આવકારી હતી તથા વિદેશ મંત્રાલય અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયને નિષ્ણાતો વચ્ચે થયેલા આ આદાન-પ્રાદનને આગળ વધારવાની તેમજ નીતિનિર્માણમાં પ્રસ્તુત પરિણામોને ધ્યાનમાં લેવા સૂચન કર્યુ હતુ.