પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 10 મુખ્ય ક્ષેત્રોમાં ભારતની વિનિર્માણ ક્ષમતા વધારો અને નિકાસમાં વૃદ્ધિ – આત્મનિર્ભર માટે ભારત વિનિર્માણ સંલગ્ન પહેલ (PLI) યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

પ્રાથમિકતા

ક્ષેત્રો

અમલીકરણ મંત્રાલયવિભાગ

પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય કરવામાં આવેલો નાણાકીય ખર્ચ રૂપિયા કરોડમાં

  1.  

અદ્યતન રસાયણિક કોષ (ACC) બેટરી

નીતિ આયોગ અને ભારે ઉદ્યોગ વિભાગ

18100

  1.  

ઇલેક્ટ્રોનિક/ ટેકનોલોજી ઉત્પાદનો

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી વિભાગ

5000

  1.  

ઓટોમોબાઇલ્સ અને વાહનના ભાગો

ભારે ઉદ્યોગ વિભાગ

57042

  1.  

ફાર્માસ્યુટિકલ્સ દવાઓ

ફાર્માસ્યુટિકલ્સ વિભાગ

15000

  1.  

દૂરસંચાર અને નેટવર્કિંગ ઉત્પાદનો

દૂરસંચાર વિભાગ

12195

  1.  

ટેક્સટાઇલ ઉત્પાદન: MMF વિભાગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સ

ટેક્સટાઇલ મંત્રાલય

10683

  1.  

ખાદ્ય ઉત્પાદનો

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

10900

  1.  

ઉચ્ચ કાર્યદક્ષ સોલર PV મોડ્યૂલ્સ

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય

4500

  1.  

શ્વેત ચીજવસ્તુઓ (AC અને LED)

ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વ્યાપર વિભાગ

6238

  1.  

વિશેષતા સ્ટીલ

સ્ટીલ મંત્રાલય

6322

કુલ

145980

 

PLI યોજનાનો અમલ સંબંધિત મંત્રાલયો/ વિભાગો દ્વારા કરવામાં આવશે અને એકંદરે નિર્ધારિત કરવામાં આવેલી આર્થિક મર્યાદામાં તેનો અમલ કરવામાં આવશે. વ્યક્તિગત ક્ષેત્રો માટે PLIની અંતિમ દરખાસ્તોનું ખર્ચ આર્થિક સમિતિ (EPC) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને મંત્રીમંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. જો મંજૂરી આપવામાં આવેલા કોઇ એક ક્ષેત્રની PLI યોજનામાંથી કોઇ બચત હશે તો, આ ભંડોળ સચિવોના અધિકાર પ્રાપ્ત સમૂહની મંજૂરીના આધારે અન્ય માન્યતા પ્રાપ્ત ક્ષેત્રમાં ઉપયોગમાં લઇ શકાશે. PLI માટે કોઇપણ નવા ક્ષેત્રને મંત્રીમંડળની નવી મંજૂરી લેવાની રહેશે.

આ 10 મુખ્ય ક્ષેત્રોમાં PLI યોજના ભારતીય વિનિર્માણને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે આ ક્ષેત્રોમાં મૂળભૂત કાર્યક્ષમતાના ક્ષેત્રોમાં રોકાણને આકર્ષશે અને અદ્યતન ટેકનોલોજી પૂરી પાડશે; કાર્યદક્ષતા સુનિશ્ચિત થશે; અર્થતંત્રનો વ્યાપ વધશે; નિકાસમાં વૃદ્ધિ થશે અને ભારતને વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલાનું અભિન્ન અંગ બનવામાં મદદ કરશે.

  • ACC બેટરી વિનિર્માણ સંખ્યાબંધ વૈશ્વિક વિકાસના ક્ષેત્રો જેમ કે, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો અને અક્ષય ઉર્જા માટે એકવીસમી સદીની સૌથી મોટી આર્થિક તકોમાંથી એક તક પ્રસ્તૂત કરે છે. ACC બેટરી માટે PLI યોજનાથી મોટાપાયે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ભારતમાં સ્પર્ધાત્મક ACC બેટરી સેટઅપ ઉભા કરવામાં પ્રોત્સાહન પ્રાપ્ત થશે.
  • ભારત 2025 સુધીમાં 1 ટ્રિલિયન USDનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. વધુમાં, ડેટા લોકલાઇઝેશન, ભારતમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બજાર, સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયા જેવી પરિયોજનાઓના પરિણામે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની માંગમાં વધારો થવાની અપેક્ષા છે. PLI યોજનાથી ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના વિનિર્માણને વેગ પ્રાપ્ત થશે.
  • ઓટોમોટિવ ઉદ્યોગ ભારતના અર્થતંત્રમાં ઘણું મોટું યોગદાન આપે છે. PLI યોજનાથી ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બનશે અને ભારતીય ઓટોમોટિવ ક્ષેત્રના વૈશ્વિકરણમાં વધારો કરશે.
  • ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દુનિયામાં જથ્થાને અનુલક્ષીને ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ છે અને મૂલ્યના સંદર્ભમાં 14મો સૌથી મોટો ઉદ્યોગ છે. વૈશ્વિક સ્તરે નિકાસ થતી કુલ દવાઓ અને ઔષધીઓમાં તેનું યોગદાન 3.5% છે. ભારત ફાર્માસ્યુટિકલ્સના વિકાસ અને વિનિર્માણ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ ધરાવે છે અને તેને આનુષાંગિક ઉદ્યોગોનું પણ એક મજબૂત વ્યવસ્થાતંત્ર ધરાવે છે. PLI યોજનાથી વૈશ્વિક અને સ્થાનિક ખેલાડીઓને ઉચ્ચ મૂલ્ય વિનિર્માણ માટે પ્રોત્સાહન મળી રહેશે.
  • સુરક્ષિત દૂરસંચાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં દૂરસંચાર ઉપકરણો મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ઘટક તરીકેની ભૂમિકા નિભાવે છે અને ભારત દૂરસંચાર અને નેટવર્કિંગ ઉત્પાદનોમાં મોટા મૂળ ઉપકરણોના ઉત્પાદક બનવાની મહત્વાકાંક્ષા રાખે છે. PLI યોજનાથી વૈશ્વિક ખેલાડીઓ દ્વારા ભારતમાં રોકાણ આવવાની અપેક્ષા છે અને તેનાથી સ્થાનિક કંપનીઓને ઉભરતી તકો ઝડપી લેવા અને નિકાસના બજારમાં મોટા ખેલાડીઓ બનવામાં મદદ મળશે.
  • ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ દુનિયામાં સૌથી મોટા ઉદ્યોગમાંથી એક છે અને ટેક્સટાઇલ તેમજ કપડાની કુલ વૈશ્વિક નિકાસમાંથી અંદાજે 5% હિસ્સો ધરાવે છે. પરંતુ માનવસર્જિત રેસા (MMF) વિભાગમાં ભારતનો હિસ્સો વૈશ્વિક વપરાશથી વિરુદ્ધ ઘણો ઓછો છે અને આ વિભાગમાં તેનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. PLI યોજનાથી આ ક્ષેત્રમાં સ્થાનિક સ્તરે વિનિર્માણને વેગ આપવા માટે મોટાપાયે રોકાણને આકર્ષી શકાશે જેમાં ખાસ કરીને MMF વિભાગ અને ટેકનિકલ ટેક્સટાઇલમાં રોકાણ આવી શકશે.
  • ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગનો વિકાસ થાય તો ખેડૂતોને બહેતર ભાવ મળે અને મોટાપાયે થતા બગાડમાં ઘટાડો લાવી શકાય. ચોક્કસ ઉત્પાદન ચીજો જેમાં વૃદ્ધિની ખૂબ જ સંભાવના હોય અને મધ્યમથી મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું સામર્થ્ય હોય તેને PLI યોજના દ્વારા સમર્થન આપવા માટે ઓળખી કાઢવામાં આવી છે.
  • સોલર PV પેનલોની મોટાપાયે આયાતના કારણે પૂરવઠા શ્રૃંખલા સ્થિતિસ્થાપકતાનું જોખમ સર્જાય છે અને પૂરવઠા શ્રૃંખલાના ઇલેક્ટ્રોનિક (હેક થઇ શકે તેવા) પ્રકૃતિને ધ્યાનમાં રાખતા તેમાં વ્યૂહાત્મક સુરક્ષાનું જોખમ પણ સર્જાઇ શકે છે. સોલર PV મોડ્યૂલ્સ માટે કેન્દ્રિત PLI યોજનાથી સ્થાનિક અને વૈશ્વિક ખેલાડીઓને ભારતમાં જ મોટાપાયે સોલર PV ક્ષમતાનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન મળશે અને તેનાથી ભારતને સોલર PV વિનિર્માણ માટે વૈશ્વિક મૂલ્યા શ્રૃંખલા ઝડપી લેવા માટે તક પ્રાપ્ત થશે.
  • શ્વેત ચીજવસ્તુઓ (એર કન્ડિશનર અને LED)માં સ્થાનિક મૂલ્યવર્ધન માટે ખૂબ જ મોટાપાયે સંભાવનાઓ રહેલી છે અને આ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધાત્મક બનાવી શકાય છે. આ ક્ષેત્ર માટે PLI યોજનાથી વધુ પ્રમાણમાં સ્થાનિક વિનિર્માણ, નોકરીઓના સર્જનને વેગ મળશે અને નિકાસમાં પણ વધારો થશે.
  • ભારતમાં સ્ટીલ એ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉદ્યોગ છે અને ભારત સમગ્ર દુનિયામાં બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક છે. ભારત તૈયાર સ્ટીલનો ચોખ્ખો નિકાસકાર દેશ છે અને સ્ટીલના ચોક્કસ ગ્રેડમાં ચેમ્પિયન બનવાનું સામર્થ્ય પણ ધરાવે છે. વિશેષતા સ્ટીલમાં PLI યોજનાથી મૂલ્યવર્ધક સ્ટીલ માટે વિનિર્માણ ક્ષમતાઓમાં વધારો થશે અને તેના પરિણામે કુલ નિકાસમાં પણ વૃદ્ધિ થશે.

ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા લાભો નીચે દર્શાવવામાં આવેલા ક્ષેત્રોમાં પહેલાંથી જ અધિસૂચિત PLI યોજનાઓ ઉપરાંત છે:

અનુક્રમ

ક્ષેત્રો

અમલીકરણ મંત્રાલયવિભાગ

નાણાકીય ખર્ચ રૂપિયા કરોડમાં

  1.  

મોબાઇલ વિનિર્માણ અને વિશેષીકૃત ઇલેક્ટ્રોનિક ભાગો

MEITY

40951

  1.  

મહત્વપૂર્ણ મુખ્ય પ્રારંભિક સામગ્રીઓ / ડ્રગ મધસ્થીઓ અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો

ફાર્માસ્યુટિકલ વિભાગ

6940

  1.  

તબીબી ઉપકરણોનું ઉત્પાદન

3420

કુલ

51311

 

પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા 'આત્મનિર્ભર ભારત'ના આહ્વાનમાં દેશમાં કાર્યદક્ષ, સમાન અને સ્થિતિસ્થાપક વિનિર્માણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓ દૂર ધ્યાન આપવામાં આવે છે. ઔદ્યોગિક ચીજવસ્તુઓ ઉત્પાદન અને નિકાસમાં વૃદ્ધિથી ભારતીય ઉદ્યોગને વિદેશી સ્પર્ધાઓ અને વિચારોમાં ઉજાગર થવાની ખૂબ જ મોટી તક મળશે જેનાથી વધુ આવિષ્કાર કરવાની તેની ક્ષમતામાં પણ સુધારો કરવા માટે મદદ મળી રહેશે. વિનિર્માણ ક્ષેત્રને પ્રોત્સાહન અને અનુકૂળ વિનિર્માણ ઇકોસિસ્ટમના સર્જનથી વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલાના સંકલનની સાથે સાથે દેશમાં MSME ક્ષેત્ર સાથે પૃષ્ઠભૂમિના જોડાણો પણ સ્થાપિત થશે. તેનાથી દેશના અર્થતંત્રમાં એકંદરે વધારો થશે અને ખૂબ જ મોટાપાયે રોજગારીની તકોનું સર્જન થશે.

ક્ષેત્ર અનુસાર ઉત્પાદન લાઇન

ક્ષેત્ર

 

ઉત્પાદન લાઇન

અદ્યતન રાસાયણિક કોષ (ACC) બેટરી વિનિર્માણ

 

ACC બેટરી

ઇલેક્ટ્રોનિક/ ટેકનોલોજી ઉત્પાદનો

 

  1. સેમીકન્ડક્ટર ફેબ
  2. ડિસ્પ્લે ફેબ
  3. લેપટોપ/ નોટબુક્સ
  4. સર્વર
  5. IoT ઉપકરણો
  6. નિર્દિષ્ટ કોમ્પ્યૂટર હાર્ડવેર

ઓટોમોબાઇલ અને વાહનોના ભાગો

 

ઓટોમોબાઇલ અને વાહનોના ભાગો

ફાર્માસ્યુટિકલ્સ

શ્રેણી 1

  1. બાયો–ફાર્માસ્યુટિકલ્સ
  2. જટિલ જેનેરિક દવાઓ
  3. પેટન્ટ લીધેલ દવાઓ અથવા પેટન્ટ પુરી થવાની તૈયારી હોય તેવી દવાઓ
  4. કોષ આધારિત અથવા જનિન ઉપચાર ઉત્પાદનો
  5. ઓર્ફેન ડ્રગ્સ
  6. વિશેષ ખાસી કેપ્સ્યૂલ્સ
  • vii. જટિલ એક્સિપિએન્ટ (બાહ્ય આવરણો)

 

શ્રેણી 2

  1. સક્રિય ફાર્મા ઘટકો (API)/ મુખ્ય પ્રારંભિક સામગ્રીઓ (KSM) અને/ દવા મધ્યસ્થીઓ (DIs)

શ્રેણી 3

  1. પુનઃહેતુની દવાઓ
  2. સ્વયં– પ્રતિકારકતા દવાઓ, કેન્સર વિરોધી દવાઓ, ડાયાબિટિસ વિરોધી દવાઓ, ચેપ નિવારક દવાઓ, કાર્ડિયોવાસ્ક્યૂલર દવાઓ, સાઇકોટ્રોપિક દવાઓ અને એન્ટી–રેટ્રોવાઇરલ દવાઓ
  3. ઇન–વિટ્રો નિદાન ઉપકરણો (IVDs)
  4. ફાયટો–ફાર્માસ્યુટિકલ્સ
  5. ભારતમાં ઉત્પાદન ના થતું હોય તેવી અન્ય દવાઓ
  6. માન્યતા અનુસાર અન્ય દવાઓ

દૂરસંચાર ઉત્પાદનો

  1. મૂળભૂત સંચાર ઉપકરણો
  2. 4G/5G, નેક્સ્ટ જનરેશન રેડિયો ઍક્સેસ નેટવર્ક અને વાયરલેસ ઉપકરણો
  3. ઍક્સેસ અને ગ્રાહક પરિસર ઉપકરણ (CPE), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઍક્સેસ ઉપકરણો અને અન્ય વાયરલેસ ઉપકરણો
  4. એન્ટરપ્રાઇઝ ઉપકરણ; સ્વિચો, રાઉટર

ટેક્સટાઇલ

  1. માનવસર્જિત ફાઇબર વિભાગ
  2. ટેકનિકલ ટેક્સટાઇલ

ખાદ્ય પ્રસંસ્કરણ

  1. ભોજન માટે તૈયાર / રાંધવા માટે તૈયાર (RTE/ RTC)
  2. સમુદ્રી ઉત્પાદનો
  3. ફળો અને શાકભાજી
  4. મધ
  5. દેશી ઘી
  6. મોઝારેલા ચીઝ
  7.  ઓર્ગેનિક ઇંડા અને પોલ્ટ્રી માંસ

સોલર PV વિનિર્માણ

સોલર PVs

શ્વેત ચીજવસ્તુઓ

    1. એર કન્ડિશનર્સ
    2. LED

સ્ટીલના ઉત્પાદનો

  1. કોટિંગ કરેલું સ્ટીલ
  2. ઉચ્ચ મજબૂતીનું સ્ટીલ
  3. સ્ટીલની રેલ
  4. એલાય સ્ટીલની પાટો અને સળીયા

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's manufacturing sector showed robust job creation, December PMI at 56.4

Media Coverage

India's manufacturing sector showed robust job creation, December PMI at 56.4
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.