પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશમાં સાર્વજનિક Wi-Fi નેટર્વક દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓના ફેલાવામાં વધારો કરવા માટે સમગ્ર દેશમાં ફેલાયેલી સાર્વજનિક ડેટા કચેરીઓ (PDO) મારફતે સાર્વજનિક Wi-Fi સેવા પૂરી પાડવા માટે સાર્વજનિક ડેટા કચેરી એકત્રકારો (PDOA) દ્વારા સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ ઉભા કરવા માટેના DoT ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે કોઇ લાઇસન્સ ફી લેવામાં આવશે નહીં.

આ પ્રસ્તાવથી દેશમાં સાર્વજનિક Wi-Fi નેટવર્કની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે અને તેના કારણે, બ્રોડબેન્ડ નેટવર્કના ફેલાવામાં મદદ મળશે અને લોકોની આવકમાં વધારો થશે અને રોજગારી તેમજ સશક્તિકરણમાં વધારો થશે.

મુખ્ય વિશેષતાઓ:

આ સાર્વજનિક Wi-Fi ઍક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ PM-WANI તરીકે ઓળખાય છે. PM-WANI ઇકો-સિસ્ટમ અહીં નીચે ઉલ્લેખ કરેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે:

  • સાર્વજનિક ડેટા કચેરી (PDO): તેઓ માત્ર WANI સુસંગત Wi-Fi ઍક્સેસ પોઇન્ટ્સ સ્થાપિત કરશે, જાળવણી કરશે અને તેનું પરિચાલન કરશે તેમજ સબસ્ક્રાઇબર્સને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડશે.
  • સાર્વજનિક ડેટા કચેરી એકત્રકાર (PDOA): તેઓ PDOના એકત્રકાર રહેશે અને પ્રમાણીકરણ તેમજ એકાઉન્ટિંગ સંબંધિત કામગીરીઓ સંભાળશે.
  • એપ પ્રદાતા: તેઓ વપરાશકર્તાને નોંધણી કરાવવા માટે એપ્લિકેશન તૈયાર કરશે અને આસપાસના વિસ્તારોમાં WANI માટે સુસંગત Wi-Fi હોટસ્પોટ્સ શોધશે અને ઇન્ટરનેટ સેવાઓનો ઍક્સેસ મેળવવા માટે તેને એપ્લિકેશનમાં પ્રદર્શિત કરશે.
  • સેન્ટ્રલ રજીસ્ટ્રી: તે એપ પ્રદાતા, PDOA, અને PDOની વિગતો રાખશે. શરૂઆતથી સેન્ટ્રલ રજીસ્ટ્રી C-DoT દ્વારા જાળવવામાં આવશે.

હેતુઓ

PDO, PDOA માટે કોઇ નોંધણીની જરૂર નહીં પડે અને એપ પ્રદાતા DoTના ઑનલાઇન નોંધણી પોર્ટલ (SARALSANCHAR; https://saralsanchar.gov.in) દ્વારા પોતાની જાતે જ DoT સાથે નોંધણી કરાવી શકશે જેમાં કોઇપણ પ્રકારની નોંધણી ફી લેવામાં આવશે નહીં. અરજી કર્યા પછી 7 દિવસમાં નોંધણીને માન્યતા આપવામાં આવશે.

સરળતાથી વ્યવસાય થઇ શકે તે માટે આ વધુ વ્યવસાય અનુકૂળ અને અનુરૂપ રહેશે જેવી અપેક્ષા છે. કોવિડ-19 મહામારીના કારણે જ્યાં 4G મોબાઇલ કવરેજ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહેલા સબસ્ક્રાઇબર્સને સ્થિર અને હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ (ડેટા) સેવા આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. સાર્વજનિક Wi-Fi લગાવીને આ જરૂરિયાતને પૂરી કરી શકાય તેમ છે.

વધુમાં, સાર્વજનિક Wi-Fiના ફેલાવાથી રોજગારીનું સર્જન થવાની સાથે-સાથે, નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોના હાથમાં પણ નિકાલજોગ આવકમાં વધારો થશે જેથી એકંદરે દેશના GDPને વેગ મળશે.

સાર્વજનિક Wi-Fi દ્વારા બ્રોડબેન્ડ સેવાઓનો ફેલાવો એ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક પગલું છે અને તેના પરિણામલક્ષી લાભો પણ છે.

સાર્વજનિક Wi-Fi હોટસ્પોટ્સનો ઉપયોગ કરીને પૂરી પાડવામાં આવતી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા માટે કોઇ લાઇસન્સ ફી લેવામાં આવશે નહીં જેનાથી તેના ફેલાવાને ખૂબ જ મોટું પ્રોત્સાહન મળશે અને સમગ્ર દેશમાં તે સ્થાપિત થશે. બ્રોડબેન્ડની ઉપલબ્ધતા અને ઉપયોગના કારણે આવક, રોજગારી અને જીવનની ગુણવત્તા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વગેરેમાં વધારો થશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PM Modi made Buddhism an instrument of India’s foreign policy for global harmony

Media Coverage

How PM Modi made Buddhism an instrument of India’s foreign policy for global harmony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 એપ્રિલ 2025
April 05, 2025

Citizens Appreciate PM Modi’s Vision: Transforming Bharat, Connecting the World