પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે લદાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં એક ઇન્ટિગ્રેટેડ બહુવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપનાને મંજૂરી આપી હતી.
કેબિનેટે આ કોર્પોરેશન માટે મેનેજિંગ ડાયરેકટરના એક હોદ્દાને પણ મંજૂરી આપી હતી જેના પગાર ધોરણ રૂ. 1,44,200 થી રૂ. 2,18,200ના લેવલના રહેશે.
આ કોર્પોરેશન માટેનું શેર ભંડોળ રૂ. 25 કરોડનું માન્ય રહેશે અને પ્રતિ વર્ષ તેના રિકરિંગ ખર્ચ અંદાજે રૂ. 2.42 કરોડ રહેશે. આ એક નવી સંસ્થા છે. હાલના તબક્કે નવા જ રચાયેલા લદાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં આ પ્રકારનું કોઈ ઓર્ગેનાઇઝેશન નથી. આ મંજૂરીને કારણે લદાખમાં રોજગારીની તકો પણ વધી જશે કેમકે કોર્પોરેશન દ્વારા આ પ્રદેશમાં વિવિધ પ્રકારની વિકાસકીય પ્રવૃત્તિ હાથ ધરાનારી છે. આ કોર્પોરેશન લદાખમાં સ્થાનિક ઉત્પાદન અને હેન્ડીક્રાફ્ટના માર્કેટિંગ અને ઉદ્યોગ, પ્રવાસ અને પરિવહનને લગતા કાર્યો માટે આ કોર્પોરેશન કામ કરશે. આ ઉપરાંત આ કોર્પોરેશન લદાખમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે બાંધકામ એજન્સી તરીકે પણ કામ કરશે.
કોર્પોરેશનની સ્થાપનાને પરિણામે લદાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલગીરી અને સર્વાંગી વિકાસ થશે. આમ થતાં કોર્પોરેશનને કારણે કેન્દ્રશાસિત પ્રદેશના સમગ્ર વિસ્તાર તથા વસતિના સામાજિક–આર્થિક વિકાસ પણ સુનિશ્ચિત કરાશે.
આ વિકાસની અસર બહુપરિમાણીય રહેશે. તેનાથી માનવ સંસાધનના વિકાસને વધુ મદદ મળશે તથા તેનો બહેતર ઉપયોગ કરી શકાશે. તેનાથી માલસામાન તથા સેવાઓના સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે અને તેનાથી આ ચીજોના પુરવઠાના સપ્લાયની પણ સવલત રહેશે. આથી આ મંજૂરીથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને સાર્થક કરવામાં મદદ મળશે.
પૃષ્ઠભૂમિઃ
1. તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રાજયના પુનઃસંગઠનને પરિણામે જમ્મુ–કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 મુજબ લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ (વિધાનસભા વિના)નો વિસ્તાર 31.10.2019ના રોજ અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રાજ્ય તથા જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ તથા લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ માટે મિલકતો અને જવાબદારી માટેની નિમણૂંક સંબંધિત ભલામણો કરવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 હેઠળ એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આંદામાન અને નિકોબાર ટાપુમાં જે રીતે સર્વાંગી વિકાસ માટે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (ANIIDCO) છે તેના જ ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. જેમાં યોગ્ય આદેશ હોય જેથી લદાખની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસકીય પ્રવૃત્તિ હાથ ધરી શકાય.
3. કમિટી ઓફ એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્ડીચર (CEE), નાણા મંત્રાલય દ્વારા એપ્રિલ 2021માં લદાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં કોર્પોરેશનની સ્થાપનાની ભલામણ કરવામાં આવી હતી.