પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 15.03.2017ના રોજ યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ, 2017 (એનએચપી, 2017)ને મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ દેશમાં સ્વાસ્થ્યમાં સંપૂર્ણ સુધારો કરવા અને દરેકને વિસ્તૃત હેલ્થકેર સેવા પૂરી પાડવા સંકલિત માર્ગ પ્રશસ્ત કરવા ઇચ્છે છે. તેનો ઉદ્દેશ તમામને સારું સ્વાસ્થ્ય પૂરું પાડવાનો અને વાજબી ખર્ચે ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાનો છે.
આ નીતિ વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ખાનગી ક્ષેત્ર સાથે સમસ્યાઓ અને તેના સમાધાનોને સંપૂર્ણપણે જુએ છે. તે ગુણવત્તાયુક્ત સારસંભાળને પ્રોત્સાહન આપવાનો ઇરાદો ધરાવે છે, નવા રોગો પર કેન્દ્રીત છે તથા અભિવર્ધક અને અવરોધક હેલ્થકેરમાં રોકાણ કરવાનો વિચાર ધરાવે છે. આ નીતિ દર્દીકેન્દ્રીત છે અને ગુણવત્તાથી સંચાલિત છે. તે સ્વાસ્થ્ય સુરક્ષાનું સમાધાન કરે છે તથા દવાઓ અને ઉપકરણો માટે ભારતમાં બનાવવાનો ઇરાદો ધરાવે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017નો મુખ્ય ઉદ્દેશ તમામ વિકાસલક્ષી નીતિઓમાં અવરોધક અને અભિવર્ધક સ્વાસ્થ્ય સારસંભાળ અભિગમ મારફતે સ્વાસ્થ્ય અને સુખાકારીનું શ્રેષ્ઠ શક્ય સ્તર હાંસલ કરવાનો છે તેમજ કોઈને નાણાકીય હાડમારીનો સામનો ન કરવો પડે એ રીતે તમામને સારી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવાનો છે.
દ્વિતીયક અને તૃતીયક સારસંભાળના સ્તર પર નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને સુલભતા કરવા નીતિમાં તમામ સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓ, મફત નિદાન અને ફ્રી ઇમરજન્સી સારસંભાળ સેવાઓ પૂરી પાડવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
નીતિ હેલ્થ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફરક દૂર કરવા અને પૂરક બનવા ટૂંકા ગાળાના પગલા સ્વરૂપે દ્વિતીયક અને તૃતીયક સારસંભાળ સેવાઓની વ્યૂહાત્મક ખરીદીનો વિચાર કરે છે.
નીતિમાં હેલ્થ સિસ્ટમના તમામ પાસાઓને વિકસાવવા સરકારની ભૂમિકાને પ્રાથમિકતા આપવાની ભલામણ કરવામાં આવી છે. આ નવી નીતિમાં સરકારી ખર્ચ પર અને સરકારી હેલ્થકેર સિસ્ટમની જોગવાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વિસ્તૃત, સંકલિત અને તમામ માટે સુલભ છે.
એનએચપી, 2017 રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવા મહત્વપૂર્ણ ફલક ભરવા ખાનગી ક્ષેત્ર સાથે સકારાત્મક અને સક્રિય જોડાણની હિમાયત કરે છે. તેમાં વ્યૂહાત્મક ખરીદી, ક્ષમતા નિર્માણ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, જાગૃતિ લાવવા, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવા સમુદાય માટે સ્થાયી નેટવર્ક વિકસાવવા તથા આપત્તિ વ્યવસ્થાપન માટે ખાનગી ક્ષેત્ર સાથે જોડાણનો વિચાર કરે છે. નીતિ ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા નાણાકીય અને બિન-પ્રોત્સાહનોની હિમાયત પણ કરે છે.
નીતિમાં નિશ્ચિત સમયમર્યાદામાં સરકારી સ્વાસ્થ્ય ખર્ચ વધારીને જીડીપીના 2.5 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નીતિ ‘સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો’ મારફતે વિસ્તૃત પ્રાથમિક આરોગ્ય સારસંભાળ સુનિશ્ચિતતા કરવા મોટું પેકેજ પૂરું પાડવાનો વિચાર ધરાવે છે. આ નીતિ અતિ પસંદગીયુક્તથી વિસ્તૃત પ્રાથમિક હેલ્થ કેર પેકેજમાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે, જેમાં વૃદ્ધોનાં સ્વાસ્થ્યની સારસંભાળ, ઉપશામક સારસંભાળ અને પુનર્વસનકારક સારસંભાળની સેવાઓ સામેલ છે. નીતિ સંસાધનના મુખ્ય ભાગ (બે તૃતિયાંશ કે વધારે)ને પ્રાથમિક સારસંભાળ પછી દ્વિતીય અને તૃતીયક સારસંભાળ માટે ફાળવવાની હિમાયત કરે છે. નીતિ જિલ્લા સ્તરે મોટા ભાગની દ્વિતીયક સારસંભાળ પૂરી પાડવાની આકાંક્ષા ધરાવે છે, જે અત્યારે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવે છે.
નીતિમાં ચોક્કસ ગુણવત્તાયુક્ત લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ રોગચાળામાં ઘટાડો કરવાનો, સ્વાસ્થ્યના દરજ્જા અને કાર્યક્રમની સકારાત્મક અસર કરવાનો, હેલ્થ સિસ્ટમની કામગીરીને મજબૂત કરીને તેને અસરકારક બનાવવાનો છે. તેમાં સ્વાસ્થ્ય, નિરીક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવાનો તથા વર્ષ 2020 સુધીમાં સરકારી સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ રોગો માટે રજિસ્ટ્રીઝ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તે સરકારી સ્વાસ્થ્યના લક્ષ્યાંકો સાથે તબીબી ઉપકરણો માટે અન્ય નીતિઓને સુસંગત કરવા પણ ઇચ્છે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ, 2017નો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે સંબંધિત તમામ પાસાને ઘડવા સરકારની ભૂમિકાને પ્રાથમિકતા આપવાનો, તેની સ્પષ્ટતા કરવાનો, તેને મજબૂત કરવાનો છે – જેમાં સ્વાસ્થ્યમાં રોકાણ, હેલ્થકેર સેવાઓનું આયોજનબદ્ધ સ્વરૂપ આપવું અને તેના માટે નાણાકીય જોગવાઈ કરવી, વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરીને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું અને રોગનું નિવારણ કરવું, ટેકનોલોજીની સુલભતા કરવી, માનવ સંસાધન વિકસાવવું, મેડિકલ બહુલતાને પ્રોત્સાહન આપવું, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી જાણકારીનો પાયો ઊભો કરવો, નાણાકીય સંરક્ષણ વ્યૂહરચનાઓ અને નિયમન તથા સ્વાસ્થ્ય માટે પ્રગતિશીલ ખાતરી આપવી. આ નીતિ સમગ્ર દેશમાં સરકારી સ્વાસ્થ્ય સંસ્થાઓને મજબૂત કરવા અને પુનરોદ્ધાર કરવા પર ભાર મૂકે છે, જેથી મફત દવાઓ, નિદાન અને અન્ય આવશ્યક હેલ્થકેર સેવાઓ તમામને પૂરી પાડી શકાય.
નીતિના વિસ્તૃત સિદ્ધાંતો વ્યાવસાયિકતા, સંકલિતતા અને નૈતિકતા, સમાનતા, વાજબીપણું, સાર્વત્રિકતા, દર્દી કેન્દ્રીત અને ગુણવત્તાયુક્ત સારસંભાળ, જવાબદારી અને અનેક રીતે ઉપયોગિતા પર કેન્દ્રીત છે.
તે સરકારી હોસ્પિટલો અને માન્યતાપ્રાપ્ત બિનસરકારી હેલ્થકેર પ્રદાતા પાસેથી હેલ્થકેરની સુવિધા ઓછી ધરાવતા વિસ્તારોમાં વ્યૂહાત્મક ખરીદીના સંયોજન મારફતે ગુણવત્તાયુક્ત દ્વિતીયક અને તૃતીય સ્તરની સારસંભાળ સેવાઓની સુલભતા અને વાજબીપણામાં સુધારાની સુનિશ્ચિત કરવા ઇચ્છે છે, હેલ્થકેર ખર્ચના કારણે લોકોના સ્વાસ્થ્ય માટેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, સરકારી હેલ્થકેર સિસ્ટમમાં ભરોસો પુનઃસ્થાપિત કરવા માગે છે અને કામગીરીને પ્રભાવિત કરવા ઇચ્છે છે તથા સરકારના સ્વાસ્થ્ય સંબંધિત લક્ષ્યાંકોને સુંસગત રીતે ખાનગી હેલ્થકેર ઉદ્યોગ અને મેડિકલ ટેકનોલોજીની વૃદ્ધિને વેગ આપવા ઇચ્છે છે.
નીતિ બાળક અને કિશોર વયની વ્યક્તિઓના સ્વાસ્થ્યનું મહત્તમ સ્તર હાંસલ કરવા આગોતરી કાળજી (જેનો ઉદ્દેશ રોગ અગાઉ કાળજી રાખવાનો છે)ની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે. નીતિમાં શાળાના અભ્યાસક્રમમાં સ્વાસ્થ્ય અને સાફસફાઈને સામેલ કરીને શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમોની પરિકલ્પના કરે છે.
અનેક રીતે ઉપયોગી થાય તેવી હેલ્થકેર નીતિના વારસાને આગળ વધારવા નીતિમાં અલગ હેલ્થ સિસ્ટમને મુખ્ય પ્રવાહમાં લાવવાની ભલામણ કરવામાં આવી છે. આયુષની સંભવિતતાને મુખ્ય પ્રવાહમાં લાવવા નીતિમાં સરકારી સુવિધાઓમાં સહસ્થાન આપીને આયુષ ઉપચારોની શ્રેષ્ઠ સુલભતા પૂરી પાડવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. સારાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોગને શાળા અને કાર્યસ્થળોમાં વધુ વ્યાપક રીતે સામેલ કરવામાં આવશે.
આ નીતિ ગ્રામીણ અને સેવાથી વંચિત વિસ્તારોમાં ‘સમાજને કશું પરત કરવાની ભાવના’ સાથેની પહેલ હેઠળ માન્યતા પ્રાપ્ત હેલ્થકેર વ્યાવસાયિકો દ્વારા પ્રો-બોનો આધારે સ્વૈચ્છિક સેવાને સમર્થન આપે છે.
આ નીતિ હેલ્થકેર સિસ્ટમની કાર્યદક્ષતા અને પરિણામમાં સુધારો કરવા ડિજિટલ ઉપકરણોના વિસ્તૃત ઉપયોગની હિમાયત કરે છે તથા સતત સારસંભાળમાં ડિજિટલ હેલ્થના નિયમન, વિકાસ અને સ્થાપના માટે નેશનલ ડિજિટલ હેલ્થ ઓથોરિટી (એનડીએચએ)ની સ્થાપના કરવાની દરખાસ્ત રજૂ કરે છે.
નીતિ પ્રગતિશીલ સંવર્ધક બાંયધરી આધારિત અભિગમની હિમાયત કરે છે.
પૃષ્ઠભૂમિઃ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ, 2017ને ઘડવા તેની સાથે સંકળાયેલા તમામ પક્ષોને સાંકળીને વિસ્તૃત અભિગમ અપનાવવામાં આવ્યો હતો. તે મુજબ ભારત સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિનો મુસદ્દો ઘડ્યો હતો અને 30 ડિસેમ્બર, 2014ના રોજ જાહેર જનતા માટે મૂક્યો હતો. ત્યારબાદ તમામ પક્ષો અને રાજ્ય સરકારો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તેમની પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનોને આધારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિના મુસદ્દામાં વધુ સુધારાવધારા કરવામાં આવ્યા હતા. તેને સર્વોચ્ચ નીતિનિર્માણ સંસ્થા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ પરિષદના 27મી ફેબ્રુઆરી, 2016ના રોજ આયોજિત બારમા સમારંભમાં મંજૂરી મળી હતી.
અગાઉ વર્ષ 2002માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ બનાવવામાં આવી હતી. પછી સામાજિક-આર્થિક અને રોગ સંબંધિત સ્થિતિમાં ફેરફારો થયા હોવાથી વર્તમાન અને નવા પડકારો ઝીલવા નવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ઘડવાની જરૂર હતી.