પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે.
લાભાર્થીઓ
30 જૂન, 2019 સુધી નિવૃત્ત થયેલા સશસ્ત્ર દળોના કર્મચારીઓને {01 જુલાઈ, 2014થી પ્રિ-મેચ્યોર (પીએમઆર) નિવૃત્ત થયેલા સિવાય} આ સુધારા હેઠળ આવરી લેવામાં આવશે. 25.13 લાખથી વધારે (4.52 લાખથી વધારે નવા લાભાર્થીઓ સહિત) સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સને લાભ થશે. સરેરાશથી વધુ મેળવનારા માટે પૅન્શન સુરક્ષિત રહેશે. આ લાભ યુદ્ધની વિધવાઓ અને દિવ્યાંગ પૅન્શનર્સ સહિત ફેમિલી પૅન્શનર્સને પણ આપવામાં આવશે.
એરિયર્સની ચૂકવણી ચાર અર્ધવાર્ષિક હપ્તામાં કરવામાં આવશે. જો કે, વિશેષ/લિબરલાઇઝ્ડ ફેમિલી પૅન્શન મેળવનારા અને ગૅલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ સહિત તમામ ફેમિલી પૅન્શનર્સને એક જ હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.
ખર્ચ
સુધારણાના અમલીકરણ માટેના અંદાજિત વાર્ષિક ખર્ચની ગણતરી આશરે કરવામાં આવી છે જે @31% ડિયરનેસ રિલીફ (ડીઆર) મુજબ ગણતા રૂ. 8450 કરોડ થાય છે. 01 જુલાઈ, 2019થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે 19,316 કરોડ રૂપિયાથી વધુની એરિયર્સની ગણતરી 01 જુલાઈ, 2019 થી 30 જૂન, 2021 સુધીના સમયગાળા માટે 17% ડીઆરના આધારે અને 01 જુલાઈ, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે @31% પર 19,316 કરોડ રૂપિયાથી વધુની કરવામાં આવી છે. 01 જુલાઈ, 2019થી 30 જૂન, 2022 સુધીના એરિયર્સની ગણતરી લાગુ મોંઘવારી રાહત મુજબ અંદાજે રૂ.૨૩,૬૩૮ કરોડ છે. આ ખર્ચ ઓઆરઓપીનાં કારણે ચાલી રહેલા ખર્ચથી ઉપર અને વધારાનો છે.
1 જુલાઇ 2019થી અમલી ઓઆરઓપી હેઠળ સર્વિસ પૅન્શનમાં રૅન્ક વાઇઝ સંભવિત અંદાજિત વધારો (રૂપિયામાં) :
રૅન્ક |
01.01.2016 ના રોજ પૅન્શન |
સુધારેલું પૅન્શન 01.07.2019થી અમલી
|
સુધારેલું પૅન્શન 01.07.2021થી અમલી
|
01.07.2019 થી 30.06.2022 સુધી સંભવિત એરિયર્સ
|
સિપાઇ |
17,699 |
19,726 |
20,394 |
87,000 |
નાયક |
18,427 |
21,101 |
21,930 |
1,14,000 |
હવાલદાર |
20,066 |
21,782 |
22,294 |
70,000 |
નાયબ સૂબેદાર |
24,232 |
26,800 |
27,597 |
1,08,000 |
સબ મેજર |
33,526 |
37,600 |
38,863 |
1,75,000 |
મેજર |
61,205 |
68,550 |
70,827 |
3,05,000 |
લેફ્ટનન્ટ કર્નલ |
84,330 |
95,400 |
98,832 |
4,55,000 |
કર્નલ |
92,855 |
1,03,700 |
1,07,062 |
4,42,000 |
બ્રિગેડિયર |
96,555 |
1,08,800 |
1,12,596 |
5,05,000 |
મેજર જનરલ |
99,621 |
1,09,100 |
1,12,039 |
3,90,000 |
લેફ. જનરલ |
1,01,515 |
1,12,050 |
1,15,316 |
4,32,000 |
પશ્ચાદભૂમિકા
સરકારે સંરક્ષણ દળોના કર્મચારીઓ/ફેમિલી પૅન્શનર્સ માટે ઓઆરઓપી લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને 01 જુલાઈ, 2014થી અમલી પૅન્શનમાં સુધારો કરવા માટે 07 નવેમ્બર, 2015ના રોજ નીતિગત પત્ર બહાર પાડ્યો હતો. ઉક્ત નીતિ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભવિષ્યમાં દર 5 વર્ષે પૅન્શન ફરીથી નક્કી કરવામાં આવશે. ઓઆરઓપીનાં અમલીકરણમાં આઠ વર્ષમાં દર વર્ષે @Rs 7,123 કરોડ અંદાજે રૂ. 57,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.