આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રવિ બજાર સિઝન 2022-23 (આરએમએસ) માટે તમામ અધિદિષ્ટ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.
ખેડૂતોને પોતાના પાક માટે લાભદાયી ભાવો સુનિશ્ચિત કરવા માટે સરકારે આરએમએસ 2022-23 માટે રવિ પાકના લઘુતમ ટેકાના ભાવોમાં વધારો કર્યો છે. અગાઉના વર્ષની સરખામણીએ એમએસપીમાં સૌથી વધારે સંપૂર્ણ વધારો મસૂર અને રાયડો (રેપસીડ્સ) અને જવ માટે (દરેકમાં ક્વિન્ટલે રૂ. 400) ભલામણ કરવામાં આવી છે. ત્યારબાદ ચણા (ક્વિન્ટલ દીઠ રૂ. 130)માં વધારો કરવામાં આવ્યો છે. કુસુમ માટે ગત વર્ષની સરખામણીએ ક્વિન્ટલે રૂ. 114નો વધારો કરવામાં આવ્યો છે. પરિવર્તનશીલ વળતરનો હેતુ પાક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે.
બજાર સિઝન 2022-23 માટે તમામ રવિ પાક માટે એમએસપી ( રૂ./ક્વિન્ટલમાં)
પાક |
આરએમએસ 2021-22 માટે એમએસપી |
આરએમએસ 2022-23 માટે એમએસપી |
2022-23નો ઉત્પાદન ખર્ચ* |
એમએસપીમાં વધારો (સંપૂર્ણ) |
ખર્ચ પર વળતર (ટકામાં) |
ઘઉં |
1975 |
2015 |
1008 |
40 |
100 |
જવ |
1600 |
1635 |
1019 |
35 |
60 |
ચણા |
5100 |
5230 |
3004 |
130 |
74 |
મસૂર |
5100 |
5500 |
3079 |
400 |
79 |
રાયડો અને સરસવ |
4650 |
5050 |
2523 |
400 |
100 |
કુસુમ |
5327 |
5441 |
3627 |
114 |
50 |
* સર્વગ્રાહી ખર્ચ છે જેમાં નોકરીએ રાખેલ માનવ શ્રમ પાછળ ખર્ચ, બળદ શ્રમ/મશીન શ્રમ, જમીનમાં ગણોત માટે ચૂકવાયેલ ભાડું, બિયારણ, ખાતર, છાણ, સિંચાઇ શુલ્ક જેવી સામગ્રીઓના વપરાશ પાછળ ખર્ચ, ઓજારો અને ખેત ઇમારતોનો ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પમ્પ સેટ ઈત્યાદિના વપરાશ માટે ડીઝલ/વીજળી, પરચૂરણ ખર્ચ અને પારિવારિક શ્રમની ઉમેરાયેલ મૂલ્ય જેવાં ચૂકવાયેલ તમામ ખર્ચાનો સમાવેશ થાય છે.
આરએમએસ 2022-23 માટે રવિ પાક માટે એમએસપીમાં વધારો અખિલ ભારત ભારાંક સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા એમએસપી નક્કી કરવા માટે કેન્દ્રીય અંદાજપત્રે 2018-19માં કરાયેલી જાહેરાતને અનુરૂપ છે જેનો ઉદ્દેશ ખેડૂતો માટે વાજબી વળતર માટેનો છે. ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચની ઉપર અપેક્ષિત વળતર ઘઉં અને રાયડા તેમજ સરસવના કિસ્સામાં (દરેકમાં 100 ટકા) સર્વોચ્ચ અને ત્યારબાદ મસૂર (79%); ચણા (74%); જવ (60%); કુસુમ (50%) પર મળવાની ધારણા છે.
તેલિબિયાં, કઠોળ અને બરછટ-જાડાં અનાજની તરફેણમાં એમએસપીને ફરી જોડવા માટેના કેન્દ્રીય પ્રયાસો છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયા છે જેથી ખેડૂતો એમનો મોટો વિસ્તાર આ પાક હેઠળ લાવવા અને માગ-પુરવઠાના અસંતુલનને સુધારવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજી અને ખેત પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત થાય.
આ ઉપરાંત, સરકાર દ્વારા તાજેતરમાં જાહેર થયેલી કેન્દ્ર પુરસ્કૃત યોજના નેશનલ મિશન ઓન એડિબલ ઑઇલ્સ-ઑઇલ પામ (એનએમઈઓ-ઓપી) ખાદ્ય તેલોના ઘરેલુ ઉત્પાદનને વધારવામાં અને આયાત પરના અવલંબનને ઘટાડવામાં મદદ કરશે. કુલ રૂ. 11040 કરોડના ખર્ચ સાથે આ યોજના આ ક્ષેત્રના વિસ્તારને વિસ્તારવામાં અને ઉત્પાદકતાને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ ખેડૂતોને એમની આવક વધારીને એમને મદદરૂપ થશે અને વધારે રોજગાર પેદા કરશે.
2018માં સરકાર દ્વારા જાહેર કરાયેલી છત્ર યોજના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન” (પીએમ-આશા) ખેડૂતોને એમના પાક માટે લાભદાયી વળતર પૂરું પાડવામાં મદદ કરશે. આ છત્ર યોજના ત્રણ પેટા યોજનાઓ ધરાવે છે જેમ કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ), પ્રાઇસ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ (પીડીપીએસ) અને પ્રાઈવેટ પ્રોક્યુઅર્મેન્ટ એન્ડ સ્ટૉકિસ્ટ સ્કીમ (પીપીએસએસ) પાઇલટ આધારે સામેલ કરવામાં આવી છે.
किसान भाइयों और बहनों के हित में सरकार ने आज एक और बड़ा निर्णय लेते हुए सभी रबी फसलों की MSP में बढ़ोतरी को मंजूरी दी है। इससे जहां अन्नदाताओं के लिए अधिकतम लाभकारी मूल्य सुनिश्चित होंगे, वहीं कई प्रकार की फसलों की बुआई के लिए भी उन्हें प्रोत्साहन मिलेगा।https://t.co/xsjC99rvQg
— Narendra Modi (@narendramodi) September 8, 2021