પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિએ આજે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS), પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ -PM POSHAN [અગાઉની મધ્યાહન ભોજન યોજના (MDM)] અને ભારત સરકારની અન્ય કલ્યાણ યોજનાઓ (OWS) હેઠળ 2024 સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબક્કાવાર રીતે સમગ્ર લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS)માં ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાય માટે તેની મંજૂરી આપી છે.
ચોખાના ફોર્ટિફિકેશનનો સમગ્ર ખર્ચ (આશરે રૂ. 2,700 કરોડ પ્રતિ વર્ષ) જૂન, 2024 સુધી તેના સંપૂર્ણ અમલીકરણ સુધી ખાદ્ય સબસિડીના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા વહન કરવામાં આવશે.
આ પહેલનાં સંપૂર્ણ અમલીકરણ માટે નીચેના ત્રણ તબક્કાઓની કલ્પના કરવામાં આવી છે:
તબક્કો -I: માર્ચ, 2022 સુધીમાં સમગ્ર ભારતમાં ICDS અને PM POSHAN ને આવરી લેવું જે અમલીકરણ હેઠળ છે.
તબક્કો- II: માર્ચ 2023 સુધીમાં બાળકોના કુંઠિત વિકાસ અંગેના તમામ મહત્વાકાંક્ષી અને ઉચ્ચ બોજવાળા જિલ્લાઓમાં (કુલ 291 જિલ્લાઓ) તબક્કો I ઉપર વત્તા TPDS અને OWS.
તબક્કો-Ill: ઉપરનો તબક્કો II વત્તા માર્ચ 2024 સુધીમાં દેશના બાકીના જિલ્લાઓને આવરી લે છે.
જોરશોરથી અમલીકરણના પ્રયાસોના ભાગરૂપે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તમામ સંબંધિત હિસ્સેદારો જેમ કે રાજ્ય સરકાર/ કેન્દ્ર શાસિત પ્રદેશ, રેખામાં આવતાં મંત્રાલયો/વિભાગ, વિકાસ ભાગીદારો, ઉદ્યોગો, સંશોધન સંસ્થાઓ વગેરે સાથે ઇકોસિસ્ટમ સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરી રહ્યું છે. એફસીઆઇ અને રાજ્ય એજન્સીઓ પહેલેથી જ ફોર્ટિફાઇડ ચોખાની ખરીદીમાં રોકાયેલ છે અને પુરવઠા અને વિતરણ માટે અત્યાર સુધીમાં લગભગ 88.65 LMT ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી કરવામાં આવી છે.
ભારતના માનનીય પ્રધાનમંત્રીએ 75મા સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ, 2021) પર તેમનાં સંબોધનમાં ચોખાના ફોર્ટિફિકેશનની જાહેરાત કરી હતી જેથી કરીને મહિલાઓ, બાળકો, સ્તનપાન કરાવતી માતાઓ વગેરેમાં કુપોષણ અને આવશ્યક પોષક તત્ત્વોના અભાવને દૂર કરવા માટે દેશના દરેક ગરીબ વ્યક્તિને પોષણ પૂરું પાડી શકાય, કારણ કે તે તેમના વિકાસમાં મુખ્ય અવરોધ ઊભો કરે છે.
અગાઉ, "ચોખાનું ફોર્ટિફિકેશન અને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ તેનું વિતરણ" પર કેન્દ્રીય પ્રાયોજિત પાયલોટ યોજના 2019-20થી શરૂ થતા 3 વર્ષના સમયગાળા માટે લાગુ કરવામાં આવી હતી. અગિયાર (11) રાજ્યો- આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડે તેમના ઓળખાયેલા જિલ્લાઓમાં (રાજ્ય દીઠ એક જિલ્લો) પાઇલટ સ્કીમ હેઠળ સફળતાપૂર્વક ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કર્યું હતું.