કોવિડ-19ના બીજા ચરણમાં ખાસ કરીને આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં આવેલા વિક્ષેપોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે લોન ગેરેન્ટી યોજના (LGSCAS)ને મંજૂરી આપી છે જે આરોગ્ય/તબીબી માળખાકીય સુવિધાઓ સંબધિત બ્રાઉનફિલ્ડના વિસ્તરણ અને ગ્રીનફિલ્ડ પરિયોજનાઓ માટે નાણાકીય ગેરેન્ટી આવરણ પૂરું પાડવા માટે રૂપિયા 50,000 કરોડનું ભંડોળ સક્ષમ કરે છે.

મંત્રીમંડળે અન્ય ક્ષેત્રો/ધિરાણ કરનારાઓ માટે પણ યોજના લાગુ કરવાની મંજૂરી આપી છે જેમાં બહેતર આરોગ્ય સંભાળ સાથે સંલગ્ન હોય તેનો પણ સમાવેશ થાય છે. વિગતવાર પદ્ધતિઓ ઉભરતી પરિસ્થિતિ અનુસાર યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે.

આ ઉપરાંત, મંત્રીમંડળે કટોકટી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના (ECLGS) હેઠળ રૂ. 1,50,000 કરોડ સુધીના વધારાના ભંડોળ માટે પણ મંજૂરી આપી છે.

લક્ષ્યો:

LGSCAS: આ યોજના 31.03.2022 સુધીમાં મંજૂર કરવામાં આવેલી પાત્રતા ધરાવતી તમામ લોન અથવા રૂ. 50,000 કરોડની રકમની લોન, બંનેમાંથી જે પણ શરત પહેલા પૂરી થાય, માટે લાગુ થવા પાત્ર રહેશે.

ECLGS: તે એક ચાલી રહેલી યોજના છે. આ યોજના 30.09.2021 સુધીની ગેરેન્ટીડ કટોકટી ક્રેડિટ લાઇન (GECL) હેઠળ મંજૂર કરવામાં આવેલી તમામ પાત્રતા ધરાવતી લોન અથવા GECL હેઠળ રૂપિયા ચાર લાખ પચાસ હજાર કરોડ સુધીની મંજૂર કરવામાં આવેલી રકમની લોન, બંનેમાંથી જે પણ શરત પહેલા પૂરી થાય, માટે લાગુ થવા પાત્ર રહેશે.

પ્રભાવ:

LGSCAS: LGSCAS દેશમાં કોવિડ-19ના બીજા ચરણ દરમિયાન આ મહામારી સામેની લડતમાં પૂરતા પ્રમાણમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવના કારણે જે અપવાદરૂપ સ્થિતિનો સામનો કરવો પડ્યો તેના ચોક્કસ પ્રતિભાવરૂપે તૈયાર કરવામાં આવી છે. મંજૂરી આપવામાં આવેલી આ યોજનાથી દેશમાં ખૂબ જ આવશ્યક આરોગ્ય સંભાળ માળખાકીય સુવિધાઓની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે, સાથે સાથે વધુ રોજગારીની તકોનું સર્જન થવાની પણ આશા છે. LGSCASનો મુખ્ય ઉદ્દેશ ક્રેડિટ જોખમ (પ્રાથમિકરૂપે બાંધકામ જોખમ)ને આંશિક ઘટાડવાનો અને ઓછા વ્યાજદરે બેંક ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો છે.

ECLGS: આ એક ચાલી રહેલી યોજના છે અને તાજેતરમાં, કોવિડ-19 મહામારીના બીજા ચરણના કારણે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોના વ્યવસાયોમાં આવેલા વિક્ષેપને ધ્યાનમાં રાખીને, સરકારે ECLGSના અવકાશને વધુ વ્યાપક બનાવ્યો છે. આ વૃદ્ધિથી ધિરાણ કરતી સંસ્થાઓને ઓછા ખર્ચે રૂપિયા 1.5 લાખ કરોડ સુધીનું વધારાનું ધિરાણ આપવા માટે તેમને પ્રોત્સાહિત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ખૂબ જ આવશ્યક એવી રાહત મળશે તેવી અપેક્ષા છે અને તેના પરિણામરૂપે, વ્યાવસાયિક એકમો તેમની પરિચાલન જવાબદારીઓને પહોંચી વળશે અને તેમના વ્યવવસાયનું કાર્ય સતત ચાલુ રાખી શકશે તેવી આશા છે. આ યોજનાથી MSME વર્તમાન અભૂતપૂર્વ પરિસ્થિતિ દરમિયાન તેમની કામગીરી ચાલુ રાખી શકશે તે ઉપરાંત, તેનાથી અર્થતંત્ર પર સકારાત્મક પ્રભાવ પડશે તેમજ MSME પુનર્જિવિત થઇ શકશે તેવી પણ આશા છે. 

પૃષ્ઠભૂમિ:

LGSCAS: સરકારે કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ પગલાં લીધા છે જે કોવિડ-19ના બીજા ચરણમાં સમાપ્ત થઇ ગયા છે. આ ચરણના કારણે આરોગ્ય સંભાળ સુવિધાઓ પર સંખ્યાબંધ ભારણો આવ્યા તેમજ સંખ્યાબંધ ક્ષેત્રોમાં આજીવિકા અને વ્યાવસાયિક એકમો પણ મુશ્કેલીમાં આવી ગયા. આ ચરણના કારણે આરોગ્ય ક્ષેત્રમાં જાહેર અને ખાનગી રોકાણમાં વધારો કરવાની તીવ્ર જરૂરિયાત ઉભી થઇ છે. આ મેટ્રો શહેરોથી લઇને ટીઅર V અને VI સુધીના નગરો તેમજ ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ખૂબ જ જરૂરી થઇ ગયું છે. જરૂરિયાતોમાં હોસ્પિટલમાં બેડ, ICU, નિદાન કેન્દ્રો, ઓક્સિજન સુવિધાઓ, ટેલિફોન અથવા ઇન્ટરનેટ આધારિત તબીબી સલાહ અને દેખરેખ, પરીક્ષણની સુવિધાઓ અને પુરવઠા, રસી માટે કોલ્ડ ચેઇન સુવિધા, દવાઓ અને રસીનો જથ્થો રાખવા માટે આધુનિક ગોદામો, તાકીદની સ્થિતિ માટે આઇસોલેશન સુવિધાઓ તેમજ શિરિંજ અને શીશીઓ તેવા અન્ય સંલગ્ન પુરવઠાના ઉત્પાદનમાં વધારો કરવાનું પણ સામેલ છે. સૂચિત LGSCASનો ઉદ્દેશ દેશમાં તબીબી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાનો, જેમાં ખાસ કરીને  લક્ષિત વંચિત વિસ્તારોમાં સુવિધા વધારવાનો છે. LGSCAS, 8 મેટ્રોપોલિટન ટીઅર 1 શહેરો (ક્લાસ X શહેરો) ઉપરાંત શહેરી અને ગ્રામીણ સ્થળોએ સેટઅપ ઉભા કરવા માટે રૂપિયા 100 કરોડ સુધીની મંજૂર થયેલી લોન માટે બ્રાઉનફિલ્ડ પરિયોજનાઓને 50 ટકા અને ગ્રીનફિલ્ડ પરિયોજનાઓ માટે 75 ટકા ગેરેન્ટી આપશે. મહત્વાકાંક્ષી જિલ્લાઓ માટે, બ્રાઉનફિલ્ડ વિસ્તરણ અને ગ્રીનફિલ્ડ પરિયોજનાઓ બંને માટેનું આવરણ 75% રહેશે.

ECLGS: ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-19 મહામારીનું જોર ફરી વધ્યું છે અને સ્થાનિક/પ્રાદેશિક સ્તરે સંબંધિત ચેપ નિયંત્રણ માટે અપનાવવામાં આવેલા પગલાંઓથી નવો અનિશ્ચિતાનો માહોલ સર્જાયો અને નવા આકાર લઇ રહેલા આર્થિક પુનરુદ્ધાર પર અસર પડી છે. આવા માહોલમાં ધિરાણ લેનારાઓની સૌથી સંવેદનશીલ શ્રેણીમાં વ્યક્તિગત ઋણધારકો, નાના વ્યવસાયો અને MSME આવે છે જેમના માટે, ભારત સરકાર દ્વારા લક્ષિત નીતિ પ્રતિભાવ તરીકે  ECLGSનો અમલ કરવામાં આવ્યો છે. ECLGSની ડિઝાઇન ઉભરતી જરૂરિયાતોને ત્વરિત પ્રતિભાવ આપવાની લવચિકતા આપે છે, જેનો પુરાવો ECLGS 2.0, 3.0 અને 4.0ના અમલ તરીકે તેમજ 30.05.2021ના રોજ જાહેર કરવામાં આવેલા ફેરફારો તરીકે મળે છે. આ બધાજ રૂપિયા 3 લાખ કરોડના ઉપલબ્ધ હેડરૂમમાં હતા. હાલમાં, ECLGS હેઠળ રૂપિયા 2.6 લાખ કરોડની લોનને મંજૂરી આપી દેવામાં આવી છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ફેરફારો, એટલે કે, RBI દ્વારા 04.06.2021ના રોજ વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગની મર્યાદા વધારીને રૂ. 50 કરોડ કરવાની જાહેરાત અને વ્યવસાયો પર કોવિડનો વિપરિત પ્રભાવ એકધારો ચાલુ રહેવાના કારણે હજુ પણ વધારો થવાની અપેક્ષા છે.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Why agriculture is key to building Viksit Bharat

Media Coverage

Why agriculture is key to building Viksit Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 05 ઓગસ્ટ 2025
August 05, 2025

Appreciation by Citizens for PM Modi’s Visionary Initiatives Reshaping Modern India