પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 2018 થી 2021 દરમિયાનના આગામી ચાર વર્ષના સમયગાળામાં આફ્રિકામાં ભારતનાં નવા 18 મિશન શરૂ કરવાની મંજૂરી આપી હતી.
2018થી 2021ના આ સમયગાળામાં આફ્રિકામાં આ નવા 18 મિશન બરકીના ફાસો, કેમરૂન, કેપ વર્ડે, શાડ, કાંગો ગણતંત્ર, જિબુતી, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, ગિની, ગિનિયા બિસાઉ, લાઇબેરિયા, મૉરિટાનિયા, રવાન્ડા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સીપે, સિયરા લિયોની, સોમાલિયા, સ્વાઝીલેન્ડ અને ટોગોમાં શરૂ કરાશે. આમ આફ્રિકામાં ભારતીય મિશનોની સંખ્યા29માંથી વધીને હવે47 થઇ જશે.
આ નિર્ણયથી આફ્રિકન દેશોમાં ભારતીય રાજદૂતાવાસને વેગ મળશે અને આફ્રિકન દેશોમાં ભારતીય સંસ્કૃતિ વિકસાવવામાં ભારતને મદદ મળશે. નવામિશનોના પ્રારંભથી આફ્રિકા સાથે સહકાર વિકસાવવા અને તે અંગેના મિશનના અમલીકરણ તરફના પગલામાં આગળ વધવાની પણ ભારતને તક મળશે.