કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓએ 20 ડિસેમ્બર, 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મધ્ય એશિયન દેશોના વિદેશમંત્રીઓ ભારત-મધ્ય એશિયા સંવાદની ત્રીજી બેઠકમાં સામેલ થવા માટે નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે.
મધ્ય એશિયન વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદીને પોતાના રાષ્ટ્રપતિઓના અભિવાદન પાઠવ્યા હતા અને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમના નેત઼ૃત્વની તત્પરતા પર ભાર મૂક્યો હતો. તેમણે 18-19 ડિસેમ્બર, 2021ના રોજ ભારતના વિદેશ મંત્રીની અધ્યક્ષતામાં આયોજિત ભારત-મધ્ય એશિયા સંવાદના વિચારવિમર્શન પર પ્રધાનમંત્રીને જાણકારી આપી, જેમાં અફઘાનિસ્તાનની સ્થિતિ સહિત વ્યાપાર અને સંપર્ક, વિકાસ સહભાગિતા અને પ્રાદેશિક વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ એ મહત્વ પર ભાર આપ્યો કે ભારત મધ્ય એશિયન દેશોની સાથે પોતાના દીર્ઘકાલિન સંબંધોને જોડે છે, જે તેના ‘વિસ્તરિત પડોશ’નો હિસ્સો છે. તેમણે આ વર્ષે મંત્રીઓને તેમના સ્વાતંત્ર્યની 30મી વર્ષગાંઠ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે 2015માં તમામ મધ્ય એશિયન દેશો અને પછી કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની પોતાની યાદગાર યાત્રાઓને યાદ કરી. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં ભારતીય ફિલ્મો, સંગીત, યોગ વગેરેની લોકપ્રિયતાને જોતા ભારત અને મધ્ય એશિયા વચ્ચે સાંસ્કૃતિક અને લોકોથી લોકો સાથેનો સંપર્ક જાળવી રાખવાના મહત્વને રેખાંકિત કર્યુ. તેમણે ભારત અને મધ્ય એશિયા વચ્ચે વધેલા આર્થિક સહયોગની સંભાવના અને આ મામલે કનેક્ટિવિટીની ભૂમિકાને પણ રેખાંક્તિ કરી.
ભારત-મધ્ય એશિયા સંવાદે ભારત અને મધ્ય એશિયન દેશો વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધોને ગતિ આપી છે. ભારત અને મધ્ય એશિયન દેશ આગામી વર્ષ પોતાના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ મનાવશે.