પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 24,104 કરોડ (કેન્દ્ર સરકારનો હિસ્સોઃ રૂ. 15,336 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 8,768 કરોડ) છે, જેનો ઉદ્દેશ 9 લાઇન મંત્રાલયો મારફતે 11 મહત્ત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ખૂંટીથી જનજાતીય ગૌરવ દિવસ પર અભિયાનની જાહેરાત કરી હતી.

બજેટ ભાષણ 2023-24માં જાહેરાત કર્યા મુજબ, "ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) ની સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે, પ્રધાનમંત્રી પીવીટીજી ઓફ ડેવલપમેન્ટ મિશન શરૂ કરવામાં આવશે. તેનાથી પીવીટીજી કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનું ચોખ્ખું પાણી અને સાફસફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, માર્ગ અને દૂરસંચાર જોડાણ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી સંતૃપ્તિ મળશે. અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ કાર્યયોજના (ડીએપીએસટી) હેઠળ આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે રૂ.15,000 કરોડની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે."

વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં એસટીની વસતિ 10.45 કરોડ છે, જેમાંથી 75 સમુદાયો 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી)માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ પીવીટીજી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં નબળાઈનો સામનો કરી રહી છે.

પીએમ-જનમન (કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓ સહિત) આદિજાતિ બાબતોનાં મંત્રાલય સહિત 9 મંત્રાલયો મારફતે 11 મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે નીચે મુજબ છેઃ

ક્રમ

પ્રવૃત્તિ

લાભાર્થીની સંખ્યા લક્ષ્યો

ખર્ચના ધોરણો

1

પાકા મકાનોની જોગવાઈ

4.90 લાખ

રૂપિયા 2.39 લાખ / ઘર

2

માર્ગોને જોડતા

8000 KM

રૂ. 1.00 કરોડ/કિ.મી.

3a

પાઇપ વડે પાણી પુરવઠો/

મિશન હેઠળ 4.90 લાખ એચએચ સહિત તમામ પીવીટીજી આવાસોનું નિર્માણ કરવામાં આવશે

યોજનાબદ્ધ ધોરણો મુજબ

3b

સામુદાયિક પાણી પુરવઠો

2500 ગામડાઓ/વસાહતો કે જેમની વસતી 20 એચએચથી ઓછી હોય

વાસ્તવિક કિંમત મુજબ આવી હતી

4

દવાના ખર્ચ સાથેના મોબાઇલ મેડિકલ એકમો

1000 (10/જીલ્લો)

33.88.00 લાખ/એમ.એમ.યુ.

5a

છાત્રાલયોનું નિર્માણ

500

રૂ. 2.75 કરોડ/હોસ્ટેલ

5b

વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય

60 Aspirational PVTG બ્લોક

રૂપિયા 50 લાખ/બ્લોક

6

આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ

2500

રૂપિયા 12 લાખ/AWC

7

બહુહેતુક કેન્દ્રોનું નિર્માણ (એમપીસી)

1000

પ્રત્યેક એમપીસીમાં એએનએમ અને આંગણવાડી કાર્યકરની રૂ. 60 લાખ/એમપીસીની જોગવાઈ

8a

એચએચએસનું ઊર્જાવર્ધકકરણ (લાસ્ટ માઇલ કનેક્ટિવિટી)

57000 HHs

રૂપિયા 22,500/HH

8b

0.3 કિલોવોટ સોલર ઓફ-ગ્રિડ સિસ્ટમની જોગવાઈ

100000 HHs

રૂ. ૫૦,૦૦૦/એચએચ અથવા વાસ્તવિક કિંમત મુજબ

9

શેરીઓ અને એમપીસીમાં સોલર લાઇટિંગ

1500 એકમો

યુનિટ રૂ. 1,00,00,000/

10

VDVK ની સુયોજના

500

રૂપિયા 15 લાખ/VDVK

11

મોબાઇલ ટાવર્સની સ્થાપના

3000 ગામો

યોજનાબદ્ધ ધોરણો મુજબ ખર્ચ

 

ઉપર ઉલ્લેખિત હસ્તક્ષેપો સિવાય અન્ય મંત્રાલયોની નીચેની દરમિયાનગીરી પણ આ મિશનનો ભાગ હશેઃ

  1. આયુષ મંત્રાલય વર્તમાન ધારાધોરણો મુજબ આયુષ વેલનેસ સેન્ટરની સ્થાપના કરશે અને આયુષ સુવિધાઓ મોબાઇલ મેડિકલ યુનિટ્સ મારફતે પીવીટીજીનાં રહેઠાણો સુધી વિસ્તૃત કરવામાં આવશે.
  2. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય, પીવીટીજીનાં રહેઠાણો, બહુહેતુક કેન્દ્રો અને છાત્રાલયોમાં આ સમુદાયોનાં યોગ્ય કૌશલ્ય અનુસાર કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમની સુવિધા આપશે

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature