કેન્દ્રીય મંત્રીમંડળે “MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” કાર્યક્રમ માટે USD 808 મિલિયન મંજૂર કર્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે વિશ્વ બેંકની સહાય સાથેના કાર્યક્રમ “MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” (RAMP) માટે 808 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે રૂપિયા 6,062.45 કરોડ મંજૂર કર્યા છે. RAMP એક નવી યોજના છે અને નાણાકીય વર્ષ 2022-23માં તેનો આરંભ થશે.
સામેલ ખર્ચ:
આ યોજનાનો કુલ ખર્ચ રૂ. 6,062.45 કરોડ અથવા 808 મિલિયન અમેરિકી ડૉલર છે, જેમાંથી રૂ. 3750 કરોડ અથવા 500 મિલિયન અમેરિકી ડૉલર વિશ્વ બેંક પાસેથી લોન પેટે મળશે અને બાકી રહેલી રૂ. 2312.45 કરોડ અથવા 308 મિલિયન અમેરિકી ડૉલરની મૂડી ભારત સરકાર (GoI) દ્વારા પૂરી પાડવામાં આવશે.
મુદ્દાસર વિગતો:
“MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” (RAMP) યોજના વિશ્વ બેંક દ્વારા સહાયતા પ્રાપ્ત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MoMSME) દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કોરોના વાઇરસ બીમારી 2019 (કોવિડ) સ્થિતિસ્થાપકતા અને પુનર્પાપ્તિ હસ્તક્ષેપોને સમર્થન આપે છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ બજાર અને ધીરાણ સુધીની પહોંચમાં સુધારો કરવાનો, કેન્દ્ર અને રાજ્યમાં સંસ્થાઓ તેમજ સુશાસનને મજબૂત કરવાનો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જોડાણો અને ભાગીદારીમાં સુધારો કરવાનો, વિલંબમાં પડેલી ચુકવણીના મુદ્દાઓનો ઉકેલ લાવવાનો અને MSMEને હરિત બનાવવાનો છે.
રાષ્ટ્રીય સ્તરે MoMSMEની ક્ષમતાનું નિર્માણ કરવા ઉપરાંત, RAMP કાર્યક્રમ રાજ્યોમાં અમલીકરણ ક્ષમતા અને MSME કવરેજ વધારે વ્યાપક કરવાનો ઉદ્દેશ પણ રાખે છે.
રોજગારી સર્જનની સંભાવના અને સંખ્યાબંધ લાભો સહિત મુખ્ય અસરો:
RAMP કાર્યક્રમથી MSME ક્ષેત્ર સમક્ષ ઉભા થયેલા સામાન્ય અને કોવિડ સંબંધિત પડકારોને હાલમાં અસ્તિત્વમાં રહેલી MSME યોજનાઓના પ્રભાવમાં વધારો કરીને તેનો ઉકેલ લાવવામાં આવશે જેમાં ખાત કરીને સ્પર્ધાત્મકતા મોરચે ધ્યાન આપવામાં આવશે. વધુમાં, કાર્યક્રમ ક્ષમતા નિર્માણ, હેન્ડહોલ્ડિંગ, કૌશલ્ય વિકાસ, ગુણવત્તા સંવર્ધન, ટેકનોલોજિકલ અપગ્રેડેશન, ડિજિટાઇઝેશન, સંપર્ક અને માર્કેટિંગ પ્રોત્સાહન તેમજ, અન્ય બાબતોની વચ્ચે અપૂરતું ધ્યાન આપવામાં બ્લૉક્સને પ્રોત્સાહન આપશે.
RAMP કાર્યક્રમ, રાજ્યો સાથે સહયોગમાં વધારો કરીને મોટા રોજગાર સક્ષમકર્તા, બજાર પ્રોત્સાહક, નાણાં સુવિધા પૂરા પાડનાર બનશે અને નિઃસહાય સ્થિતિમાં મૂકાયેલા વર્ગો તેમજ હરિત પહેલને સમર્થન કરશે.
જે રાજ્યોમાં MSMEની હાજરી નીચલી બાજુએ હોય, ત્યાં RAMP હેઠળ આવરી લેવામાં આવતી યોજનાઓની ઉચ્ચ અસરને પરિણામે આ કાર્યક્રમ મોટા ઔપચારિકરણની શરૂઆત કરશે. આ રાજ્યો દ્વારા વિકસાવવામાં આવેલ SIP સુધારેલ MSME ક્ષેત્રના વિકાસ માટે ભાવિ રૂપરેખા તરીકે કામ કરશે.
RAMP અંતર્ગત આવિષ્કારને પ્રોત્સાહન આપવામાં આવશે અને ઉદ્યોગજગતના માપદંડો, આચરણોમાં વધારો કરવામાં આવશે અને MSME સ્પર્ધાત્મક તેમજ આત્મનિર્ભર બની શકે તે માટે તેમને જરૂરી ટેકનોલોજિકલ ઇનપુટ આપવામાં આવશે, નિકાસમાં વધારો કરવામાં આવશે, આયાતની અવેજ ઉભી કરવામાં આવશે અને ઘરેલુ વિનિર્માણને પ્રોત્સાહન આપવામાં આવશે, માટે આ પ્રકારે આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત મિશનને અનુરૂપ રહેશે.
RAMPની આ ભૂમિકા પણ જોવા મળશે:
- પુરાવા આધારિત નીતિ અને કાર્યક્રમ ડિઝાઇન માટે ઉન્નત કરેલી ક્ષમતા દ્વારા “નીતિ પ્રદાતા” બનશે જેથી વધારે અસરકારક અને સસ્તા MSME હસ્તક્ષેપો આપી શકાય અને સ્પર્ધાત્મકતા તેમજ વ્યવસાયની ટકાઉક્ષમતામાં વધારો થઇ શકે.
- બેન્ચમાર્કિંગ, શેરિંગ અને આંતરરાષ્ટ્રીય અનુભવોનો લાભ ઉઠાવીને શ્રેષ્ઠ આચરણો/સફળતાની ગાથાઓનું પ્રદર્શન કરીને “જ્ઞાન પ્રદાતા” તરીકે જોવા મળશે, અને
- શ્રેષ્ઠ કક્ષા અને અત્યંત આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), મશીન લર્નિંગ વગેરે દ્વારા MSMEના ડિજિટલ અને ટેકનોલોજિકલ પરિવર્તન માટે ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી સુગમ કરાવવા માટે “ટેકનોલોજી પ્રદાતા” બનશે.
RAMP કાર્યક્રમ સમગ્ર દેશમાં પોતાના પ્રભાવ સાથે MSME તરીકે પાત્રતા ધરાવતા તમામ 63 મિલિયન ઔદ્યોગિક એકમોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાભ પહોંચાડશે.
જો કે, કુલ 5,55,000 MSMEને ખાસ કરીને કામગીરીમાં ઉન્નતિ માટે લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે અને આ ઉપરાંત, સેવા ક્ષેત્રને સમાવવા માટે લક્ષિત બજારના વિસ્તરણ અને લગભગ 70,500 મહિલા MSMEની વૃદ્ધિ કરવાની પણ વિભાવના સમાવી લેવામાં આવી છે.
અમલીકરણની વ્યૂહનીતિ અને લક્ષ્યો:
આ કાર્યક્રમમાં પ્રાથમિક મિશન અને અભ્યાસ પછી બે પરિણામી ક્ષેત્રોને ઓળખી લેવામાં આવ્યા છે જેમાં (1) MSME કાર્યક્રમની સંસ્થાઓ અને સુશાસનનું મજબૂતીકરણ અને (2) બજારની સુલભતા, પેઢીઓની ક્ષમતાઓ અને ફાઇનાન્સની પહોંચને સમર્થન છે.
બજારની સુલભતા અને સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાલમાં ચાલી રહેલા MoMSME કાર્યક્રમને સમર્થન આપવા માટે ડિસ્બર્સમેન્ટ લિન્ક્ડ ઇન્ડિકેટર્સ (DLI) સામે મંત્રાલયના બજેટમાં RAMP દ્વારા ભંડોળનો પ્રવાહ લાવવામાં આવશે.
વિશ્વ બેંક દ્વારા RAMP માટે કરવામાં આવેલી ભંડોળની ચુકવણી નીચે જણાવ્યા અનુસાર ડિસ્બર્સમેન્ટ લિન્ક્ડ ઇન્ટિકેટર્સ પૂરા કરશે:
- રાષ્ટ્રીય MSME સુધારા એજન્ડાનો અમલ
- MSME ક્ષેત્ર કેન્દ્ર – રાજ્ય સહયોગમાં પ્રવેગ
- ટેકનોલોજી અપગ્રેડેશન યોજના (CLCS-TUS)ની અસરકારકતામાં વૃદ્ધિ
- MSME માટે પ્રાપ્ત થવા યોગ્ય ફાઇનાન્સિંગ બજારનું મજબૂતીકરણ
- સુક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ધીરાણ બાંયધરી ટ્રસ્ટ (CGTMSE)ની અસરકારકતામાં વધારો અને “ગ્રિનિંગ અને જેન્ડર” ડિલિવરી
- ચુકવણીમાં વિલંબની ઘટનાઓમાં ઘટાડો કરવો
RAMPનું મહત્વનું ઘટક વ્યૂહાત્મક રોકાણ યોજનાઓ (SIP) તૈયાર કરવાનું છે, જેમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આમંત્રણ આપવામાં આવશે.
SIPમાં RAMP અંતર્ગત આવતા MSMEની ઓળખ અને ગતિશીલતા માટે આઉટરીચ (સંપર્ક) પ્લાન, મુખ્ય અવરોધો અને અંતરાયોની ઓળખ, સીમાચિહ્નો નક્કી કરવાની કામગીરી અને અક્ષય ઉર્જા, ગ્રામીણ અને બિન-ખેતી વ્યવસાય, જથ્થાબંધ અને છૂટક વેપાર, ગ્રામીણ અને કુટીર ઉદ્યોગ, મહિલા ઉદ્યોગ વગેરે સહિત જેમાં બજેટની જરૂર હોય તેવા પ્રોજેક્ટ સામેલ રહેશે.
RAMP પર એકંદરે દેખરેખ અને નીતિઓના ઓવરવ્યૂની કામગીરી એક સર્વોચ્ચ રાષ્ટ્રીય MSME કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. તેનું નેતૃત્વ MSME પ્રધાન દ્વારા કરવામાં આવશે અને તેમાં વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે તેમજ સચિવાલય દ્વારા સમર્થિત છે. MoMSMEના સચિવના નેતૃત્વ હેઠળ RAMP કાર્યક્રમ સમિતિ દ્વારા RAMP હેઠળ ચોક્કસ પૂરી પાડવા પાત્ર સેવાઓ અને સુવિધાઓ પર દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, રોજબરોજના અમલીકરણ માટે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યોમાં કાર્યક્રમ વ્યવસ્થાપન એકમો તૈયાર કરવામાં આવશે, જેમાં RAMP કાર્યક્રમના અમલીકરણ, દેખરેખ અને મૂલ્યાંકન માટે MoMSME અને રાજ્યોને સમર્થન આપવા માટે ઉદ્યોગજગતમાંથી સ્પર્ધાત્મક રીતે પસંદ કરવામાં આવેલ વ્યાવસાયિકો અને નિષ્ણાતોને સમાવવામાં આવશે.
રાજ્યો/જિલ્લાઓને આવરી લેવાશે:
તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને SIP તૈયાર કરવા માટે આમંત્રણ આપવામાં આવશે અને SIP અંતર્ગત રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવોને તેમના મૂલ્યાંકનના આધારે ભંડોળ પૂરું પાડવામાં આવશે.
ભંડોળ આપવાનો નિર્ણય ઉદ્દેશ્ય પસંદગીના માપદંડો પર આધારિત હશે અને SIPનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમજ MoMSMEમાં સ્થાપિત કરવામાં આવેલી સઘન પ્રક્રિયા દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
ભારત સરકારે યુ. કે. સિંહા સમિતિ, કે. વી. કામથ સમિતિ અને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (PMEAC) દ્વારા કરવામાં આવેલી ભલામણોને અનુરૂપ MSMEના મજબૂતીકરણ માટે RAMPની રચના કરી હતી અને તેનો પ્રસ્તાવ મૂક્યો હતો.
97મી સ્ક્રિનિંગ સમિતિ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગ (DEA) દ્વારા RAMPના પ્રાથમિક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારપછી, મિશન, રાજ્યો અને અન્ય હિતધારકો સાથે વ્યાપક પરામર્શ, વિશ્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા ટેકનિકલ અને વિશ્વાસ આધીન મૂલ્યાંકન જેવા કાર્યો કરવામાં આવ્યા હતા. તે પછી, એક ખર્ચ ફાઇનાન્સ સમિતિ (EFC) નોંધ તૈયાર કરવામાં આવી હતી અને સંબંધિત મંત્રાલયો/વિભાગો પાસેથી તેમની ટિપ્પણીઓ મેળવવા માટે તેમને મોકલી આપવામાં આવી હતી. 18 માર્ચ 2021ના રોજ યોજાયેલી EFCની બેઠકમાં તેમણે આ નોંધ અંગે ચર્ચા કરી હતી અને આ પ્રસ્તાવને મંત્રીમંડળ દ્વારા વિચાર કરવા માટે મોકલવાની ભલામણ કરવામાં આવી હતી.