રાઇસીના સંવાદ દરમિયાન ભારતની મુલાકાતેઆવેલારશિયાના વિદેશ મંત્રી શ્રી સર્ગેઇ લાવરોવે આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકતા યોજી હતી.
વિદેશમંત્રી લાવરોવેરશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદીમીર પુતિનનો શુભેચ્છા સંદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડ્યો હતો. પ્રધાનમંત્રીએઆ શુભેચ્છાનો ઉષ્માપૂર્ણ પ્રતિભાવ આપ્યો હતો અને નવા વર્ષમાં રશિયાના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટેની શુભેચ્છાઓનો સંદેશ તેમના સુધી પહોંચાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ 13 જાન્યુઆરી 2020ના રોજ ટેલિફોન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેસંખ્યાબંધ મુદ્દે થયેલી વ્યાપક ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો અને વિતેલા વર્ષમાં બંને દેશો વચ્ચે વિશેષ અનેવિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની તેમણે નોંધ લીધી હતી.
વિદેશમંત્રી લાવરોવે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિપુતિન મે 2020માં 75માં વિજય દિવસની ઉજવણીમાં અને જુલાઇ 2020માં BRICS તેમજ SCO સમિટમાં ભાગ લેવા માટેપ્રધાનમંત્રીની રશિયાની મુલાકાતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે બહુવિધ પ્રસંગોમાં થનારી મુલાકાતોને પ્રધાનમંત્રીએ આવકારી હતી અને કહ્યું હતું કે, તેઓ પણઆ વર્ષના અંતમાં વાર્ષિક દ્વિપક્ષીય સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વર્ષ 2019માં બંને દેશો વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા અને પરિણામો મળ્યાં હતા. તેમણે સૂચવ્યું હતું કે, વર્ષ 2020, કે જે ભારત અને રશિયન સંઘ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપનાની 20મી વર્ષગાંઠ પણ છે ત્યારે આ વર્ષ ‘તે નિર્ણયોના અમલનું વર્ષ’ હોવું જોઇએ.
વિદેશમંત્રી લાવરોવે પ્રધાનમંત્રીને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ રશિયાના વલણ અંગે પણ માહિતી આપી હતી.