પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે દેવગઢ, ઝારખંડ ખાતે નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ની સ્થાપના કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે 1103 કરોડ રૂપિયાના ફંડને પણ મંજૂર કરવામાં આવ્યું છે અને આ નવી એઈમ્સ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(પીએમએસએસવાય) અંતર્ગત રચાશે.
વિગતો :
દેવગઢની એઈમ્સમાં આ ખાસિયતો રહેશે:
- હોસ્પિટલ 750 પથારીની ક્ષમતા ધરાવતી હશે અને તેમાં ટ્રોમા સેન્ટરની સવલત હશે.
- એક મેડિકલ કોલેજ રહેશે જેમાં દર વર્ષે એમબીબીએસના 100 વિદ્યાર્થીઓને સમાવી શકાશે.
- 60 બી.એસ.સી. (નર્સિંગ) વિદ્યાર્થીઓને સમાવી શકે તેવી નર્સિંગ કોલેજ, રહેઠાણ અને અન્ય જરૂરી સવલતો, નવી દિલ્હીની એઈમ્સની શૈલી મુજબની તમામ સવલતો રહેશે.
- 15 ઓપરેશન થિયેટર સહિત 20 સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી વિભાગો હશે.
- મેડિસીનની પરંપરાગત સિસ્ટમ પર આધારિત સારવાર પૂરી પાડતી 30 પથારીનો એક આયુષ વિભાગ રહેશે.
અસરો:
દેવગઢમાં નવી એઇમ્સના રચના કરવાથી બે હેતૂ પાર પાડી શકાશે. એક તો આ પ્રાંતના નાગરિકોને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે અને નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) હેઠળ પ્રાથમિક અને બીજા સ્તરના સંસ્થાનો/સવલતો ઉપલબ્ધ કરીને આ વિસ્તારમાંથી જ ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ પેદા કરી શકાશે.
પૂર્વભૂમિકા:
પીએમએસએસવાય અંતર્ગત ભુવનેશ્વર, ભોપાલ, રાયપુર, જોધપુર, ઋષિકેશ અને પટણામાં એઈમ્સની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત રાયબરેલી (ઉત્તરપ્રદેશ), નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને ગુન્ટુરમાં મંગલાગિરી (આંધ્ર પ્રદેશ) ખાતેની આ એઈમ્સની કામગીરી પ્રગતિ પર છે. આ એઈમ્સ, ગોરખપુર (ઉત્તરપ્રદેશ)ના બાંધકામની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે.
આ ઉપરાંત નીચે મુજબની એઈમ્સને મંજૂરી આપી દેવામાં આવી છે.
- ભટિન્ડા, પંજાબ જુલાઈ 2016માં
- ગુવાહાટી (આસામ), મે 2017માં
- બિલાસપુર (હિમાચલ પ્રદેશ) જાન્યુઆરી 2018માં